વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેશે PM મોદી, સાથે કરશે આ કામ

Posted By:
Subscribe to Oneindia News

સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં 23 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સવારે રવાના થયા. આ સમારંભ ભારત માટે ખાસ એટલા માટે છે કે પહેલી વાર કોઇ ભારતીય વડાપ્રધાન આ સમિટનું ઉદ્ધાટન કરશે. પીએમ મોદી લગભગ 20 વર્ષ પછી દાવોસ જનાર પહેલા વડાપ્રધાન બનશે. આ પહેલા 1997માં એચ ડી દેવીગોડા દાવોસ ગયા હતા. વડાપ્રધાન સાથે બે યોગ આચાર્ય પણ દાવોસ જશે. જે સવારે અને સાંજે ત્યાં હાજર રહેલા દુનિયાભરના નેતાઓને યોગઅભ્યાસ કરાવશે. એટલું જ નહીં આ વખતે દાવોસમાં ભારતીય વ્યજંનો પણ વિશ્વના નેતાઓને પીરસવામાં આવશે. પાંચ દિવસ ચલનાર વર્લ્ડ ઇકોનોમિક ફોરમની આ 48મી બેઠકમાં વેપાર, રાજનીતિ, કળા, શિક્ષા અને નાગરિક સમાજથી જોડાયેલા કુલ 3,000 વધુ લોકો ભાગ લેશે. ભારતની તરફથી 130 થી વધુ લોકોનું પ્રતિનિધિ મંડળ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.

modi

ત્યારે પીએમ મોદી દાવોસ જવા નીકળ્યા તે પહેલા તેમણે એક પછી એક કેટલાક ટ્વિટ કર્યા. જેમાં તેમણે લખ્યું કે મને વિશ્વાસ છે કે દિપક્ષીય બેઠકો ફળદાઇ રહેશે અને સાથે જ અન્ય દેશો જોડે અમારા સંબંધ તથા આર્થિક સહયોગ મજબૂત બનશે. સમકાલીન આંતરાષ્ટ્રીય પ્રણાલી અને વૈશ્વિક સરકારી માળખાની સમક્ષ હાજર અને ઉભરી રહેલી મુશ્કેલીઓ પર નેતાઓ, સરકારો, નીતિ, નિર્માતાઓ, કોરપોરેટર તથા સામાજિક સંગઠનો દ્વારા ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂરીયાત છે. તેમણે સંમેલનનું મુખ્યમંત્ર ક્રિએટિંગ અ શેયર્ડ ફ્યૂચર ઇન અ ફ્રેક્ચર્ડ વર્લ્ડને વિચારપૂર્ણ જણાવતા કહ્યું કે મને ભારતના સારા મિત્ર તથા મંચના સંસ્થાપક પ્રોફેસર ક્લાઉસ શ્વાબના નિમંત્રણ પર દાવોસમાં વિશ્વ આર્થિક મંચની બેઠકમાં હાજરી આપવા જઇ રહ્યો છું. નોંધનીય છે કે આ સમિટમાં બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાન, ઓસ્ટ્રેલિયા અભિનેત્રી કેટ બ્લેન્ચેટ અને સંગીતકાર એલ્ટન જોનનું સન્માન કરવામાં આવશે.

English summary
PM Narendra Modi leaves for Davos Switzerland to take part in World Economic Forum

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.