પાક.એ ફરી કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘન

સેનાના અધિકારીયોએ આજે જણાવ્યું કે પાકિસ્તાની સૈનિકોએ ગઇકાલે રાત્રે પુંછ ક્ષેત્રમાં ગોત્રિયા અને મનકોટા ચોકીયો પર નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો. ભારતીય જવાનોએ આ ગોળીબારનો જવાબ ગોળીબારી કરીને આપ્યો હતો. જોકે આ ગોળીબારમાં કોઇ જાનહાની થઇ નથી.
જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ગઇકાલે પાકિસ્તાનથી યુદ્ધવિરામનો સન્માન કરવાનું જણાવ્યું હતું. તેમણે એ પણ જણાવ્યું હતું કે બંદૂક કોઇપણ સમસ્યાનું સમાધાન નથી. પાકિસ્તાન બે મહિનામાં 23 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી ચૂક્યું છે.












Click it and Unblock the Notifications
