For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની જીતના અનુમાનથી પાકિસ્તાનમાં ખલબલી, મીડિયામાં છવાયો મુદ્દો

મોદીની જીતના અનુમાનથી પાકિસ્તાનમાં ખલબલી, મીડિયામાં છવાયો મુદ્દો

|
Google Oneindia Gujarati News

ભારતના લોકસભા ચૂટણી પરિણામમાં જેટલી વધુ દિલચસ્પી પાકિસ્તાન લઈ રહ્યું છે, કદાચ જ કોઈ બીજો પાડોશી દેશ આટલો વધુ રસ લઈ રહ્યું હશે. ભારત તરફ પાકિસ્તાનમાં સૌની નજર 23મી મેના રોજ આવનાર લોકસભા ચૂંટણીના પરિણામ પર ટકેલી છે. પાકિ્તાની મીડિયામાં સૌથી વધુ ઉત્સુકતા સત્તામાં પીએમ નરેન્દ્ર મોદીની વાપસીના અનુમાનને લઈને છે. પાકિસ્તાનના અખબાર ડૉનના એક એડિટોરિયલ લેખમાં કહેવામાં આવ્યું છે કે જો એક્ઝિટ પોલ પર વિશ્વા કરીએ તો મોદી પાંચ વર્ષના બીજા કાર્યકાળ તરફ આગળ વધી રહ્યા છે અને તેઓ હિંદુ રાષ્ટ્રવાદ અને આક્રમક રાષ્ટ્ર સુરક્ષાના આધારે પૂર્ણ બહુમત હાંસલ કરી શકે છે.

પાકિસ્તાની મીડિયામાં છવાયો મુદ્દો

પાકિસ્તાની મીડિયામાં છવાયો મુદ્દો

તંત્રી લેખમાં કહેવામાં આવ્યું છે કે, "મોદી 2.0માં પાકિસ્તાન સાથે તણાવ ઓછો થવાની કોઈ સંભાવના જોવા નથી મળી રહી. મોદીની સત્તામાં વાપસી એટલે તેમની પાકિસ્તાન પ્રત્યે બદલા વાળી નીતિની વાપસી હશે. વડાપ્રધાન ઈમરાન ખાને મોદીના નેતૃત્વમાં દક્ષિણપંથી સરકારમાં પાકિ્તાન સાથે સંબંધ સુધારવાની ઉમ્મીદ જતાવી હતી જેને લઈ વિશ્લેષક બહુ આશ્વસ્ત નથી. મોટો સવાલ ઉઠે છે કે શું મોદી પોતાના બીજા કાર્યકાળમાં પોતાની કથિત આક્રમક બચાવની નીતિને બદલશે કે નહિ?"

ચૂંટણી પરિણામ પર નજર

ચૂંટણી પરિણામ પર નજર

"If Modi Returns" લેખમાં જાહિદ હુસૈન લખે છે, 'મોદી વાજપેયી નથી અને તે બંનેની સરખામણી કરવી બહુ મોટી ભૂલ હશે. મોદી બંને દેશ વચ્ચે સમસ્યાનું માધાન વાતચીતને બદલે શક્તિના ઉપયોગથી કરવા માંગે છે. શું મોદી ઈમરાન ખાનના શાંતિ સંદેશનો સકારાત્મક જવાબ આપશે. શું મોદી 2.0 પોતાના પહેલા કાર્યકાળથી અલગ સાબિત થશે?'

દિલ્હી અને ઈસ્લામાબાદના સંબંધો પર અસર પડશે

દિલ્હી અને ઈસ્લામાબાદના સંબંધો પર અસર પડશે

કાશ્મીરના મુદ્દાને લઈને પણ પાકિસ્તાની મીડિયામાં ખલબલી મચી ગઈ છે. સ્થાનીક અખબારોમાં કહેવામાં આવ્યું છે કે ભાજપે જમ્મુ અને કા્મીરથી અનુચ્છેદ 370 હટાવવાનું વચન આપ્યું છે. એક્સપ્રેસ ટ્રિબ્યૂન મુજબ, એવા કોઈ સંકેત નથી કે મોદી કાશ્મીરના મુદ્દા પર પોતાની રણનીતિ બદલશે. આનાથી કાશ્મીરમાં હિંસાની ઘટનાઓ વધી શકે છે જેની સીધી અસર નવી દિલ્હી અને ઈસ્લામાબાદના સંબંધો પર પડશે.

પાકિસ્તાન વિરોધી રસ્તે ચાલવાનું વચન

પાકિસ્તાન વિરોધી રસ્તે ચાલવાનું વચન

પાકિસ્તાનના વધુ એક અખબાર ધી ન્યૂજ ઈન્ટરનેશનલ મુજબ પીએમ મોદીની સંભવિત જીતના રિપોર્ટ્ બાદથી જ પાકિસ્તાનના વિદેશ મંત્રાલય અને તેના તમામ અધિકારીઓએ આગામી સમય માટે રણનીતિ પર કામ કરવું શરૂ કરી દીધું છે. અખબારે લખ્યું છે કે મોદી અને ભાજપે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી પાકિસ્તાન વિરોધી રસ્તે ચાલવાનું વચન આપ્યું છે.

સાંપ્રદાયિક તણાવ વધી જશે

સાંપ્રદાયિક તણાવ વધી જશે

એક્સપ્રેસ ટ્રિબ્યૂનમાં 'If Modi loses Indian elections' મથાળા હેઠળનો લેખ છપાયો છે. જેમાં ટાઈમ મેગેઝીનમાં પીએમ મોદીને 'ડિવાઈડર ઈન ચીફ'ની ઉપાધીનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે ભાજપના બીજા કાર્યકાળનો મતલબ હશે કે ભારતમાં લોકતાંત્રિક અને ધર્મનિરપેક્ષ મૂલ્યોનો અંત થઈ જાય અને સાથે જ ભારતમાં સાંપ્રદાયિક તણાવ વધી જશે.

મોદી જો આ ચૂંટણીમાં હારી જાય તો

મોદી જો આ ચૂંટણીમાં હારી જાય તો

જેમાં કહેવામાં આવ્યું છે કે મોદી જો આ ચૂંટણીમાં હારી જાય છે તો ઉગ્ર રાષ્ટ્રવાદ વધી શકે છે. ભારતના હિંદુત્વકરણની પ્રક્રિયાને મોટો ઝાટકો લાગશે. લેખના અંતમાં કહેવામાં આવ્યું છે કે 23 મેના રોજ ગમે તે રકાર આવે, એક વાત તો નક્કી છે કે ભાજપે પોતાના પાંચ વર્ષના કાર્યકાળમાં જે હિંદુ રાષ્ટ્રવાદની ધારા વહાવી છે, તેને ઉલ્ટી દિશામાં વાળવી કોઈપણ સરકાર માટે સહેલું નહિ હોય.

કોંગ્રેસના એક્ઝિટ પોલમાં પણ UPAથી આગળ નિકળ્યું NDA કોંગ્રેસના એક્ઝિટ પોલમાં પણ UPAથી આગળ નિકળ્યું NDA

કૂટનૈતિક વાર્તા કરી શકે

કૂટનૈતિક વાર્તા કરી શકે

જો કે ઈમરાન ખાનની જેમ સ્થાનિક મીડિયામાં કેટલાક વિશ્લેષકોએ અપેક્ષા જતાવી છે કે સત્તામાં વાપસી કર્યા બાદ આત્મવિશ્વાસ ભરપૂર મોદી પાકિસ્તાનની સાથે કૂટનૈતિક વાર્તા કરવા તરફ આગળ વધશે.

English summary
pakistani media's eagle eye on lok sabha election results 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X