For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી ઉપડ્યા કતાર ભણી, અફધાનિસ્તાન પ્રવાસની તસવીરો

|
Google Oneindia Gujarati News

શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પાંચ દેશોના વિદેશ પ્રવાસ અંતર્ગત અફધાનિસ્તાન પહોંચ્યા હતા. જે બાદ હવે તે કતાર જશે. ત્યારે તેમના અફધાનિસ્તાન પ્રવાસ દરમિયાન તેમણે હેરાત પ્રાંતમાં ભારતની મદદથી બનેલા સલમા બંધનું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે જ અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ અશરફ ગનીના હસ્તે અફધાનિસ્તાનના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ આમિર અમાનુલ્લાહ ખાન પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા.

આ વિદેશ પ્રવાસ દરમિયાન પીએમ મોદી કહ્યું કે સલમા બંધ દ્વારા અફધાનિસ્તાનના લોકોના ઘરને રોશન કરવાનું કામ કરવામાં આવ્યું છે. તેમણે આ સાથે અફધાનિસ્તાનની સીમામાં થઇ રહેલા આંતકવાદની વાત પણ કરી. અને ઇરાન સાથે થયેલા ચાહબહાર ડિલને પણ અફધાનિસ્તાન માટે મહત્વનો ગણાવ્યો ત્યારે મોદીના આ અફધાનિસ્તાન પ્રવાસની તસવીરો જુઓ અહીં...

મોદી ઉપડ્યા કતાર ભણી

મોદી ઉપડ્યા કતાર ભણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પાંચ દિવસના વિદેશ પ્રવાસ અંતર્ગત અફધાનિસ્તાનનો તેમના પ્રવાસ પતાવીને કતાર જવા અફધાનિસ્તાનથી પ્રસ્થાન કરી ચૂક્યા છે. ત્યારે કતાર જતા પહેલા અફધાનિસ્તાનના એરપોર્ટ પર મોદીની આ તસવીર.

મોદી ભારતીય જવાનો સાથે

મોદી ભારતીય જવાનો સાથે

હેરાતમાં વડાપ્રધાને ભારતીય દૂતાવાસમાં કામ કરી રહેલા સુરક્ષાકર્મી સાથે મુલાકાત કરી હતી. નોંધનીય છે કે મોદીએ આ પ્રવાસ અફધાનિસ્તાન અને ભારતીય દૂતાવાસમાં કામ કરતા જવાનોના ભરપૂર વખાણ કર્યા હતા જેમણે અહીં થયેલા બોમ્બ બ્લાસ્ટ દરમિયાન અભૂતપૂર્વ સહાસ અને સમજદારી બતાવી હતી મોટું નુક્શાન થતું ટાળ્યું હતું.

પુરસ્કારની સન્માનિત

પુરસ્કારની સન્માનિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ અશરફ ગનીના હસ્તે અફધાનિસ્તાનના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ આમિર અમાનુલ્લાહ ખાન પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

સલમા ડેમ

સલમા ડેમ

અંદાજે 1437 કરોડના ખર્ચે ભારત દ્વારા તૈયાર કરવામાં આવેલ સલમા ડેમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ધાટન કર્યું હતું.

મોદીનું સંબોધન

મોદીનું સંબોધન

સલામા ડેમ જેને ફેન્ડશીપ ડેમનું ઉપનામ આપવામાં આવ્યું છે તેનું ઉદ્ધાટન કરતા પીએમ મોદી કહ્યું કે સલમા બંધ દ્વારા અફધાનિસ્તાનના લોકોના ઘરને રોશન થશે. વધુમાં તેમણે કહ્યું કે ભારત અને અફધાનિસ્તાન સાથે મળીને અહીં સ્કૂલ, હોસ્પિટલ અને સિંચાઇની સુવિધાઓનો વિકાસ કરશે.

મિત્રતાનો નવો અધ્યાય

મિત્રતાનો નવો અધ્યાય

ત્યારે મોદી અને અફધાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ધાની કંઇક આ રીતે એકબીજાને મળ્યા હતા. અશરફ ગાનીએ આ અંગે ટ્વિટ કરીને મોદીને પ્રિય મિત્ર તરીકે સંબોધીને આવકાર્ય હતા.

અફધાનિસ્તાનના લોકો

અફધાનિસ્તાનના લોકો

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ અશરફે અહીંના લોકો સાથે પણ મુલાકાત કરી ફોટા પડાવ્યા હતા. મોદીએ અફધાનિસ્તાનના લોકોને રમઝાનના પવિત્ર માહની શુભકામના પણ પાઠવી હતી. સાથે જ તેમના ભાષણમાં મોઇનઉદ્દીન ચિશ્તી અને સૂફી કવી જામીને યાદ કર્યા હતા.

બાળકો દ્વારા સ્વાગત

બાળકો દ્વારા સ્વાગત

ત્યારે સલમા ડેમના ઉદ્ધાટન પહેલા અફધાની બાળકો સાથે પણ બન્ને નેતાઓએ થોડા સમય પસાર કર્યો હતો.

એરપોર્ટ પર સ્વાગત

એરપોર્ટ પર સ્વાગત

અફધાનિસ્તાનના એરપોર્ટ પર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત અફધાની બાળકોએ તેમના પરંપરાગત વેશભૂષા સાથે કર્યું હતું.

વિદેશ પ્રવાસ

વિદેશ પ્રવાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ પાંચ દિવસમાં પાંચ દેશોના વિદેશ પ્રવાસ પર છે જેમાં તે અફધાનિસ્તાન પછી કતાર, સ્વિટર્ઝલેન્ડ, અમેરિકા અને મેક્સિકોની મુલાકાત લેશે.

English summary
PM Narendra Modi in Afghanistan inaugurates Salma Dam in Herat province. PM Modi says this dam will light up the homes of Afghanistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X