Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અમેરિકા આવ્યું સાથે, પરંતુ અદાણીની બદનામી પાછળ ચીનનો હાથ? SCના વકીલે સિક્રેટ ઉજાગર કર્યા

શોર્ટ સેલિંગ ફર્મ હિંડેનબર્ગ ભલે બંધ થઇ ગઇ હોય પરંતુ તેના દ્વારા અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા વિવાદિત આરોપોની પોલ ખુલવા લાગી છે. હાલમાં પ્રસિદ્ધ વકીલ મહેશ જેઠમલાણીએ હિંડનબર્ગ અને ચીનના સંબંધોને લઈ કેટલાક સવાલો ઉઠાવ્યા છે અને પોતાની દલીલોના સમર્થનમાં કેટલાક ફેક્ટ્સ પણ રાખ્યા છે, જેનાથી આ મામલો વધુ ગૂંચવાઈ ગયો છે. આખરે દુનિયાનો એક સૌથી શક્તિશાળી દેશ ભારતના એક વેપારી પાછળ કેમ પડ્યો છે?

અમેરિકાના પ્રેસિડેન્ટ બદલતાં જ અચાનક જ હિંડેનબર્ગે પોતાના પાટીયાં કેમ પાડી દેવાં પડ્યાં? શું અમેરિકા અદાણી સાથે ઉભું છે? આવો આની ક્રોનોલૉજી સમજીએ.

Adani

2017માં રાહુલ ગાંધીએ ગુપ્ત રૂપે ચીની દૂતાવાસનો પ્રવાસ કર્યો હતો અને ત્યાંના મંત્રિઓ સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધી મોટા નેતા છે અને મોટા નેતા દેશ-વિદેશનો પ્રવાસ કરતા રહેતા હોય પરંતુ સવાલ એ છે કે આ ગુપ્ત પ્રવાસ કેમ કર્યો? તેમણે અને તેમની પાર્ટીએ આ પ્રવાસની પુષ્ટિ કરવાનો ઈનકાર કામ કર્યો હતો? અને ઈનકાર કર્યા પછી જ્યારે દૂતાવાસે બેઠકની તસવીર જાહેર કરી તો તેનો સ્વીકાર કેમ કર્યો? 2018માં કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ બીજીવાર ચીની મંત્રિઓ સાથે ગુપ્ત મુલાકાત કેમ કરી? એ મીટિંગમાં એવું શું થયું હતું કે કોંગ્રેસ પોતાના દેશના જ એક ઉદ્યોગપતિ અદાણીની પાછળ પડી ગઈ?

હવે સમજીએ કે અદાણીથી ચીનની શું અદાવત છે. અને આ કહાનીના ફ્લેશબેકમાં તમને ઓસ્ટ્રેલિયા લઈ જઈએ છીએ. ચીન આંતરરાષ્ટ્રીય વેપારને લઈ અગ્રેસિવ રહે છે અને આખી દુનિયામાં ચીનનું વ્યાપારિક સામ્રાજ્ય છવાયેલું છે તેનાથી ઓસ્ટ્રેલિયા પણ પાછળ નથી. ચીન પછી ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ સેટ કરનાર પહેલું ભારતીય સમૂહ અદાણી જ હતું. વૈશ્વિક પડકારો છતાં અદાણી ગ્રુપે ઓસ્ટ્રેલિયામાં લગભગ 9 બિલિયન અમેરિકી ડૉલરનું રોકાણ કર્યું હતું.

અદાણીની એન્ટ્રીને એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ચીની પ્રભાવ માટે ખતરાના રૂપમાં જોવામાં આવ્યું. 2020માં યાનકોલ ચીનની એક દિગ્ગજ કંપની જે ઓસ્ટ્રેલિયામાં કેટલીય કોલસાની ખાણ ધરાવે છે, જેણે ઓસ્ટ્રેલિયાથી 20 ગણા વધુ કોલસાનું ઉત્પાદન કર્યું અને કૂલ નિકાસનો લગભગ 40% ભાગ આપ્યો. જો કે ચાયનિઝ કંપનીએ આમ તો અદાણીનએ સામનો કરવો પડ્યો તેવા પ્રાયોજિત એનજીઓના વિરોધનો સામનો નહોતો કરવો પડ્યો, જ્યારે ઓસ્ટ્રેલિયા માટે તો બંને વિદેશી કંપની જ હતી.

2010માં અદાણીએ ઓસ્ટ્રેલિયામાં કોમર્શિયલ માઈંસનું અધિગ્રહણ કર્યું અને 2011માં અબૉટ પોઈંટ કોલ ટર્મિનલ ખરીદી. 2012માં #STOPADANI કેમ્પેન શરૂ થયું અને અત્યાર સુધીમાં અદાણી ગ્રુપે પર્યાવરણ કાર્યકર્તાઓથી લઈ તમામ પ્રકારના હજારો પ્રોટેસ્ટનો સામનો કરવો પડ્યો જ્યારે અદાણી સમૂહ ઓસ્ટ્રેલિયામાં મુશ્કેલીથી 2 ટકા કોલસાનું ઉત્ખનન જ કરતું હતું, જ્યારે ઓસ્ટ્રેલિયાની કોલસાની ખાણોમાં ચાઈનિઝ કંપનીઓની ભાગીદારી 40 ટકા છે.

પછી ચીન 2014માં દુનિયાના સૌથી મોટા કોલ પોર્ટ ધી ન્યૂ કૈશલ અને 2015માં ઓસ્ટ્રેલિયાના નોર્દન ટેરેટરીમાં ડાર્વિન પોર્ટનું અધિગ્રહણ કરે છે. 2017માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાપાનના વડાપ્રધાન શિંજો આબે, ઓસ્ટ્રેલિયન પીએમ મૈલ્કૉમ ટર્નબુલ અને અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ક્વાડને પુનર્જિવત કરવાની સમજૂતી થાય છે જેથી એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા સૈન્ય અને કૂટનિતિક પ્રભાવ રોકી શકાય. જે પછી 2018માં ઓસ્ટ્રેલિયા અને ચીનના સંબંધો બગડવા લાગ્યા અને 2020માં ચીન ઓસ્ટ્રેલિયાથી કોલસો આયાત પર અઘોષિત પ્રતિબંધ લગાવી કેનેડાથી કોલસો લેવા લાગે છે.

માત્ર ઓસ્ટ્રેલિયા જ નહીં ઈઝરાયેલ, આફ્રીકા, તંજાનિયા, મ્યાનમાર, બાંગ્લાદેશ અને શ્રીલંકા સુધીમાં અદાણી ચીની વેપારી સમૂહોના રસ્તામાં આવતું રહ્યું. 2023માં ભારત માટે રણનૈતિક રૂપે મહત્વપૂર્ણ હાઇફા પોર્ટ પર કબજો જમાવી અદાણીએ ચીનનો આકરો ઝાટકો આપ્યો હતો. પરંતુ શું તે પછી આવેલ હિંડેનબર્ગનો રિપોર્ટ અને એક ષડયંત્ર હતું?

ઈઝરાયેલનો હાઇફા પોર્ટ, સ્વેજ નહેરની એકદમ નજીક હોવાના કારણે પૂર્વ અને પશ્ચિમના વેપારનો સૌથી નાનો અને મહત્વનો રસ્તો છે. ચીન પહેલેથી જ ઈઝરાયેલમાં બે પોર્ટ પર નિયંત્રણ ધરાવતું હતું, એક હાઇફા બેપોર્ટ ટર્મિનલ અને બીજું અશદોદ પોર્ટ, જે અપેક્ષા મુજબ ઓછું સક્રિય છે. પરંતુ જ્યારે અદાણીએ હાઇફા પોર્ટને ખરીદવા માટે ચીનને પછાડ્યું, તે ભારત માટે એક મોટી જીત સાબિત થઇ.

અદાણીનું આ પગલું ચીનના રણનૈતિક હિતની વિરુદ્ધ ગયું, કેમ કે ચીન BRI (બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ) દ્વારા દુનિયાભરના મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગો પર પ્રભુત્વ યથાવત રાખવા માંગે છે. ઈઝરાયેલ જેવા સંવેદનશીલ ક્ષેત્રમાં અદાણીની હાજરીએ ચીનને બેકફુટ પર લાવી દીધું.

હિંડેનબર્ગ રિપોર્ટઃ અદાણીને હરાવવાનું ષડયંત્ર?

જાન્યુઆરી 2023માં આવેલ હિંડેનબર્ગ રિપોર્ટમાં અદાણી ગ્રુપને જબરું નુકસાન પહોંચાડ્યું. આ રિપોર્ટ પછી અદાણી ગ્રુપને શેરમાં ભારે ગિરાવટ આવી અને ભારતની વૈશ્વિક છબી પર પણ અસર પડી. પરંતુ શું આ માત્ર એક નાણાકીય તપાસ હતી કે તેની પાછળ કોઈ મોટું ષડયંત્ર હતું?પ્રસિદ્ધ વકીલ મહેશ જેઠમલાણીએ દાવો કર્યો કે આ રિપોર્ટ ચીન સમર્થિત ષડયંત્રનો ભાગ હતો. તેમના મુજબ એક ચીની જાસૂસ અનલા ચેંગ અને તેમના પતિ માર્ક કિંગડને આ રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો. જેના માટે તેમણે કોટન મહિંદ્રા ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડનો ઉપયોગ કર્યો જેથી અદાણીના શેરનું શૉર્ટ-સેલિંગ કરી શકાય અને ચીનના મોટા એજેંડાને આગળ ધપાવી શકાય.

અનલા ચેંગ કોણ છે?

અનલા ચેંગે 2016માં SupChina નામે એક ડિજિટલ મીડિયા પ્લેટફોર્મની સ્થાપના કરી હતી, જે ચીન સાથે જોડાયેલ સમાચારને પશ્ચિમી દ્રષ્ટિકોણથી રજૂ કરતું હતું. 2022માં તેને The China Projectના રૂપમાં રીબ્રાંડ કરવામાં આવ્યું. માનવામાં આવે છે કે તેની ઉંડી જડો ચીની ગુપ્તચર એજન્સીઓ અને વેપારી નેટવર્ક સાથે જોડાયેલી છે.

અદાણીને અમેરિકાનું ખુલ્લું સમર્થન

જો કે તેજીથી બદલતા ભૂ-રાજનૈતિક સમીકરણમાં એક અલગ તસવીર પણ આવી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાય છે. હિંડેનબર્ગ પર તાળું લાગી જાય છે. અમેરિકા દ્વારા ટેરિફ લાવવાની વાત થાય છે. જે યૂએસમાં અદાણી પર ન્યાયિક મામલો નોંધવાની વાત થઇ હતી, તે જ હવે અદાણી ગ્રુપ સાથે ઉભું જોવા મળી રહ્યું છે. હાલમાં જ અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટીએ ગુજરાતમાં અદાણીના મુંદ્રા અને ખવડા પ્રોજેક્ટનો પ્રવાસ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર ખુલ્લીને શેર કર્યો. આ પગલું સ્પષ્ટ સંકેત આપે છે કે અદાણીના સમર્થનમાં અમેરિકા ઉભું રહ્યું છે, ભલે પછી તેના કેટલાક વિભાગ અદાણી વિરુદ્ધ તપાસ કરી રહ્યા હોય.

DFCનો અદાણી પર ભરોસો, હિંડનબર્ગની વિશ્વસનીયતા પર સવાલ

અમેરિકી સરકાર સાથે જોડાયેલા ડેવલપમેન્ટ ફાઇનાંસ કોર્પોરેશન (DFC)એ નવેમ્બર 2023માં અદાણીના કોલંબો પોર્ટ પ્રોજેક્ટ માટે નાણાકીય સહાયતા પ્રદાન કરી હતી. આ એવો સમય હતો જ્યારે Hindenburg રિપોર્ટને પગલે અદાણી ગ્રુપ દબાણમાં હતું. પરંતુ ડીએફસીએ આ રિપોર્ટને 'અપ્રાસંગિક' ગણાવતાં તેને સંપૂર્ણપણે નકારી કાઢ્યું. આ સમર્થન પછી અદાણી ગ્રુપના શેરમાં તેજ રિકવરી જોવા મળી અને આંતરરાષ્ટ્રીય રોકાણનો ભરોસો ફરીથી મજબૂત થયો. જે દર્શાવે છે કે હિંડેનબર્ગ રિપોર્ટને લઈ પશ્ચિમી જગતમાં પણ એકમત નથી.

અમેરિકાની રણનીતિઃ અદાણી દ્વારા ચીન પર દબાણ?

એ સ્પષ્ટ જોઇ શકાય છે કે અમેરિકાના વિવિધ સંસ્થાનો વચ્ચે અદાણીને લઈ વિરોધાભાસી વલણ છે. એક તરફ ન્યાય વિભાગ અદાણી વિરુદ્ધ તપાસ કરી રહ્યું છે, તો બીજી તરફ, અમેરિકી પ્રશાસન અને નાણાકીય સંસ્થાઓ તેમનાં સમર્થનમાં ઉભાં છે.

જેનું એક મોટું કારણ અમેરિકા ચીનની બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવનો મુકાબલો કરવા માટે અદાણી જેવા વૈશ્વિક વેપારી સમૂહો પર દાવ લગાવી રહ્યા હોય શકે છે.

  • હાઇફા પોર્ટઃ અદાણીએ ઈઝરાયેલના રણનીતિક હાઇફા પોર્ટનું અધિગ્રહણ કરી ચીનને ઝાટકો આપ્યો હતો.
  • ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યૂરોપ કોરિડોરઃ અમેરિકા અને ભારત મળી આ પરિયોજનાને આગળ વધારી રહ્યાં છે, જે ચીનની BRIનો મજબૂત વિકલ્પ હોય શકે છે.
  • કોલંબો પોર્ટઃ DFCનું અદાણીને ફંડ આપવું આ વાતનો સંકેત છે કે અમેરિકા ભારતના વ્યાપારી વર્ચસ્વને પ્રોત્સાહન આપી ચીનની પકડ કમજોર કરવા માંગે છે.

અદાણીને અમેરિકાનું સમર્થન એ સ્પષ્ટ કરે છે કે તે હિંડેનબર્ગના રિપોર્ટના પ્રભાવને સીમિત કરવા માંગે છે. ભારતના વ્યાપારિક અને ભૂ-રાજનૈતિક મહત્વને જોતાં, અદાણી હવે માત્ર એક કોર્પોરેટ નામ નહીં, બલકે વૈશ્વિક શક્તિ સંતુલનનો એક મહત્વનો ભાગ બની ચૂક્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X