પાકિસ્તાનમાં 2%થી પણ ઓછા બચેલ હિંદુઓનો આક્રોશ ઓછો કરવા શિવ મંદિર જશે ઈમરાન
પાકિસ્તાનમાં 2%થી પણ ઓછા બચેલ હિંદુઓનો આક્રોશ ઓછો કરવા શિવ મંદિર જશે ઈમરાન
નવી દિલ્હીઃ પાકિસ્તાની સમાચાર માધ્યમો મુજબ ત્યાંના પીએમ ઈમરાન ખાન જલદી જ સિંધ પ્રાંતમાં એક શિવ મંદિરની યાત્રા કરશે. ઉલ્લેખનીય છે કે ધાર્મિક અલ્પસંખ્યકોના માનવાધિકારનો મુદ્દો હાલ અમેરિકામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. માટે માનવામાં આવી રહ્યું છે કે ઈમરાન ખાન ધાર્મિક અલ્પસંખ્યકોના માનવાધિકારને લઈ ઉઠનાર સવાલો પર પાકિસ્તાનની છબી સુધારવા માંગે છે. જો કે તેમની આ યાત્રાની તારીખ હજુ નક્કી થઈ નથી.

સિંધ પ્રાંતમાં શિવ મંદિર જશે ઈમરાન
પાકિસ્તાનના જિઓ ન્યૂજે સૂત્રોના હવાલેથી દાવો કર્યો કે ઈમરાન ખાન સિંધના થારપારકર જિલ્લામાં સ્થિત શિવ મંદિરની યાત્રા કરસે. આ દરમિયાન ત્યાંના સ્થાનીય હિન્દુ સમુદાયને સંબોધિત કરવાનો પણ કાર્યક્રમ છે. જણાવી દઈએ કે હાલના વર્ષોમાં પાકિસ્તાનમાં હન્દુઓ અને સિખોના ધાર્મિક અલ્પસંખ્યકો વિરુદ્ધ ત્યાં થતા માનવાધિકારના ઉલ્લંઘન વિરુદ્ધ અવાજ બુલંદ કરવાની કોશિશો કરી છે. અલ્પસંખ્યકો સાથેના ઉત્પીડન વધુપડતા મામલા પાકિસ્તાનના સિંધ પ્રાંતથી સામે આવે છે. પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની સ્થિતિ શું છે તેનો અંદાજો એના પરથી જ લગાવી શકાય છે કે ત્યાં તેની સંખ્યા બે ટકાથી પણ ઓછી રહી ગઈ છે. તેમણે કાંતો બહુસંખ્યક મુસલમાનોના ડરથી ધર્મ પરિવર્તન કરી લીધો છે અથવા તો જાનવરો જેવી જિંદગી જીવવા માટે મજબૂર છે. આ કારણે જ પાકિસ્તાની પીએણ ઈમરાન ખાને સિંધમાં જઈ ત્યાંના પ્રસિદ્ધ શિવ મંદિરનો પ્રવાસ કરવાનો ફેસલો કર્યો છે, જેથી હિન્દુઓમાં સરકારને લઈ થોડો ભરોસો બની શકે અને વિશ્વમાં પણ પાકિસ્તાનની છબી સુધારી શકાય.

અમેરિકી સાંસદોએ મામલો ઉઠાવ્યો
પાછલા મહિનાની વાત છે પાકિસ્તાનમાં ધાર્મિક અલ્પસંખ્યકોની હાલતને લઈ અમેરિકાના 10 સાંસદોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એક પત્ર લખ્યો હતો. આ સાંસદોએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહ્યું હતું કે તેઓ પાછલા મહિને પાકિસ્તાની પીએમ સાથે થયેલ પોતાની મુલાકાતમાં આ મુદ્દાને જરૂર ઉઠાવે. આ પત્રમાં પાકિસ્તાન સરકારની જનરોની સામે ત્યાંના અલ્પસંખ્યકોને ખતમ કરવામાં આવી રહ્યા હોવાની વાતને ઉઠાવવાની ભલામણ કરવામાં આવી હતી. જેમાં હિન્દુઓ અને ઈસાઈ છોકરીઓને કિડનેપ કરી જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવાનો મુદ્દો પણ સામેલ કરવામાં આવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે આ કારણે જ ઈમરાન ખાન દબાણમાં આવ્યા છે અને મંદિરની યાત્રા કરી પાકિસ્તાની સરકારના ચહેરા પર થોથળેલ કાલિખને મિટાવવાના પ્રયાસોમાં છે.

અલ્પસંખ્યકોની રક્ષાનો વાયદો કરી આવ્યા ઈમરાન
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન બનતા પહેલા ઈમરાન ખાને કેટલાય ચેનલોને આપેલ ઈન્ટર્વ્યૂમાં માન્યું હતું કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ધાર્મિક અલ્પસંખ્યકો ગાયબ થતા અને નિર્દયતાથી હત્યા કરવાની ઘટનાઓમાં સામેલ છે. તેમણે ત્યાં સુધી વચન આપ્યું કે જો તેઓ આ સિલસિલો તોડવામાં નિષફળ રહ્યા અને આરોપીને ન પકડી શક્યા તો પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે. પરંતુ સવાલ છે કે શું માત્ર એક મંદિરની યાત્રા કરવાથી અને કેટલાક હિન્દુઓ વચ્ચે ભાષણ આપવાથી તેમના માનવાધિકારનો ઉલ્લંઘન અટકી જશે. વિચારવા લાયક વાત તો એ છે કે પાકિસ્તાનની અંદર અલ્પસંખ્યકોની હાલત ઠીક કરવાને બદલે ઈમરાન ખાન આજકાલ ભારતમાં અલ્પસંખ્યકોને ભડકાવવામાં વધારે દિલચસ્પી લઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
