For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુઓ: ફેસબુક મુખ્યાલય પર માઁને યાદ કરીને મોદીની આંખમાં આંસુ

|
Google Oneindia Gujarati News

સૌ કોઇની આશા હતી તે મુજબ જ પીએમ મોદી અને માર્ક ઝુકરબર્ગની મુલાકાત અદભૂત રહી છે. ફેસબુક મુખ્યાલય પર ફેસબુક ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગના તમામ સવાલોના તેમણે ઘણી જ તલ્લીનતા અને શાંતિથી જવાબ આપ્યા હતા. માર્કે પણ પીએમ મોદી સાથે વાતચીત કરવા માટે સવાલોનું મસમોટું લીસ્ટ તૈયાર કરીને રાખ્યું હતુ. અને માર્કના તમામ સવાલોના જવાબ આપતી વખતે મોદીની મુખમુદ્રા ઘણી જ પ્રસન્ન જોઇ શકાતી હતી.

ડિઝીટલ ઇન્ડીયાની વાત કરતા કરતા મોદીએ એક સવાલના જવાબમાં માર્કને જણાવ્યું હતુ કે દેશના વિકાસ માટે જેટલા હાઇ-વેની જરૂર છે, તેટલી જ આઇ-વેની પણ જરૂર છે. આજે દુનિયા ઇન્ટરનેટના માધ્યમથી ઘણી નાની થઇ રહી છે. જો કે આ દરમ્યાન પીએમ મોદીએ અનેક મુદ્દે વાતચીત કરી હતી.

માર્કના સવાલોનો દોર ચાલુ જ હતો પણ જ્યારે માર્કે પીએમ મોદીના જીવનમાં માતાના યોગદાનની વાત કરી ત્યારે પીએમ મોદી ઘણાં ભાવુક થઇ ગયા, ગળું ભરાઇ ગયુ અને આંસુ સરી પડ્યા.

પીએમ મોદી-માર્ક ઝુકરબર્ગની મુલાકાત

પીએમ મોદી-માર્ક ઝુકરબર્ગની મુલાકાત

પીએમ મોદી અને ફેસુબક ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગની મુલાકાતને લઇને ઘણી ઉત્સુક્તા હતી. જેવી આશા હતી આ બંનેની મુલાકાત ઘણી અદભૂત અને દુરંદેશી રહી હતી.

માર્ક ઝુકરબર્ગ પાસે સવાલોનું લીસ્ટ

માર્ક ઝુકરબર્ગ પાસે સવાલોનું લીસ્ટ

આ મુલાકાત દરમ્યાન એક નાની પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં માર્ક ઝુકરબર્ગે નરેન્દ્ર મોદીને પૂછવા માટે સવાલોનું એક લીસ્ટ તૈયાર કર્યું હતુ. માર્ક ઝુકરબર્ગે મોદીને અનેક મુદ્દે સવાલો કર્યા હતા.

હાઈવે-આઇવે

હાઈવે-આઇવે

ડિઝીટલ ઇન્ડિયાની વાત કરતા મોદીએ જણાવ્યું હતુ કે દેશના વિકાસ માટે જેટલા હાઇવેની જરૂર છે તેટલા જ આઇવેની પણ જરૂર છે.

દુનિયા થઇ નાની

દુનિયા થઇ નાની

મોદીએ જણાવ્યુ હતુ કે દુનિયા ઇન્ટરનેટના માધ્યમથી નાની થઇ રહી છે. મોદીએ કહ્યું કે ભારતમાં બે વસ્તુઓ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. એક આધારભૂત સ્ટ્રક્ચર, અને બીજુ ડિઝીટલ સ્ટ્રક્ચર. આ કારણે જ પાછલા સો દિવસોમાં અમે આ બે બિંદુઓ પર કામ કરવાની કોશિષ કરી છે.

માઁ અંગેનો સવાલ

માઁ અંગેનો સવાલ

ફેસબુકના કો-ફાઉન્ડર ઝુકરબર્ગે જ્યારે વડાપ્રધાનને જીવનમાં તેમની માતાના યોગદાન અંગે સવાલ કર્યો ત્યારે વડાપ્રધાન મોદી ઘણાં ભાવુક થઇ ગયા હતા. તેમના અવાજમાં ડુમો ભરાઇ ગયો હતો. અને તેઓ રડવા લાગ્યા હતા.

 માઁના યોગદાન અંગે કરી વાત

માઁના યોગદાન અંગે કરી વાત

ભરાયેલા અવાજ સાથે મોદીએ જીવનમાં તેમની માતાના યોગદાન અંગે વિસ્તારથી વાત કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે મારા માતાની ઉંમર 90 વર્ષથી વધુ છે. આજે પણ તેઓ પોતાના બધા કામ જાતે જ કરે છે. અમે નાના હતા ત્યારે ઘરનું ગુજરાન ચલાવવા માટે તેમણે ઘણી મહેનત કરી છે. આટલું કહેતાં જ તેમનું ગળું ભરાઈ ગઇ હતુ.

દુનિયાની તમામ માતાને વંદન

દુનિયાની તમામ માતાને વંદન

તેમણે જણાવ્યું કે મારી માતાના કર્મોના કારણે આજે હું અહીં પહોંચ્યો છું. આ વાર્તાલાપ દરમ્યાન હોલમાં માર્કના માતા પિતા પણ હાજર હતા. તેમણે તેમની માતા, માર્ક ઝુકરબર્ગની માતા અને વિશ્વની તમામ માતાને વંદન કર્યા હતા.

મુલાકાત પહેલા માર્કે બદલ્યો પ્રોફાઇલ ફોટો

મુલાકાત પહેલા માર્કે બદલ્યો પ્રોફાઇલ ફોટો

તમને જણાવી દઇકે પીએમ ફેસબુક મુખ્યાલય પહોંચે તે પહેલા જ માર્ક ઝુકરબર્ગે ફેસબુક પર પોતાની પ્રોફાઇલ પીક્ચર બદલી હતી. જેમા ત્રિરંગાની અંદર માર્કની ફોટો હતી. અને આમ તેમણે પણ ડિઝીટલ ઇન્ડિયાનું સમર્થન કર્યું હતું.

English summary
It was Mark Zuckerberg's question to Prime Minister Narendra Modi asking him about the role of his mother that got him emotional.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X