For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાક પીએમ ઈમરાન ખાને પત્ર લખી પીએમ મોદી સાથે વાતચીતની કરી અપીલ

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી બંને દેશો વચ્ચે વાતચીતનો જે સિલસિલો અટકેલો છે તેને ફરીથી શરૂ કરવા માટે અપીલ કરી છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પાકિસ્તાનના વઝીર-એ-આઝમ ઈમરાને પીએમ મોદીને અપીલ કરી છે કે બંને દેશો વચ્ચે વાતચીતનો જે સિલસિલો અટકેલો છે તેને ફરીથી શરૂ કરવામાં આવે. સૌથી ખાસ વાત એ છે કે ઈમરાને આ પત્રમાં ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ જનરલ અસેમ્બલી (ઉંગા) થી અલગ પોતાના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી અને ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ વચ્ચે મુલાકાત માટે પણ અનુરોધ કર્યો છે. જો કે સૂત્રો તરફથી એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે સુષ્મા અને કુરેશીની મુલાકાત નહિ થાય. ઈંગ્લિશ ડેઈલી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા તરફથી આની જાણકારી આપવામાં આવી છે.

imran khan

વર્ષ 2015 થી બંધ છે વાતચીત

ઈમરાન ખાનનો આ પત્ર પીએમ મોદીના એ પત્રનો જવાબ છે જેમાં તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે અર્થપૂર્ણ અને સર્જનાત્મક વાતચીતની વાત કહી હતી. પીએમ મોદી તરફથી ઈમરાનને આ સંદેશ ત્યારે આપવામાં આવ્યો હતો જ્યારે તેમણે અભિનંદન પાઠવવા માટે ઈમરાનને કોલ કર્યો હતો. ઈમરાને પોતાની વિજયી સ્પીચમાં કહ્યુ હતુ કે જો ભારત શાંતિ માટે એક પગલુ ઉઠાવશે તો પાકિસ્તાન બે ડગલા આગળ વધશે.

આ પણ વાંચોઃ મુખ્ય સચિવ સાથે મારપીટ કેસમાં કેજરીવાલ-સિસોદિયા ષડયંત્રના માસ્ટરમાઈન્ડઆ પણ વાંચોઃ મુખ્ય સચિવ સાથે મારપીટ કેસમાં કેજરીવાલ-સિસોદિયા ષડયંત્રના માસ્ટરમાઈન્ડ

છેલ્લા કેટલાક દિવસોથી આશંકા હતી કે જ્યારે ઉંગા શરૂ થવામાં થોડોક જ સમય બાકી છે તો શું સુષ્મા સ્વરાજ અને કુરેશી વચ્ચે મુલાકાત થશે. પાકિસ્તાનમાં નવી સરકાર બન્યા બાદ પહેલી વાર છે જ્યારે ઈમરાન તરફથી ભારતને શાંતિ મંત્રણા માટે રજૂઆત કરવામાં આવી છે. સૂત્રો તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ ઈમરાને પીએમ મોદીને કહ્યુ છે કે તેઓ વર્ષ 2015 થી બંને દેશો વચ્ચે અટકી ગયેલી વાતચીત શરૂ કરે. વર્ષ 2015 માં બંને દેશો વચ્ચે વાતચીત પ્રક્રિયા લોન્ચ કરવામાં આવી હતી પરંતુ બાદમાં વર્ષ 2016 માં પઠાણકોટમાં થયેલા આતંકી હુમલામાં આ વાતચીતને રોકી દેવામાં આવી હતી.

આ પણ વાંચોઃ દિલ્હીઃ 'મારપીટ પહેલા રોહિત તોમરે ટોયલેટમાં કર્યો હતો બળાત્કાર': પીડિતાઆ પણ વાંચોઃ દિલ્હીઃ 'મારપીટ પહેલા રોહિત તોમરે ટોયલેટમાં કર્યો હતો બળાત્કાર': પીડિતા

English summary
Pakistan Prime Minister Imran Khan writes letter to Prime Minister Narendra Modi urges him to start peace talks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X