પાકિસ્તાની ટિકટોકર હરીમ શાહનો પ્રાઈવેટ વીડિયો લીક થયો, પહેલા પણ વિવાદોમાં ફસાઈ ચુકી છે
ભારત અને પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર બન્ને દેશોમાં છવાયેલા રહે છે. જો કે કેટલાક સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર વિવાદોને કારણે પણ ચર્ચામાં રહે છે. આમાનું એક નામ પાકિસ્તાની ટિક ટોકર હરીમ શાહનું છે. હરીમ શાહ પાકિસ્તાની ટિકટોક સ્ટાર છે અને તેના વિવાદોને કારણે તેને કોન્ટ્રોવર્સી ક્વિન બનીને રહે છે.

કોણ છે હરીમ શાહ?
પાકિસ્તાની ઈન્ફ્લૂએન્સર હરીમ શાહ તેના કાંડના કારણે ચર્ચામાં રહે છે. હવે તે તેના પ્રાઈવેટ વીડિયોને કારણે ચર્ચામાં આવી છે. હાલમાં જ તેનો એક પ્રાઈવેટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

પ્રાઈવેટ વીડિયો વીક થયો છે
હાલમાં જ લીક થયેલા આ વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર હંગામાનો માહોલ છે. હવે હરીમ શાહે આરોપ લગાવ્યો છે કે આ વીડિયો તેના મિત્ર સંદલ ખટ્ટક અને આયેશા નાઝે લીક કર્યા છે. આ વીડિયો કેટલાક સમય પહેલાનો છે, જ્યારે હરીમ આ બન્ને સાથે રહેતી હતી.

તેના જ મિત્રોએ વીડિયો લીક કર્યો હોવાનો આરોપ
હરીમ શાહે દાવો કર્યો છે કે, સંદલ ખટ્ટક અને આયેશા નાઝે તેને વીડિયો લીક કરવાની ધમકી આપી હતી. હરીમે આરોપ લગાવ્યો છે કે, બન્ને તેના લગ્નજીવનમાં સમસ્યાઓ ઉત્પન્ન કરવા માંગે છે.

હરીમ વિવાદોમાં ફસાતી રહે છે
જો કે આ પહેલી વખત નથી જ્યારે હરીમ શાહ વિવાદોમાં આવી હોય. આ પહેલા પણ તે ઘણા વિવાદોમાં ફસાઈ ચુકી છે. 22 ઓક્ટોબર 2019 ના રોજ તે પાકિસ્તાની વિદેશ કાર્યાલયનો ટિકટોક વીડિયો શેર કરતા વિવાદોમાં આવી હતી.

પાકિસ્તાનના પુર્વ ગૃહમંત્રી પર આરોપ લગાવ્યા હતા
આ સિવાય તેના પર પાકિસ્તાનના પુર્વ ગૃહમંત્રી રશીદ ખાન પર અશ્વીલ વાતચીત કરવાનો આરોપ લગાવ્યો હતો. આ વાતચીતનો ઓડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઓડિયોએ સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો હતો.

દુબઈમાં છેડતી થઈ હતી
વધુ એક વિવાદમાં હરીમ શાહ 2019માં દુબઈમાં ફસાઈ હતી. દુબઈના એક મોલની ઓપનિંગ સેરેમનીમાં હરિમ શાહ સાથે છેડતી થઈ હતી. જાન્યુઆરી 2021 માં તેણે અશ્લીલ વાતચીત માટે મુફ્તી કવિને થપ્પડ મારી દીધી હતી.












Click it and Unblock the Notifications
