For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UAEના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઑર્ડર ઑફ જાયદ'થી પીએમ મોદી સન્માનિત, પાકિસ્તાનને મરચાં લાગશે

UAEના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઑર્ડર ઑફ જાયદ'થી પીએમ મોદી સન્માનિત, પાકિસ્તાનને મરચાં લાગશે

|
Google Oneindia Gujarati News

આબુ ધાબીઃ શનિવારે યૂનાઈટેડ અરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં પીએમ મોદીને દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ઑર્ડર ઑફ જાયદથી સન્માનિત કરવામાં આવ્યા. અબુ ધાબીના ક્રાઉન પ્રિંસ શેખ મોહમ્મદ બિન જાયદ તરફથી પીએમ મોદીને આ સન્માનથી નવાજવામાં આવ્યા છે. યૂએઈ તરફથી પીએમ મોદીને જે સન્માન આપવામાં આવ્યું છે તે એવા આંતરરાષ્ટ્રીય નેતાઓને આપવામાં આવે છે જેમણે દેશના સંબંધોને મજબૂત કરવાની દિશામાં કામ કર્યું છે.

એપ્રિલમાં થયું હતું એલાન

એપ્રિલમાં થયું હતું એલાન

એપ્રિલમાં ખુદ પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદે પોતાના નિવેદનમાં આ વાતનું એલાન કર્યું હતું. ક્રાઉન પ્રિન્સે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, 'એક આંતરરાષ્ટ્રીય નેતા તરીકે પીએમ મોદીએ યૂએઈ સાથે સંબંધોને નવી દિશા આપી છે અને આજે ભારતના સંબંધ સમગ્ર ઈસ્લામિક દુનિયા સાથે ઘણા સારા છે.' પાંચ ઓગસ્ટે જ્યારે જમ્મુ-કાશ્મીરથી સરકારે આર્ટિકલ 370 હટાવવાનો ફેસલો કર્યો હતો તે સમયે યૂએઈએ પાકિસ્તાનને ઝાટકો આપતા ભારતના ફેસલાને પોતાનું સમર્થન આપ્યું હતું.

પીએમ મોદીને સન્માન કેમ મળ્યું?

પીએમ મોદીને સન્માન કેમ મળ્યું?

ક્રાઉન પ્રિન્સ જાયદ જે યૂએઈ સેનાઓના ડેપ્યૂટી કમાન્ડર પણ છે, તેમણે ટ્વીટ કરીને આ વિશે જાણકારી પણ આપી. જાયદે પોતાના ટ્વીટમાં લખ્યું કે, 'ભારત સાથે અમારા વિસ્તૃત રણનૈતિક સંબંધ છે, જેમાં મારા પ્રિય મિત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઘણું યોગદાન છે, જેમણે આ સંબંધોને નવી દિશા આપી છે તેમના પ્રયત્નોના વખાણ કર્યાં યૂએઈના પ્રેસીડેન્ટ તેમને જાયદ મેડલ આપે છે.' આ અગાઉ પીએમ મોદીએ ક્રાઉન પ્રિન્સ સાથે ખાસ મુલાકાત કરી અને દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને આંતરિક હિતોના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી.

પીએમ મોદી પહેલા કોને મળ્યો આ અવોર્ડ

પીએમ મોદી પહેલા કોને મળ્યો આ અવોર્ડ

મોદી પહેલા આ પુરસ્કાર રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમિર પુતિન, પૂર્વ અમેરિકી પ્રેસિડેન્ટ જ્યોર્જ ડબલ્યૂ બુશ, ફ્રાન્સના પૂર્વ પ્રેસિડેન્ટ નિકોલસ સરકોજી અને જર્મનના ચાંસેલર એંજેલા માર્કેલને આપવામાં આવેલ છે. પીએમ મોદી યૂએઈથી બહરીન જશે અને ત્યાં તેઓ કિંગ શેખ હમાદ બિન ઈસા અલ ખલીફા સાથે મુલાકાત કરસે. બહરીન પ્રવાસ પર પીએમ મોદી શ્રીનાથજી મંદિરના પુનર્વિકાસની શરૂઆત પણ જોશે. આ મંદિર ખાડી ક્ષેત્રમાં સ્થિત સૌથી જૂનું મંદિર છે.

હવે બહરીન અને ફ્રાન્સથી વાપસી થશે

હવે બહરીન અને ફ્રાન્સથી વાપસી થશે

બહરીનથી પીએમ મોદી ફ્રાન્સ રવાના થઈ જશે અને અહીં પર તેઓ જી-7 સમિટમાં ભાગ લેશે. પીએમ મોદીનો બહરીન પ્રવાસ અનેક રીતે મહત્વનો છે પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે કોઈ ભારતીય પીએમ પહેલીવાર બહરીનનો પ્રવાસ કરશે.

<strong>જેટલીના નિધનથી રાજનૈતિક જગતમાં દુઃખની લહેર, ભાવુક થયા સીએમ રૂપાણી</strong>જેટલીના નિધનથી રાજનૈતિક જગતમાં દુઃખની લહેર, ભાવુક થયા સીએમ રૂપાણી

English summary
PM modi honored by UAE's highest civilian honor order of zayed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X