ઇન્ડોનેશિયા: દરિયામાં પ્લેન થયું ક્રેશ, 100થી વધુ હતા સવાર

સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર ઉક્ત જાણકારી પ્રશાસને આપી છે. પરિવહન મંત્રાલયે હવાઇ પરિવહનના મહાનિદેશક હેરી બક્તી ગુમઇએ જણાવ્યું કે આ વિમાન વેસ્ટ જાવાના બાંડુંગથી બાલીની રાજધાની ડેનપાસર જઇ રહ્યું હતું અને તે ડેનપાસર હવાઇ મથકે લેન્ડીંગ કરતી વખતે દરિયામાં પડ્યું હતું. તેમણે કહ્યું કે, વિમાન તુટી ગયું છે અને તેને ખાલી કરવામાં આવી રહ્યું છે.
સ્થાનિક ચેનલોના અહેવાલ અનુસાર, કોઇ જાનહાનીના સમાચાર નથી, બાલી પોલીસ ચીફ એરિફ વાહ્યુનાદીએ જણાવ્યું કે, પેસેન્જર અને ક્રૂને પ્લેનમાંથી બહાર કાઢીને એરપોર્ટ ટર્મિનલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, પ્લેન ક્રેશ થવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ વાહ્યુનાદીએ જણાવ્યું છે કે આ પ્લેન બાન્દુંગ શહેરનું હતું અને બાલીમાં લેન્ડિંગ થવા જઇ રહ્યું હતું.












Click it and Unblock the Notifications
