અમેરિકાના ઓક્લાહોમા સિટીમાં ચક્રવાત, 51 લોકોના મોત
વોશિંગ્ટન, 21 મે: અમેરિકાના ઓક્લાહોમા શહેરન એક ઉપનગરમાં સોમવારે આવેલા ભયંકર ચક્રવાતમાં 51 લોકોના મોત નિપજ્યાં છે. મૃતકોમાં સાત સ્કૂલના બાળકો પણ સમાવેશ થાય છે. આ ચક્રવાતમાં એક સ્કૂલ તથા કેટલાક ઘરો નષ્ટ થઇ ગયા છે અને ઠેર-ઠેર આગ ભડકી ઉઠી છે. ચારેતરફ તબાહીનો માહોલ સજાર્યો છે.
ઓક્લાહોમ રાજ્યના દક્ષિણ ભાગમાં સ્થિત ઉપનગર મૂરમાં આ ચક્રવાત સ્થાનિક સમયનુસાર સાંજે ચાર વાગે ત્રાટક્યું હતું. જ્યાં 55,00 લોકો રહે છે.

બીબીસીના જણાવ્યા અનુસાર પ્રાથમિક સ્કૂલના ઘણા બાળકો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા હોવાથી બચાવકર્મીઓ તેમની શોધ કરી રહ્યાં છે. માઇલો લાંબું આ ચક્રવાત ઓક્લાહોમા રાજ્યના મિડવેસ્ટનમાં આવેલા ચક્રવાતના બીજા દિવસે ત્રાટક્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ચક્રવાતમાં બે લોકોના મોત નિપજ્યાં હતા તથા 21 લોકોને ઇજા પહોંચી હતી.












Click it and Unblock the Notifications
