પાકિસ્તાને કર્યું 'હત્ફ-4' મિસાઇલનું પરીક્ષણ

આધિકારીઓએ જણાવ્યું કે હત્ફ-4 દેશની પ્રતિરોધક ક્ષમતાને ખુબ જ વધારી શકશે. આને શાહીન-1 નાથી પણ ઓળખવામાં આવે છે. પાકિસ્તાન સેનાએ એક નિવેદનમાં જણાવ્યું કે મિસાઇલમાં હાલની મિસાઇલના મુકાબલે આક્રમણ ક્ષમતા, રેંજ અને અન્ય ટેકનીકલી માપદંડોમાં ઘણા શ્રેણીબદ્ધ સુધારાઓને પણ સમાવવામાં આવ્યા છે.
માહિતી અનુસાર હત્ફ-4 પરમાણુ અને પારંપરિક યુદ્ધ સામગ્રીને 900 કિલોમીટર સુધીની રેંજ સુધી પહોંચાડવામાં સક્ષમ છે. આ મિસાઇલે સમુદ્રમાં પોતાના નિશાનાને સાધ્યું. છેલ્લા એક વર્ષથી પાકિસ્તાને ઘણા પ્રકારની મિસાઇલનું પરિક્ષણ કર્યું છે, જેમાં 60 કિલોમીટર રેંજવાળી હત્ફ-9થી લઇને હત્ફ-5 બેલેસ્ટિક મિસાઇલનો પણ સમાવેશ થાય છે, જેની ક્ષમતા 1300 કિલોમીટર સુધીની છે.












Click it and Unblock the Notifications
