For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારા સમયમાં જૈશની મદદથી પાકિસ્તાન ભારતમાં કરાવતું હતું બ્લાસ્ટઃ મુશર્રફ

જૈશની મદદથી આપણે ભારત પર હુમલા કરાવતાઃ પરવેઝ મુશર્રફ

|
Google Oneindia Gujarati News

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્પતિ જનરલ પરવેઝ મુશર્રફે એક સાક્ષાત્કારમાં સ્વીકાર્યું કે તેમના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાની સરકારના કહેવા પર જૈશ એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરે ભારતીય જમીન પર બોમ્બ બ્લાસ્ટ કરાવ્યા હતા. પાકિસ્તાન સ્થિત પત્રકાર નદીમ મલિકને આપેલા એક ઈન્ટર્વ્યૂમાં મુશર્રફે જૈશ એ મોહમ્મદ વિરુદ્ધ કરવામાં આવી રહેલ કાર્યવાહીનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે આ એ જ સંગઠન છે જેણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.

જૈશ એ મોહમ્મદે જ મારી હત્યાની કોશિશ કરી હતી

જૈશ એ મોહમ્મદે જ મારી હત્યાની કોશિશ કરી હતી

પરવેઝ મુશર્રફે કહ્યું કે આ એક સારી ચાલ છે. મેં હંમેશા કહ્યું કે જૈશ એ મોહમ્મદ એક આતંકી સંગઠન છે અને તેમણે મારી હત્યા કરવાની કોશિશમાં આત્મઘાતી હુમલો પણ કર્યો હતો. તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જઈએ. મને ખુશી છે કે સરકાર તેમની વિરુદ્ધ સખ્ત વલણ અપનાવી રહી છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2003માં ઝંડા ચીચીમાં જૈશ એ મોહમ્મદે પરવેઝ મુશર્રફના કાફલા પર ફિદાયીન હુમલો કર્યો હતો. જેમાં તેઓ માંડ માંડ બચ્યા હતા. આ ઘટનાને યાદ કરતા મુશર્રફે કહ્યું કે આ સૌભાગ્યની વાત છે કે તેઓ આ પ્રયાસમાં મૃત્યુ ન પામ્યા.

જૈશ વિરુદ્ધ કાર્યવાહી યોગ્ય પગલું

જૈશ વિરુદ્ધ કાર્યવાહી યોગ્ય પગલું

મુશર્રફે કહ્યું કે હુમલાવરે થોડી સેકન્ડ મોડું બટન દબાવ્યું અને ત્યાં સુધીમાં મેં પુલ પાર કરી લીધો હતો. મુશર્રફે કહ્યું કે જૈશ વિરુદ્ધ કાર્યવાહી એક યોગ્ય પગલું છે અને આ કાર્યવાહી પહેલા જ કરી લેવી જોઈતી હતી. જ્યારે ટીવી એન્કરે પરવેઝ મુશર્રફને પૂછ્યું કે જ્યારે તમે સત્તામાં હતા ત્યારે તમે તેમની વિરુદ્ધ કાર્યવાહી કેમ ન કરી એ સમયે તો તમે દેશમાં સૌથી પાવરફુલ હતા. તમારી સત્તામાં કમજોરી 2007 બાદ આપી?

અમે ભારતમાં બોમ્બ બ્લાસ્ટ કરાવી રહ્યા હતા

આ સવાલના જવાબમાં પરવેઝ મુશર્રફે કહ્યું કે મારી પાસે આ સવાલનો કોઈ જવાબ નથી. એ જમાનો હતો જ્યારે આમાં આપણા ઈન્ટેલિજેન્સ વાળા સામેલ હતા. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જૈસે કો તૈસા વાળું વલણ અપનાવવામાં આવી રહ્યું હતું. તેઓ પાકિ્સતાનમાં બોમ્બ બ્લાસ્ટ કરાવી રહ્યા હતા અને અમે ભારતમાં બોમ્બ બ્લાસ્ટ કરાવી રહ્યા હતા. તે જમાનામાં આ સિલસિલો ચાલતો રહેતો હતો. તે એ સિલસિલામાં તેમણે કોઈ કાર્યવાહી ન કરી તો મેં પણ તેમના પર કોઈ દબાણ ન નાખ્યું.

પાકિસ્તાની સેનાએ બદલ્યું નિવેદન, કહ્યું અમારી પાસે નથી મસૂદ અઝહર પાકિસ્તાની સેનાએ બદલ્યું નિવેદન, કહ્યું અમારી પાસે નથી મસૂદ અઝહર

English summary
Pervez Musharraf says pakistan used JeM for bomb blasts in India during my tenure
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X