52ના લીધા'તા જીવ, મળી 52 વખત મોતની સજા

court
લાહોર, 7 માર્ચઃ પાકિસ્તાનની એક અદલાતે તાલિબાન તરફથી ધમકી મળી હોવા છતાં પણ 2010માં પંજાબ પ્રાંતમાં એક સુફી દરગાહ હજરત સાકી સરવાર પર થયેલા આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડને મોતની સજા સંભળાવી છે. આ હુમલામાં 52 લોકોના મોત નિપજ્યાં હતા. ડેરા ગાજી ખાન જિલ્લાની એક આતંકવાદ વિરોધી અદાલતના જજ આસિફ મજીદે બેહરામ ખાન ઉર્ફે સૂફી બાબાને ગઇકાલે 52 મોતની સજા સંભળાવી છે. હુમલામાં માર્યા ગયેલા પ્રત્યેક વ્યક્તિ માટે સુફી બાબાને એક મોતની સજા ફટકારવામાં આવી.

સુફી બાબાને 2010માં હજરત સાકી સરવાર દરગાહ પર હુમલો કરવામાં દોષી જાહેર કરવામાં આવ્યો હતો. જજે હુમલા દરમિયાન પકડાયેલા આત્મઘાતી હુમલાખોર ઉમર ફિદાયીને 52 વખત મોતની સજા સંભળાવી છે. હુમલથો કરાયો તે સમયે ફિદાયીની ઉમર માત્ર 14 વર્ષ હતી. હુમલા દરમિયાન પહેલા વિસ્ફોટમાં ઉમર ઇજાગ્રસ્ત થઇ ગયો હતો અને આત્મઘાતી જેકેટમાં સંપૂર્ણ રીતે વિસ્ફોટ થયો નહોતો. આ હુમલાને તેના આત્મઘાતી હુમલાખોર સાથીએ અંજામ આપ્યો હતો.

આ હુમલામાં સામેલ ચાર અન્ય આરોપીએને પુરાવા અભાવે નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. મીડિયામાં આવેલા અહેવાલો અનુસાર, આ મામલામાં 22 મહિના સુધી ચાલેલી સુનાવણી દરમિયાન જસ્ટિસ મજીદને તાલિબાનીઓ તરફથી સતત મોતની ધમકીઓ મળી રહી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X