For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UNGAમાં પીએમ મોદીની 17 મિનિટ અને પાકિસ્તાનનુ નામ સુદ્ધા નહિ, સંપૂર્ણપણે ભારતે કર્યુ અળગુ

રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે યુનાઈટેડ નેશન્સ જનરલ અસેમ્બલી (UNGA)માં પોતાનુ બીજુ સંબોધન આપ્યુ.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે યુનાઈટેડ નેશન્સ જનરલ અસેમ્બલી (UNGA)માં પોતાનુ બીજુ સંબોધન આપ્યુ. 17 મિનિટની આ સંબોધનમાં પ્રધાનમંત્રીએ દેશના વિકાસનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ એ મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો જે દુનિયાભર સાથે જોડાયેલા છે. તેમણે આતંકવાદનો ઉલ્લેખ પણ કર્યો પરંતુ જે વાતને તેમના ભાષણે ખાસ બનાવી દીધી તે હતી પાકિસ્તાનનું નામ સુદ્ધા ન લેવુ. પીએમ મોદીએ પોતાના ભાષણમાં એક વાર પણ પાકનો ઉલ્લેખ નહોતો કર્યો. આમ કરીને તેમણે એક નવી રીતને જન્મ આપ્યો છે જે અત્યાર સુધી કોઈ ભારતીય પીએમે નથી ચલાવી. અત્યાર સુધી યુનાઈટેડ નેશન્સમાં પાકિસ્તાનનો ઉલ્લેખ આતંકવાદ સાથએ જ થતો હતો પરંતુ આ વખતે એવુ નથી થયુ.

modi unga

20 વર્ષોમાં પહેલો મોકો

20 વર્ષોના ઈતિહાસ પર જો નજર નાખીઓ તો ક્યારેક કારગિલની જંગ તો ક્યારેક કાશ્મીરમાં સીમા પારથી ચાલી રહેલ આતંકવાદના બહાને પાકનુ નામ ભારત તરફથી લેવામાં આવ્યુ. પીએમ મોદીની સ્પીચ આ વખતે અલગ હશે એ વાતની સંભાવના પહેલેથી હતી પરંતુ આ વખતે તેમનુ સંબોધન અનોખુ હશે એ વાત વિશે બહુ ઓછા લોકોને અંદાજો હતો. વર્ષ 2010માં 10 વાર પાકનો ઉલ્લેખ થયો. વર્ષ 2011માં એક વાર, વર્ષ 2013માં પાંચ વાર, વર્ષ 2014માં પાંચ વાર તેનો ઉલ્લેખ થયો તો છેલ્લા ચાર વર્ષોમાં યુએનજીએના સંબોધનમાં ક્રમશઃ ત્રણ, છ, 15 અને 12 વખત પાકિસ્તાનનો ઉલ્લેખ થયો. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં આતંકવાદને દુનિયા માટે સૌથી મોટો પડકાર ગણાવ્યો.

ઈમરાનના સંબોધન માટે પણ ન રોકાયા

પોતાનુ સંબોધન ખતમ કર્યા બાદ પીએમ મોદી હોટલ માટે રવાના થઈ ગયા. તે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનનુ પહેલુ સંબોધન સાંભળવા માટે ન રોકાયા. ગુરુવારે પીએમ મોદીએ પોતાના બધા નક્કી કાર્યક્રમો પૂરા કરીને ઉંગાના સંબોધનની તૈયારી કરી. સૂત્રોની માનીએ તો જ્યાં સુધી પીએમ મોદી પોતે આ અંગે કોન્ફિડન્ટ ન થયા ત્યાં સુધી તેને વારંવાર લખવામાં આવ્યુ. અધિકારીઓ તરફથી પહેલા જ આ વાતની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી કે પીએમ મોદીની સ્પીચમાં પાકિસ્તાન કે પછી મતભેદોનો ઉલ્લેખ નહિ થાય પરંતુ મોદી આતંકવાદની ચર્ચા કરશે જો કે એ પણ તેમના સંબોધનનુ કેન્દ્ર નહિ હોય.

આ પણ વાંચોઃ મોદી બોલ્યા- અમે દુનિયાને યુદ્ધ નહિ બુદ્ધ આપનાર દેશઆ પણ વાંચોઃ મોદી બોલ્યા- અમે દુનિયાને યુદ્ધ નહિ બુદ્ધ આપનાર દેશ

English summary
PM Modi snubbed Pakistan in a classical manner did not mention Pakistan even for once.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X