For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી: ISIS દુનિયા માટે સૌથી મોટો ખતરો

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ નેશન્સ ખાતે 'સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટ'માં સંબોધન કર્યું હતું. મહત્વપૂર્ણ છેકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત બીજા વર્ષે સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીમાં ભાષણ આપ્યું હતું. આ ભાષણમાં મોદીએ અનેક મુદ્દે સંબોધન કર્યું હતુ. મોદીનું આ ભાષણ કોઇ પણ ભારતીય માટે ગર્વ સમાન છે.

જોર્ડનના સુલ્તાન સાથે મુલાકાત

જોર્ડનના સુલ્તાન સાથે મુલાકાત

યુનાઇટેડ નેશન્સની 70મી જનરલ એસેમ્બલીને સંબોધિત કર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ જોર્ડનના સુલ્તાન શાહ અબ્દુલા સાથે મુલાકાત કરી હતી.

ISISને ગણાવ્યો સૌથી મોટો ખતરો

ISISને ગણાવ્યો સૌથી મોટો ખતરો

આ મુલાકાત દરમ્યાન તેમણે જણાવ્યુ કે ઇરાક અને સિરીયા પર પોતાનો કબ્જો કરી બેઠેલું ISIS દુનિયાનું માટે સૌથી મોટો ખતરો છે.

આંતરરાષ્ટ્રીય સમુદાય સામે ચિંતા વ્યક્ત કરી

આંતરરાષ્ટ્રીય સમુદાય સામે ચિંતા વ્યક્ત કરી

પીએમ મોદીએ પોતાના ભાષણ દરમ્યાન આતંકવાદ પર ભલે વાત ન કરી હોય. પરંતુ ન્યૂયોર્કમાં તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અને તેના ખતરાથી અવગત કરાવ્યા હતા.

આતંકવાદને ધર્મથી અલગ રાખવાની જરૂર

આતંકવાદને ધર્મથી અલગ રાખવાની જરૂર

પીએમ નરેન્દ્ર મોદીએ માન્યુ કે વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય સમુદાયની સામે ISIS સૌથી મોટો પડકાર છે. તેમણે જણાવ્યું કે આતંકવાદને ધર્મથી અલગ કરવાની જરૂર છે.

વૈશ્વિક કાર્યવાહીની જરૂરીયાત

વૈશ્વિક કાર્યવાહીની જરૂરીયાત

આ મુલાકાત દરમ્યાન બંને નેતાઓએ માન્યુ કે આંતરાષ્ટ્રીય સમુદાય સમક્ષ ISIS મોટો ખતરો છે. આંતરરાષ્ટ્રીય આતંકવાદ અને IS જેવા સંગઠનો સામે લડવા માટે વૈશ્વિક કાર્યવાહીની જરૂર છે.

આ વખતે મોદીએ વિકાસના મુદ્દા ઉપર ભાર આપ્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે આખું વિશ્વ એક-બીજા સાથે સંકળાયેલું છે. એક-બીજા ઉપર આધારિત છે. આ દરમ્યાન તેમણે ગરીબી ઉત્થાન, જનધન યોજના, 'બેટી બચાવો, બેટી પઢાઓ' અને પેન્શન તેમજ બેન્કિંગ અંગેની યોજનાનો ઉલ્લેખ પણ કર્યો હતો. મોદીએ જણાવ્યું હતુ કે આપણે ટેક્નોલોજીના સહયોગ અને ઇનોવેશનને વિશ્વનું કલ્યાણ કરવાનું માધ્યમ બનાવવું પડશે. વિકસિત દેશોએ પણ આગળ આવીને તેમની જવાબદારી નક્કી કરવી પડશે.

આ દરમ્યાન પીએમ મોદી અનેક નેતાઓને મળ્યા હતા. તેઓ જોર્ડનના સુલ્તાન શાહ અબ્દુલાને મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે આતંકવાદ અને વિશ્વ શાંતિને લઇને અનેક મુદ્દે વાતચીત થઇ હતી. બંને નેતાઓએ માન્યું હતુ કે IS જેવા સંગઠનો વિશ્વના વિકાસ માટે સૌથી મોટા ખતરા સમાન છે.

English summary
PM Narendra Modi says ISIS is the biggest threat in New York US. PM met Jordan Sultan Shah Abdullah and he expressed his concern on ISIS.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X