For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક ભૂલને બની ગયો વિશ્વનો સૌથી ધનિક આદમી

By Super
|
Google Oneindia Gujarati News

dollar
કેવું થાય ત્યારે જ્યારે તમે એક સવારે બેડ પરથી ઉઠો અને ઓનલાઇન તમારું એકાઉન્ટ ચેક કરતા માલુમ પડે કે, એમા તો અરબો-ખરબો ડોલર આવી ગયા છે. હોશ ઉડી જશે ને! કંઇક આવું જ એક વ્યક્તિ સાથે થયું. અમેરિકામાં ઓનલાઇન મની ટ્રાન્સફર કરતી કંપની પેપલની ભૂલથી ડેલવેયરના ક્રિસ રેનૉલ્ડ્સના ખાતામાં 92 ક્વાડ્રિલિયન ડોલર ક્રેડિટ થઇ ગયા.

આ રકમ કેટલી મોટી છે, તેનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે, 1 ક્વાડ્રિલિયનમાં 1000 ટ્રિલિયન હોય છે અને એક 1 ટ્રિલિયનનો અર્થ 1 લાખ કરોડ થાય છે. થોડાક સમય માટે વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ બનનાર 56 વર્ષિય રેનૉલ્ડ્સ અનુસાર જ્યારે તેણે ગયા અઠવાડિયે પેપલ તરફથી ઇમેલમાં માસિક સ્ટેટમેન્ટ મળ્યું, તો તે હેરાન થઇ ગયો.

તેનું બેલેન્સ 92 ક્વાડ્રિલિયન થઇ ગયું હતું. એટલે કે વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ કાર્લોસ સ્લિમથી પણ અનેક ગણી ધનિક વ્યક્તિ થયો હતો. સ્લિમની મિલક્ત 73 અરબ ડોલર છે. રેનોલ્ડ્સે કહ્યું કે, પહેલા મને લાગ્યું કે મારે આટલી મોટી રકમ ચુકવવી પડશે. આ મારા માટે ઘણું આશ્ચર્યજનક હતું. તે દશ વર્ષથી પેપલનો ઉપયોગ કરી રહ્યો છે, પંરતુ તેણે મહિનામાં ક્યારેય 100 ડોલરથી વધુ કર્ચ કર્યા નથી.

English summary
Public relations man Chris Reynolds became a quadrillionaire after a PayPal error left him with a 17-figure account balance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X