OMG! પોપની કબુલાત, વેટિકનમાં એક્ટિવ છે ગે લોબી
વેટિકન સિટી, 12 જૂનઃ પોપ ફ્રાન્સિસે સ્વિકાર કર્યો છે કે વેટિકન પ્રશાસન એટલે કે ક્યુરિયામાં ભ્રષ્ટાચાર ઉપરાંત સમલૈંગિકોની લોબી પણ છે. સમાચાર એજન્સી એકેઆઇ અનુસાર તેમણે કહ્યું છે કે, આપણે એ જોવું પડશે કે, આપણે શું કરી શકીએ છીએ. પોપે કહ્યું કે, આ કઠિન છે. અહીં ઘણા પવિત્ર લોકો પણ છે, ખરેખર, અહીં પવિત્ર લોકો પણ છે, પરંતુ અહીં ભ્રષ્ટાચાર પણ છે. જે સાચી વાત છે. અહીં સમલૈંગિકોની લોબી પણ છે, એ પણ સાચું છે અને આપણે યથાસંભવ તેને ઠીક કરવાની જરૂરિયાત છે.
જોકે તેમણે એ સ્પષ્ટ કર્યું નથી કે તેઓ તેના માટે શું કરશે. ફ્રાન્સિસે આ નિવેદન લૈટિન અમેરિકા અને કૈરિબિયન કન્ફેડરેશન ઓફ રિલિજિયસ મેન એન્ડ વૂમેન(સીએલએઆર)ના સભ્યોની સાથે ઔપચારિક વાતચીત દરમિયાન આપ્યું. તેમણે કૈથોલિક ગિરિજાઘરોના પ્રશાસનમાં સુધારા માટે પણ પોતાનું સમર્થન આપ્યું.













Click it and Unblock the Notifications
