પોપ ફ્રાંસિસે ધોયા મુસ્લિમ મહિલા કેદીના પગ!
વેટિકન સિટી, 29 માર્ચ: પોપ ફ્રાંસિસ ગુરુવારે 'માસ ઓફ ધ લોર્ડ્સ સુપર' માટે રોમના કૈસલ ડેલ મારમો સુધાર ગૃહ પહોંચ્યા, જ્યાં તેમણે કેદિયોની સાથે ભોજન ગ્રહણ કર્યું અને 12 કિશોર કેદીઓના પગ પણ ધોયા. રોમ વાસીઓ તેમની સુધાર ગૃહ પહોંચવાનો ઇંતેજાર કરી રહ્યા હતા. જ્યાં લોકોએ 'લોન્ગ લિવ ધી પોપ'ના નારા પણ લગાવ્યા.
આ પહેલા પોપ સામાન્ય રીતે મધ્ય રોમના સેંટ જોન લાતેરાનના બૈસિલિકામાં 'માસ ઓફ ધ લાસ્ટ સુપર' માટે જતા હતા. કેસલ ડેલ સારમોમાં 46 કિશોર કેદીઓ છે, જેમાંથી 11 જેટલી મહિલાઓ છે.

પ્રભુ ઇશુના માર્ગ પર ચાલતા ફ્રાંસિસના 12 કિશોર કેદિઓના પગ પખાળ્યા અને તેને ધોયા પણ ખરા. જેમાં બે મહિલાઓ પણ હતી, જેમાંથી એક મહિલા કેદી મુસ્લિમ હતી.












Click it and Unblock the Notifications
