‘પીએમ મોદીના કારણે ભારતમાં તેની સામે આક્રમકતા વધી': પાકિસ્તાન
પાકિસ્તાનનું કહેવુ છે કે જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રધાનમંત્રી તરીકેની જવાબદારી સંભાળી છે ત્યારથી તેની સામેનો માહોલ આક્રમક થઈ ગયો છે. પાકિસ્તાનના પૂર્વ રક્ષા અને વિદેશ મંત્રી ખુર્રમ દસ્તગીર ખાન તરફથી આ આરોપ ભારત પર લગાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં 25 જુલાઈના રોજ ચૂંટણી થવાની છે અને હાલમાં ત્યાં ચૂંટણી માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ખાને કહ્યુ કે જ્યારથી નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી પાકિસ્તાનની સામે આક્રમક નિવેદનો અને તેવર ચાલુ છે.
ભારતને કહ્યુ યુદ્ધવિરામનું દોષિત
પૂર્વ વિદેશ મંત્રી ખાને ભારતને એલઓસી અને બૉર્ડર પર સતત યુદ્ધવિરામને તોડવાનું પણ દોષિત માન્યુ છે. ખાને ફરીથી એક વાર કાશ્મીરી લોકોને પાકિસ્તાનને સમર્થન ચાલુ રાખવાની વાત કહી છે. જસ્તગીર ખાનનું આ નિવેદન ત્યારે આવ્યુ જ્યારે હાલમાં જ ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઑફ મિલિટ્રી ઑપરેશન્સ (ડીજીએમઓ)એ ફોન પર વાત કરીને વર્ષ 2003 ની યુદ્ધવિરામ સમજૂતીને ફરીથી લાગૂ કરવા પર રાજી થયા છે.
આ યુદ્ધવિરામ સમજૂતી પર ખાનનું કહેવુ હતુ કે પાકિસ્તાનનું માનવું છે કે ક્ષેત્રીય સંપર્ક અને વધતા આંતરરાષ્ટ્રીય સહયોગથી આ ક્ષેત્રમાં અસમાનતાને દૂર કરી શકાય છે. પૂર્વ વિદેશમંત્રી આટલેથી જ ના રોકાયા. તેમણે પાકિસ્તાનના ભવિષ્ય પર આધારિત વિચારોને પણ ખતમ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યુ કે કોઈ પણ સ્તરની વાતચીત ઠુકરાવવા સાથે પાકિસ્તાનને ભારત તરફથી નકારાત્મકતા અને આક્રમકતા જ મળી છે. અમે આશા રાખીએ છીએ કે ભારત અને પાકિસ્તાનની સરકાર બંને દેશો વચ્ચે હાલના ખરાબ સંબંધોને સુધારવાની દિશામાં કામ કરશે.