• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મરહબા મોદી: યુએઇની ધરતી પર મોદી પાક.ને કહ્યું હવે તો સુધર

|

સોમવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઇના આંતરાષ્ટ્રિય ક્રિકેટ સ્ટેડિયમમાં 50 હજાર ભારતીયોને સંબોધિત કર્યા. દુબઇની ધરતી પર મોદી મોદીના નારા ગૂંજી ઉઠ્યા. તેવું પહેલી વાર બન્યું કે યુએઇએ કોઇ અન્ય દેશના વડાને તેની ધરતી પર આટલું મોટી સંખ્યામાં આયોજન કરવા માટે અનુમતિ આપી. ત્યારે નરેન્દ્ર મોદીના આ "મરહબા મોદી" નામના ખાસ કાર્યક્રમ પહેલા યુએઇ અને ભારત એક સાથે એક જોઇન્ટ સ્ટેટમેન્ટ આપ્યું. જેમાં તેમણે આતંકવાદ વિરુદ્ધ સાથે મળીને લડવા માટે પ્રતિબદ્ધતા બતાવી.

ત્યારે મરહબા મોદી નામના કાર્યક્રમમાં મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર મોદીએ કહ્યું કે ભારત અને યુએઇની એકતા અન્ય લોકો માટે સંદેશ છે. સમજનાર આ વાત સમજી જાય" વધુ મોદીએ કહ્યું કે ગુડ તાલિબાન બેડ તાલિબાન, સારો આતંકવાદ ખરાબ આતંકવાદ જેવું હવે નહીં ચાલે. આતંકવાદમાં વિશ્વાસ કરનાર લોકો હવે નક્કી કરી લે કે તેમને માનવતામાં વિશ્વાસ રાખવો છે કે વિનાશમાં.

ત્યારે પોતાના આ એક કલાકના ભાષણમાં મોદીએ કહ્યું કે તેમની આ મુલાકાતથી બન્ને દેશોના સંબંધ સુધર્યા છે. સાથે જ મોદીએ કહ્યું કે યુએઇના પ્રિન્સે ભારતમાં 4.5 લાખ કરોડનું રોકાણ કરવાનું વિચાર્યું છે. જે તેમના સંબંધોને વધુ સુગમ બનાવશે. ત્યારે ન્યૂયોર્ક અને મેડિસન સ્કેવર્યની યાદ તાજી કરાવનાર આ કાર્યક્રમમાં મોદીએ કયા કયા મુદ્દાઓને આવર્યા અને સાથે જ કેવો રહ્યો આ સમગ્ર કાર્યક્રમ તેની કેટલીક ખાસ તસવીરો જુઓ અહીં...

મરહબા મોદી

મરહબા મોદી

મોદીએ તેમના ભાષણની શરૂઆતમાં કહ્યું કે તમે પર્યાવરણની પરાકાષ્ઠા સહન કરીને પણ ભારતના ગૌરવ માટે વિચાર્યું છે.

મરહબા મોદી

મરહબા મોદી

17મી ઓગસ્ટે કેરળના નવ વર્ષ પર મોદીએ દુબઇમાં મોટી સંખ્યામાં હાજર કેરળવાસીઓને શુભેચ્છા પાઠવી.

મરહબા મોદી

મરહબા મોદી

દુબઇ હવે મીની ઇન્ડિયા નથી રહ્યું તે હવે મીની વર્લ્ડ બન્યું છે.

મરહબા મોદી

મરહબા મોદી

ક્રાઉન પ્રિન્સના પાંચેય ભાઇઓ મને રિસીવ કરવા આવ્યા જે પ્રેમ અને સન્માન આપ્યું તે ખાલી મારા એકલાનું નથી તે 125 કરોડ ભારતીયોનું સન્માન છે.

મરહબા મોદી

મરહબા મોદી

સમગ્ર દુનિયા જ્યાં ધર્મના નામે લડાય છે ત્યાં અબુધાબીના પ્રિન્સે અહીં મંદિર બનાવવા માટે જગ્યા આપવાની વાત કરી.

મરહબા મોદી

મરહબા મોદી

મોદીએ લોકોને ક્રાઉન પ્રિન્સેને આ માટે અભિનંદન પાઠવવા માટે લોકોને સ્ટેન્ડિંગ ઓબેશન આપવાની વાત કરી.

મરહબા મોદી

મરહબા મોદી

તો સ્ટેડિયમમાં હાજર લોકોએ પણ મોદીની સાથે મળીને યુએઇના ક્રાઉન પ્રિન્સનો આ માટે આભાર માન્યો.

મરહબા મોદી

મરહબા મોદી

યુએઇએ ભારતને યુનાઇટેડ નેશન્સનું કાયમી સભ્યપદ આપવા માટે સમર્થન આપ્યું.

મરહબા મોદી

મરહબા મોદી

તમે ભારત એક રોકણ કરવા માટેના દેશની જેમ ના જુઓ. ભારત એક પાવર છે.

મરહબા મોદી

મરહબા મોદી

ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં છેલ્લા એક વર્ષમાં 48 ટકાની વુદ્ધિ થઇ છે.

મરહબા મોદી

મરહબા મોદી

વિદેશમાં વિવિધ કાયદાકીય સંકટોમાં ફસાયેલા ભારતીય નાગરિકોની મદદ માટે ખાસ ભંડોળની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

મરહબા મોદી

મરહબા મોદી

વિશ્વમાં તમે ભલે ક્યાં પણ રહો પણ તમે ભારત સાથે હંમેશા જોડાયેલા રહેશો.

મોદી કહ્યું દુબઇને બાય બાય

મોદી કહ્યું દુબઇને બાય બાય

ત્યારે સોમવાર મોડી રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઇની રવાના થયા. ત્યારે તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે તેમને આ મુલાકાત પાથબ્રેકિંગ રહી હતી.

English summary
Prime Minister Narendra Modi is going to address Indian community on the second day of his UAE visit. More than 50,000 people are expected to attend the ceremony 'Marhaba NaMo' organised for him in Dubai on Monday. Huge LCD screens, video walls, and augmented reality screens have also been installed inside
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more