યુક્રેન સંકટ પર ભારતની લઈશુ સલાહઃ અમેરિકા
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને યુક્રેન સંકટ પર ભારતની સલાહ લેવાની વાત કહી છે.
વૉશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને યુક્રેન સંકટ પર ભારતની સલાહ લેવાની વાત કહી છે. બાઈડેને કહ્યુ કે જે રીતે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે ત્યારબાદ અમે ભારત પાસે યુક્રેન સંકટ વિશે સલાહ લઈશુ. ગુરુવારે મીડિયા સાથે વાત કરીને વ્લાદિમિર પુતિને કહ્યુ કે પડોશી દેશમાંથી વધી રહેલા પડકારોને કારણે અમે યુક્રેનમાં ઑપરેશન શરુ કર્યુ છે. આ સાથે જ પુતિને ચેતવણી આપી છે કે જો કોઈ આ મુદ્દે હસ્તક્ષેપ કરશે તો રશિયન સેના તરફથી તેના ગંભીર પરિણામ જોવા મળશે.

પત્રકારો સાથે વાત કરીને બાઈડેને કહ્યુ કે અમે ભારત સાથે આ મુદ્દે ચર્ચા કરવા જઈ રહ્યા છે. અમે આ મુદ્દાને સંપૂર્ણપણે ઉકેલ્યો નથી. વાસ્તવમાં, બાઈડેનને એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું ભારત આ મુદ્દે અમેરિકા સાથે છે. નોંધનીય વાત છે કે યુક્રેનના મુદ્દે ભારત અને અમેરિકાનુ વલણ એક જેવુ નથી. ભારતને રશિયા સાથે ઘણી જૂની દોસ્તી છે. જ્યારે અમેરિકાની વાત કરીએ તો ભારત અને અમેરિકા વચ્ચે આપણે રણનીતિક સંબંધ છે.
માનવામાં આવી રહ્યુ છે કે બાઈડેન પ્રશાસને ભારતનો સંપર્ક કર્યો છે. વ્હાઈટ હાઉસ, વિદેશ મંત્રાલય, એનએસએ સ્તરે અમેરિકાએ ભારતનો સંપર્ક કર્યો છે અને યુક્રેન મુદ્દે ભારતનુ સમર્થન માંગ્યુ છે. રિપોર્ટની માનીએ તો અમેરિકી અધિકારી ભારતના વલણથી ખુશ નથી. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હજુ સુધી આ મુદ્દે રણનીતિક સ્વતંત્રતાનો રસ્તો પસંદ કર્યો છે.
આ પહેલા પીએમ મોદીએ વ્લાદિમિર પુતિન સાથે ફોન પર વાત કરી. આ દરમિયાન પીએમ મોદીએ રશિયા અને નાટો વચ્ચે તણાવને વાતચીત દ્વારા ઉકેલવા પર જોર આપ્યુ. પ્રધાનમંત્રીએ તત્કાલ પ્રભાવથી યુદ્ધ વિરામની અપીલ કરી. બધા પક્ષો પાસે કૂટનીતિક રસ્તાઓ દ્વારા મુદ્દાઓને ઉકેલવા માટે કહ્યુ. તમને જણાવી દઈએ કે ગુરુવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને યુક્રેનમાં સૈન્ય ઑપરેશનનુ એલાન કર્યુ હતુ. ત્યારબાદ રશિયાની સેનાએ યુક્રેન પર હુમલો કરી દીધો. અત્યાર સુધીમાં આ હુમલામાં 137 લોકો માર્યા ગયાના સમાચાર છે.












Click it and Unblock the Notifications
