For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિયોલઃ પીએમ મોદી દક્ષિણ કોરિયાના શાંતિ પુરસ્કારથી સમ્માનિત 14માં વ્યક્તિ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં છે. અહીં તેમને શુક્રવારે સિયોલ શાંતિ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં છે. અહીં તેમને શુક્રવારે સિયોલ શાંતિ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે. પીએમ મોદીને વર્ષ 2018માં કરાયેલા તેમના શાંતિના પ્રયાસોના કારણે આ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે. તેમને આ પુરસ્કાર ભારતની આર્થિક પ્રગતિમાં યોગદાન અને દુનિયાને મોદીનૉમિક્સ દ્વારા બદલવાની કોશિશોના કારણે આપવામાં આવ્યો. પીએમ મોદી આ પુરસ્કાર મેળવનાર 14માં વ્યક્તિ છે.

નાગરિકોને સમર્પિત કર્યો પુરસ્કાર

નાગરિકોને સમર્પિત કર્યો પુરસ્કાર

પીએમ મોદીએ તેમના આ પુરસ્કારથી સમ્માનિત કરવા માટે દક્ષિણ કોરિયાનો આભાર વ્યક્ત કર્યો. આ સાથે તેમણે આ પુરસ્કારને ભારતના નાગરિકોને સમર્પિત કર્યો. તેમણે કહ્યુ કે આ એવોર્ડ સાથે ભારતનો ‘વસુધૈવ કુટુંબકમ' નો સંદેશ દુનિયામાં પહોંચ્યો છે. ઓક્ટોબરમાં દક્ષિણ કોરિયા તરફથી તેમને આ પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી હતી. તે સમયે ભારતના વિદેશ મંત્રાલય તરફથઈ જણાવવામાં આવ્યુ હતુ કે દુનિયાની શાંતિ, માનવ વિકાસ અને ભારતમાં લોકતંત્ર માટે પીએમ મોદીના યોગદાનને જોતા જ તેમને આ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી રહ્યા છે. જે સમયે આ પુરસ્કાર આપવાનું એલાન થયુ તે પહેલા જ પીએમ મોદીને યુનાઈટેડ નેશન્સ તરફથી ‘ચેમ્પિયન્સ ઑફ અર્થ' તરફથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

કેમ મળ્યો પીએમ મોદીને પુરસ્કાર

કેમ મળ્યો પીએમ મોદીને પુરસ્કાર

ભારત સરકાર મુજબ, ‘સિયોલ શાંતિ પુરસ્કાર સમિતિએ વર્ષ 2018નો પુરસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવાનો નિર્ણય કર્યો છે. સમિતિએ આંતરરાષ્ટ્રીય સહયોગ, વૈશ્વિક આર્થિક વિકાસને આગળ વધારવા અને ભારતમાં માનવ વિકાસને આર્થિક પ્રગતિ દ્વારા આગળ વધારવા અને ભ્રષ્ટાચારના વિરોધમાં લડાઈ સાથે સામાજિક એકતા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્પણને ઓળખ્યુ છે.' એવોર્ડ કમિટિએ પીએમ મોદીના એ યોગદાનને ઓળખ્યુ છે જે તેમણે ભારતીય અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને વધારવામાં આપ્યુ છે. કમિટિએ આર્થિક અને સામાજિક ભેદભાવને દૂર કરવા માટે ‘મોદીનૉમિક્સ' ને શ્રેય આપ્યો છે. કમિટિએ ભ્રષ્ટાચારના વિરોધમાં ચલાવેલી પીએમ મોદીની મુહિમ અને ડીમોનિટાઈઝેશન જેવા ઉપાયો પર પણ ધ્યાન આપ્યુ છે.

શાંતિના પ્રયાસ પણ પ્રશંસનીય

શાંતિના પ્રયાસ પણ પ્રશંસનીય

કમિટિ તરફથી મોદીના સ્થાનિક અને વૈશ્વિક શાંતિ માટે કરવામાં આવેલા પ્રયાસોની પણ પ્રશંસા કરવામાં સઆવી છે. વિદેશ નીતિમાં દુનિયાભરના દેશો સાથે એક પ્રગતિશીલ વિચાર માટે ‘મોદી ડૉક્ટ્રાઈન' ‘એક્ટ ઈસ્ટ પૉલિસી'ના શાંતિ લાવવાના મોદીના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી છે. પીએમ મોદીએ આ પુરસ્કારને સ્વીકાર્યો છે. તેમણે આ સમ્માનથી સમ્માનિત કરવા માટે કોરિયાઈ ગણતંત્રનો આભાર વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રાલય મુજબ પીએમ મોદીએ કોરિયાઈ ગણતંત્ર સાથે ભારતની ગાઢ થતી ભાગીદારીને પુરસ્કાર માટે જવાબદાર ગણાવી છે.

વર્ષ 1990થી થઈ પુરસ્કારની શરૂઆત

વર્ષ 1990થી થઈ પુરસ્કારની શરૂઆત

સિયોલ શાંતિ પુરસ્કારની શરૂઆત વર્ષ 1990માં થઈ હતી. તે સમયે સિયોલમાં 24મી ઓલિમ્પિક રમતોનું આયોજન થયુ હતુ. આ રમતોના સમાપન પર પુરસ્કારની શરૂઆત કરવામાં આવી. આ ઓલિમ્પિકમાં દુનિયાભરના 160 દેશોએ ભાગ લીધો હતો. આ પુરસ્કાર આપવાનો હેતુ કોરિયાઈ ગણતંત્રના નાગરિકોમાં રહેલી શાંતિની ભાવનાથી દુનિયાને રૂબરૂ કરાવવાનો હતો. પીએમ મોદીથી પહેલા આ પુરસ્કાર યુએનના પૂર્વ પ્રમુખ કોફી અન્નાન, જર્મન ચાન્સેલર એન્જેલા માર્કેલ, આંતરરાષ્ટ્રીય રાહત સંગઠનો જેવા કે ડૉક્ટર્સ વિધાઉટ બ્રધર્સ એન્ડ ઑક્સફેમનો આપવામાં આવી ચૂક્યો છે. દુનિયાભરમાંથી લગભગ 1300થી વધુ લોકોને પુરસ્કાર માટે નોમિનેટ કરવાનો પ્રસ્તાવ મોકલવામાં આવે છે.

આ પણ વાંચોઃ ભારતની કોશિશોથી ગભરાયેલા પાક પીએમ ઈમરાન ખાન લઈ રહ્યા છે મહત્વના નિર્ણયોઆ પણ વાંચોઃ ભારતની કોશિશોથી ગભરાયેલા પાક પીએમ ઈમરાન ખાન લઈ રહ્યા છે મહત્વના નિર્ણયો

English summary
Prime Minister Narendra Modi is being awarded with Seoul Peace Prize in South Korea.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X