For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાની એર ટ્રાફિક કંટ્રોલર બન્યો હીરો, ભારતીય વિમાનને બચાવ્યું

પાકિસ્તાની એર ટ્રાફિક કંટ્રોલર બન્યો હીરો, ભારતીય વિમાનને બચાવ્યું

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન સિવિલ એવિએશન ઑથોરિટીના એક હવાઈ પરિવહન નિયંત્રકે એક ભારતીય વિમાનના પાયલટ પાસેથી ઈમરજન્સીનો સંદેશ મળ્યા બાદ વિમાનને દુર્ઘટનાગ્રસ્ત થતાં બચાવ્યું. જયપુરથી ઓમાનની રાજધાની મસ્કત જઈ રહેલ વિમાનના પાયલટે ખરાબ હવામાનના કારણે આ સંદેશો મોકલ્યો હતો. એવિએશન ઑથોરિટી સાથે જોડાયેલ સૂત્રોએ જણાવ્યું કે દક્ષિણી સિંધ પ્રાંતના ચોર વિસ્તારમાં વિમાનનો હવામાનની અસામાન્ય સ્થિતિ સાથે સામનો થયો.

વીજળીના લપેટામાં આવી ગયું હતું પ્લેન

વીજળીના લપેટામાં આવી ગયું હતું પ્લેન

ધી ન્યૂજ ઈન્ટરનેશનલના અહેવાલ મુજબ વિમાનમાં 150 યાત્રીઓ સવાર હતા. વિમાન ગુરુવારે કરાચી ક્ષેત્રની ઉપરથી ઉડાણ ભરી રહ્યું હતું ત્યારે જ વિમાન આકાશીય વીજળીની ચપેટમાં આવી ગયું અને લગભગ ત્યારે જ વિમાન 36000 ફીટની ઉંચાઈથી નીચે પડી 34000 ફીટની ઉંચાઈ પર આવી ગયું હતું. જેથી પાયલટે પોતાનો પ્રોટોકૉલ પ્રકાશિત કર્યો અને આજુબાજુના એર સ્ટેશનોને ખતરાની સૂચના આપી દીધી.

પાકિસ્તાની એર ટ્રાફિક કંટ્રોલરે બચાવ્યું

પાકિસ્તાની એર ટ્રાફિક કંટ્રોલરે બચાવ્યું

પાકિસ્તાનના એર પરિવહન નિયંત્રકે પાયલટની ચેતવણી પર તરત પ્રતિક્રિયા આપી અને આજુબાજુના ક્ષેત્રમાં વિમાનની બાકીની મુસાફરી માટે પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં સઘન હવાઈ યાતાયાતના માધ્યમથી નિર્દેશિત કર્યા. આ વર્ષે ભારત સાથેની અથડામણને ધ્યાનમાં રાખી 5 મહિનાના પ્રતિબંધ બાદ પાકિસ્તાને 16 જુલાઈએ ભારત માટે પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલ્યું હતું.

વિવાદ બાદ પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું

વિવાદ બાદ પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું

બાલાકોટ હવાઈ કાર્યવાહી બાદ પાકિસ્તાને 26 ફેબ્રુઆરીએ પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું. પાછલા મહિને કાશ્મીરના મુદ્દાને લઈ પાકિસ્તાને પીએમ મોદીની સાઉદી અરબની યાત્રાને ધ્યાનમાં રાખી તેમના વીવીઆઈપી વિમાન માટે પોતાના હવાઈક્ષેત્રનો ઉપયોગ કરવાનો ઈનકાર કરી દીધો હતો. પાંચ ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને હટાવવા અને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજિત કરવાના ભારતના ફેસલા બાદ પાકિસ્તાને તેની સાથે રાજકીય સંબંધ ઘટાડી દીધા હતા.

Ayodhya Verdict: ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની આજે બેઠક, પુનર્વિચાર અરજી પર મંથન થશેAyodhya Verdict: ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની આજે બેઠક, પુનર્વિચાર અરજી પર મંથન થશે

English summary
pakistani air traffic controller saves indian plane
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X