For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં બબાલ યથાવત, ટ્રમ્પે મિલિટ્રી તહેનાત કરવાની ધમકી આપી

અમેરિકામાં બબાલ યથાવત, ટ્રમ્પે મિલિટ્રી તહેનાત કરવાની ધમકી આપી

By Staff
|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકામાં મોટા પાયે આફ્રિકિ-અમેરિકી મૂળના 45 વર્ષના વ્યક્તિ જ્યોર્જ ફ્લૉયડના મોતના વિરોધમાં પ્રદર્શ કરી રહ્યા છે. આ પ્રદર્શનો વચ્ચે જ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો રાજ્ય અને શહેર પ્રદર્શનકારીઓને કાબૂ નહિ કરી શકે તો તેઓ મિલેટ્રી તહેનાતીનો આદેશ આપી શકે છે. 25 મેના રોજ પોલીસની કસ્ટડીમાં જ્યોર્ડનું મોત થયું હતું જે બાદથી જ દેશના કેટલાય ભાગોમાં પ્રદર્શનનો સિલસિલો શરૂ થઈ ગયો. કેટલાક પ્રદર્શનકારીઓ તો પ્રેસિડેન્ટના સત્તાવાર નિવાસ વ્હાઈટ સુધી પહોંચી ગયા.

Donald trump

વિદ્રોહ અધિનિયમ પર વિચાર કરી રહ્યા છે ટ્રમ્પ

અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતુ કે હું તમામ પ્રસાસનિક અને સ્થાનિક મંત્ર, અસૈન્ય અને સૈન્યને મકલી રહ્યો છું જેથી કાનૂન માનતા અમેરિકી નાગરિકોના અધિકારની રક્ષા થઈ શકે. જે બાદ તેમણે કહ્યું કે, હું આજે દરેક ગવર્નરને આ સલાહ આપું છું કે તે જરૂરી સંખ્યામાં નેશનલ ગાર્ડની તહેનાતી કરે જેથી સ્થિતિને કાબૂમાં લઈ શકાય. મેયરો અને ગવર્નરોએ જ્યાં સુધી હિંસા શાંત ના થાય ત્યાં સુધી ભારે સંખ્યા નક્કી કરવાની રહેશે.

જો કોઈ રાજ્યએ જરૂરી કાર્યવાહી કરવાની ના પાડી દીધો તો અમેરિકી મિલિટ્રી તહેનાત કરી દેવામા આવશે જેથી સમસ્યાને જલદી જ ઉકેલી શકાય. જો કે ટ્રમ્પ વિદ્રોહ અધિનિયમ 1807ને લાગૂ કરવાથી અટકી ગયા. આ કાનૂન અંતર્ગત ટ્રમ્પને યૂએસ ટ્રૂપ્સને તરત તહેનાત કરવામાં મદદ મળશે. અમેરિકી રક્ષા મંત્રાલયે કહ્યું કે, હાલ રાષ્ટ્રપતિએ આ કાનૂન લાગૂ નથી કર્યો.

માત્ર 20 ડૉલર માટે જ્યોર્જનો જીવ ચાલ્યો ગયો

મિનેસોટામાં અશ્વેત જ્યોર્જ ફ્લૉયડને પોલીસે માત્ર 20 ડૉલરની ફેક નોટ ચલાવવાના આરોપમાં પકડી લીધો હતો. એક પોલીસ ઑફિસરે તેને જમીન પર પટકાવી તેની ગરદનને પગથી ત્યાં સુધી દબોચી રાખી જ્યાં સુધી તેનું મોત ના થઈ ગયું. ઘટના બાદથી જ અમેરિકામાં ભારે ગુસ્સો છે. માત્ર અશ્વેત સમુદાયના લોકો જ નહિ બલકે શ્વેત પણ આ ઘટનાને લઈ રસ્તા પર ઉતરી આવ્યા છે.

George Floydની હત્યા, ગળા પર દબાણ પડવાથી મોત થયું હતુંઃ રિપોર્ટGeorge Floydની હત્યા, ગળા પર દબાણ પડવાથી મોત થયું હતુંઃ રિપોર્ટ

અમેરિકાના રસ્તાઓ પર હિંસક પ્રદર્શનો થઈ રહ્યાં છે. વ્હાઈટ હાઉસની બહાર પણ પ્રદર્શકારીઓએ સોમવારે પ્રદર્શન કર્યું. આ પ્રદર્શને રકવા માટે પોલીસે ટિયર ગેસના સેલ દાગ્યા હતા.

English summary
president trump threatens to deploy military in america
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X