For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગાને મળ્યા પીએમ મોદી, 5જીના વિસ્તાર પર થઈ ચર્ચા

પીએમ મોદીએ જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગા સાથે પણ મુલાકાત કરી છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસીય પ્રવાસ પર છે. આ દરમિયાન પીએમ મોદીએ ઘણા દેશોના મોટા નેતાઓ સાથે બેઠક કરી. પીએમ મોદીએ જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગા સાથે પણ મુલાકાત કરી છે. બંને વચ્ચે થયેલી મુલાકાત દરમિયાન ડિજિટલ અર્થવ્યવસ્થા બનાવવા પર વિસ્તારથી ચર્ચા થઈ. પીએમ મોદીએ જાપાનના પ્રધાનમંત્રીની જોરદાર પ્રશંસા કરી. આ મુલાકાતને લઈને વિદેશ મંત્રાલય તરફથી જે માહિતી આપવામાં આવી છે તે મુજબ પીએમ મોદી અને જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સાથે આ પહેલી વ્યક્તિગત મુલાકાત છે. આ પહેલા પીએમ મોદી અને યોશિહિદે વચ્ચે માત્ર એક વાર ફોન પર વાત થઈ છે.

pm modi

પીએમ મોદીએ જાપાનના પ્રધાનમંત્રીની પ્રશંસા કરીને કહ્યુ કે જે રીતે કોરોના મહામારી વચ્ચે જાપાને સફળતાપૂર્વક ઓલિમ્પિક રમતોનુ આયોજન કરાવ્યુ તે પ્રશંસનીય છે. આ દરમિયાન પીએમ મોદીએ અફઘાનિસ્તાનના મુદ્દે પણ ચર્ચા કરી. પ્રધાનમંત્રી જાપાન સાથે મેન્યુફેક્ચરીંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસિત કરવા પર પણ વિસ્તારથી ચર્ચા કરી. પીએમે કહ્યુ કે મહામારીનો સામનો માત્ર ટેકનિક દ્વારા જ કરી શકાય છે.

જાપાનના પ્રધાનમંત્રી સાથે બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ 5જીના મુદ્દે પણ ચર્ચા કરી. પીએમ મોદીએ ભારતમાં મોટાપાયે 5જી નેટવર્ક શરુ કરવા પર જોર આપ્યુ. તેમણે કહ્યુ કે જો જાપાનની આધુનિક ટેકનિકનુ સમર્થન મળે તો ભારત આ લક્ષ્ય મેળવી શકે છે. આ ઉપરાંત સાઈબર સિક્યોરિટી પર પણ બંને દેશોના પ્રધાનમંત્રીઓએ ચર્ચા કરી. કેવી રીતે એકબીજાના સહયોગથી તેને મજબૂત બનાવી શકાય છે તેના પર મંથન થયુ. પીએમે કહ્યુ કે પૂર્વોત્તર ભારતમાં વિકાસની અમુક મહત્વની યોજનાઓ પર જાપાન કામ કરી રહ્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે તે આગામી વાર્ષિક શિખર સંમેલન માટે જાપાનના પ્રધાનમંત્રીનુ સ્વાગત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

English summary
PM Narendra Modi meeting with Japan PM Yoshihide Suga, discuss 5G and several issues.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X