આતંકવાદ સામે લડવા પાક. રચશે એનસીટીએ

પ્રધાનમંત્રી રઝા પરવેઝ અશરફની અધ્યક્ષતામાં મળેલ મંત્રિમંડળની બેઠકમાં આ વિધેયકને મંજૂરી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ 10 દિવસ પહેલા દેશમાં શિયાઓ પર થયેલા હુમલાની નિંદા કરી, જેમાં 50 જેટલા લોકોનું મોત થયું હતું.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં છેલ્લા બે વર્ષોમાં થયેલા આતંકવાદી હુમલામાં ઘણા લોકોના મોત થયા છે. એનસીટીએના સંગઠનની રચનાનું મુખ્ય કારણ પાકિસ્તાનમાં વધી રહેલા આતંકવાદને માનવામાં આવે છે. તાલિબાન જે ઝડપથી પાકિસ્તાનમાં દુષણ ફેલાવી રહ્યું છે તેની સામે પાકિસ્તાન નબળુ સાબિત થઇ રહ્યું છે. એનસીટીએની રચના બાદ આશા છે કે પાકિસ્તાનમાં આતંકવાદ પર કાબૂ મેળવી શકાશે.












Click it and Unblock the Notifications
