કાશ્મીર મામલે UNSCમાં ઉંધા મોઢાની ખાધા બાદ ઈમરાને સ્પેશિયલ કમિટીની મીટિંગ બોલાવી
કાશ્મીર મામલે UNSCમાં ઉંધા મોઢાની ખાધા બાદ ઈમરાને સ્પેશિયલ કમિટીની મીટિંગ બોલાવી
નવી દિલ્હીઃ શુક્રવારે યૂનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલમાં ઉંધા મોઢાની ખાધા બાદ પાકિસ્તાનના પીએમ ઈમાન ખાનને સમજમાં નથી આવી રહ્યું કે આખરે હવે આર્ટિકલ 370 અને જમ્મૂ-કાશ્મીર પર ભારતનો સામનો કેવી રીતે કરવામાં આવે. આ દરમિયાન ઈમરાને શનિવારે સ્પેશિયલ કમિટીની પહેલી મીટિંગ બોલાવી. ઈમરાને આ કમીટિનું ગઠન કર્યું હતું અને પહેલી મીટિંગમાં વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી સાથે કાશ્મીર પર ચર્ચા થઈ હતી.

ઈમરાન ખાને શનિવારે જે મીટિંગ બોલાવી તેમાં કાશ્મીર મુદ્દે આગળની રણનીતિ અને યોજના વિશે વાત કરવામાં આવી. આ મીટિંગમાં પાકિસ્તાનના કેટલાય ઈન્સ્ટીટ્યૂશન્સના લોકોને પણ બોલાવવામાં આવ્યા હતા. મીટિંગની અધ્યક્ષતા વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કરી હતી. જેમાં તેમણે પાકિસ્તાનની કાશ્મીર રણનીતિ પર બીજા દેશોની મિશ્રીત પ્રતિક્રિયાનો પણ ઉલ્લેખ કર્યો. કુરૈશીએ જણાવ્યું હતું કે કમિટીની મીટિંગમાં કાશ્મીર અને અહીંના લોકો કેવી રીતે મદદ કરી શકાય છે, જેના પર ચર્ચા કરવામાં આવશે. યૂએનએસસીની જે મીટિંગ યોજાઈ તે ચીનના કહેવા પર મળી હતી. પરંતુ ચીન અને પાકિસ્તાનના યૂએનએસીની આ મીટિંગમાં એકપણ ન ચાલી અને કાઉન્સિલના સભ્યોએ આ મામલેને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો.












Click it and Unblock the Notifications
