બેબી મોશેને મળ્યા PM મોદી, મોશેએ કહ્યું I love India

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઇઝરાયેલમાં બેબી મોશેને મળ્યા હતા. 26/11  મુંબઇ હુમલાના સાક્ષી તેવો બેબી મોશે હવે 11 વર્ષનો યુવક થઇ ગયો છે. પીએમ મોદીને મળીને મોશે કહ્યું કે તે પીએમ મોદી અને તમામ ભારતીયોને પ્રેમ કરે છે. એટલું જ નહીં તેણે હિન્દીમાં પીએમ મોદીને કહ્યું કે હું ઇચ્છું છું કે મને તમારા આશીર્વાદ મળે અને આશા રાખું છું કે તમે લાંબા સમય સુધી ભારતના પ્રધાનમંત્રી બન્યા રહો. તો બીજી તરફ બેબી મોશેને મળ્યા પછી પીએમ મોદી મોશે અને તેના પરિવારને ભારત આવવા આમંત્રિત કર્યા છે. સાથે જ તેમણે મોશેના પરિવાર માટે લાંબા ગાળાના વીઝાની વ્યવસ્થા કરવાની વાત પણ કહી હતી. ત્યારે મોશે દ્વારા વાંચવામાં આવેલા આ કાર્ડ પછી હાજર તમામ લોકોએ તાળીના ગડગડાટ સાથે તેને વધાવી લીધો હતો. જુઓ મોશેનો આ વીડિયો.

ઉલ્લેખનીય છે કે જ્યારે મોશે બે વર્ષ હતો ત્યારે તે 26/11ના મુંબઇના આંતકી હુમલાનો સાક્ષી બન્યો હતો. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ત્રણ દિવસની ઇઝરાયેલની મુલાકાતે છે. ત્યારે પીએમ મોદીએ બેબી મોશે હોલ્જબર્ગ અને તેની કેરટેકર સેન્ડ્રાને મળવા આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. જે બાદ મોશેના દાદાએ ખુશી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે બેબી મોશે તે જ બાળક છે જે મુંબઇ અટેક વખતે નરિમન પોઇન્ટ ખાતે ચબાદ હાઉસ ખાતે તેના માતા-પિતા અને તેની આયા સાથે રહેતું હતું. આંતકી હુમલામાં બાળકે તેના માતા-પિતા ગુમાવ્યા હતા.

baby moshe

પણ તેની આયાની ચપળતાના કારણે તેની આયા અને બેબી મોશે બન્ને બચી ગયા અને તેમના દાદા-દાદી સાથે હુમલા પછી ઇઝરાયેલ પરત ફર્યા. હાલ બેબી મોશે 10 વર્ષોનો થઇ ગયો છે. અને હુમલા વખતે મોશે ખાલી 2 વર્ષનો જ હતો. જો કે મોશેને આ અટેક વિષે ભાગ્યે જ યાદ છે. પણ તેની આયાએ આ આંતકી હુમલો નજરે જોયો છે. અને તેની ચપળતાના કારણે જ બેબી મોશેનો જીવ તે બચાવી શકી હતી. ઉલ્લેખનીય છે કે 2008માં થયેલા મુંબઇ હુમલામાં 170થી વધુ લોકોની મોત થઇ હતી. ત્યારે 26/11ના આ હુમલાના પીડિત તેવા મોશે અને તેની આયાને પીએમ તેમની આ મુલાકાત દરમિયાન મળશે.

English summary
PM Narendra modi will meet 26/11 survivor baby Moshe and his caretaker Sandra.
Please Wait while comments are loading...