For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ સૌથી મોટી મસ્જીદમાં સઝદા કરશે PM મોદી

|
Google Oneindia Gujarati News

દુબઇ, 16 ઓગસ્ટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે પોતાના બે દિવસના પ્રવાસ માટે યૂએઇ પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદી અબુ ધાબી જશે અને અત્રે તેઓ સૌથી મોટી મસ્જીદ શેખ જાયદ મસ્જીદની પણ મુલાકાત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેમની છબી પૂર્વમાં એક વિવાદિત હિંદુ નેતાની રહી છે, તેમના દ્વારા આ મસ્જીદની મુલાકાત પર સૌની નજરો ટકેલી છે. વડાપ્રધાન છેલ્લા 34 વર્ષોમાં યૂએઇની મુલાકાત કરનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. આ પહેલા વર્ષ 1981માં ઇંદિરા ગાંધીએ યૂએઇની મુલાકાત લીધી હતી. યૂએઇમાં લગભગ 26 લાખ ભારતીયો વસવાટ કરે છે.

shaik
દુનિયાની સૌથી મોટી મસ્જીદ

પ્રથમ દિવસે નરેન્દ્ર મોદી અત્રેની વિશ્વ પ્રસિદ્ધ શેખ જાયદ મસ્જીદમાં સજદા કરશે. એક નજર કરીએ આ મસ્જીદ સાથે જોડાયેલ કેટલીક ખાત વાતો પર.

  • શેખ જાયદ મસ્જીદને દુનિયાની ત્રીજી સૌથી મોટી મસ્જીદ બતાવવામાં આવે છે.
  • આ મસ્જીદને યૂએઇના સ્વર્ગીય રાષ્ટ્રપતિ શેખ જાયદ બિન સુલ્તાન અલ નાહયાનને બનાવડાવી હતી.
  • વર્ષ 1996માં તેનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું અને તે 2007માં બનીને તૈયાર થઇ.
  • આ મસ્જીદ લગભગ 12 હેક્ટર અથવા તો 30 એકરના એરિયામાં બનેલી છે.
  • નિર્માણમાં ઇટલી, જર્મની, મોરક્કો, પાકિસ્તાન, તુર્કી, મલેશિયા, ઇરાન, ચીન, યૂનાઇટેડ કિંગડમ, ન્યૂઝીલેન્ડ, ગ્રીસ અને યૂએઇનના શિલ્પકારો સામેલ રહ્યા.
  • 3,000થી વધારે મજદૂરો અને 38 પ્રસિદ્ધ કંપનીઓએ તેના નિર્માણમાં મદદ કરી.
  • આ મસ્જીદના નિર્માણમાં પત્થરો, સોનુ, અને અન્ય બહુમૂલ્ય પત્થરો ઉપરાંત ક્રિસ્ટલ અને સેરેમિકાનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે.
  • તેને ઇટલીની કંપની ઇંપ્રેગિલોએ બનાવી છે.
  • આ મસ્જીદમાં હાથવણાટથી તૈયાર કરવામાં આવેલ દુનિયાનું સૌથી મોટુ કાલીન છે, જેને ઇરાનમાં વણવામાં આવ્યું છે.
  • તેની પર બેસીને એકવારમાં 40 હજાર લોકો પ્રાર્થના કરી શકે છે.
  • મસ્જીદમાં લાગેલા ઝુમ્મર જર્મનીથી આવેલા છે, જેમાં લાખોની માત્રામાં ક્રિસ્સલનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
  • મસ્જીદમાં ભગવાન અથવા અલ્લાહના 99 નામો કિબિલા પર લખેલા છે.

શું છે એજેંડા
બે દિવસીય પ્રવાસમાં વડાપ્રધાન માત્ર બિજનેસ મીટિંગ કરશે, બલકે ભારતીય લોકો સાથે પણ મુલાકાત કરશે. વડાપ્રધાનનો એજેંડા બંને દેશોની વચ્ચે વ્યાવસાયિક સંબંધોને સુધારવાનો છે. એ ઉપરાંત આતંકી સંગઠન આઇએઆઇએસના કારણે ક્ષેત્રમાં ઉપજેલ સંકટ પર પણ વાતચીત થઇ શકે છે.

દુબઇ ક્રિકેટ સ્ટેડિયમમાં 17 ઓગસ્ટના રોજ એક ગ્રેંડ રિસેપ્શન થશે જેના 50 હજાર ભારતીયોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સ્ટેડિયમની બહાર મોટી સ્ક્રીન લગાવવામાં આવ્યા છે, જેથી બહાર ઉભેલા લોકો વડાપ્રધાન મોદીને સાંભળી શકે.

કાર્યક્રમ દરમિયાન વિસ્તારનું તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. ગરમીથી રાહત મેળવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

English summary
PM Narendra Modi reaches Dubai he will visit Sheikh Zayed Grand Mosque.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X