For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Quetta blast : પાકિસ્તાનના કોઇટામાં બોમ્બ બ્લાસ્ટ થયો, અનેક લોકો ઘાયલ

Quetta blast : કોઇટામાં થયેલો વિસ્ફોટ પોલીસ લાઇન પાસે થયો હતો, જેમાં પાંચ લોકો ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટ કોઇટા કેન્ટોનમેન્ટ વિસ્તારમાં મુસા ચેકપોઇન્ટ પાસે થયો હતો. આ હુમલા બાદ તરત જ પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.

|
Google Oneindia Gujarati News

Quetta blast : પાકિસ્તાનમાં સતત આતંકી હુમાલાઓ થઇ રહ્યા છે. પેશાવરમાં હુમલો થયા બાદ આજ રોજ બલુચિસ્તાનની રાજધાની કોઇટામાં મોટો બોમ્બ વિસ્ફોટ થયો છે. આતંકવાદીઓએ આ વખતે પોલીસને ટાર્ગેટ કર્યા છે. આ બોમ્બ બ્લાસ્ટ પોલીસ લાઇન પાસે થયો હતો. આ બોમ્બ બ્લાસ્ટ કોઇટા છાવણી વિસ્તારના મુસા ચેક પોઇન્ટ પાસે થયો છે. હુમલા બાદ તાત્કાલિક પોલીસે વિસ્તારની નાકાબંધી કરી હતી.

TTP એ સ્વીકારી હુમલાની જવાબદારી

TTP એ સ્વીકારી હુમલાની જવાબદારી

પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો સતત પોલીસકર્મીઓને નિશાન બનાવી રહ્યા છે. તાજેતરમાં જ પેશાવરની એક મસ્જિદમાં બપોરનીનમાજ દરમિયાન એક આતંકવાદીએ આત્મધાતી હુમલો કર્યો હતો.

આ હુમલામાં 100થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે 250થીવધુ લોકો ઘાયલ થયા હતા. તહરીક એ તાલિબાન પાકિસ્તાન (TTP) એ આ હુમલાની જવાબદારી લીધી છે.

પેશાવર બાદ પોલીસ સ્ટેશન પર હુમલો થયો

પેશાવર બાદ પોલીસ સ્ટેશન પર હુમલો થયો

TTPએ પેશાવર હુમલા બાદ 1 ફેબ્રુઆરીના રોજ વધુ એક આતંકવાદી હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ વખતે તે તેની યોજનામાં નિષ્ફળ ગયા હતા.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મિયાંવાલીના મકરવાલ પોલીસ સ્ટેશન પર TTPના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જોકે, પંજાબ પોલીસની જવાબી કાર્યવાહી બાદ તમામ આતંકીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.

ડિસેમ્બરમાં બલૂચિસ્તાનમાં ઘણા વિસ્ફોટ થયા હતા

ડિસેમ્બરમાં બલૂચિસ્તાનમાં ઘણા વિસ્ફોટ થયા હતા

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ડિસેમ્બરમાં બલૂચિસ્તાનમાં સાત અલગ-અલગ જગ્યાએ, કોઇટામાં ત્રણ, તુર્બતમાં બે અને હબ અને કોહલુજિલ્લામાં એક-એક જગ્યાએ જોરદાર વિસ્ફોટ થયા હતા, જેમાં પાંચ સૈનિકો માર્યા ગયા હતા અને એક ડઝન ઘાયલ થયા હતા. લોકો ઘાયલથયા હતા.

English summary
Quetta blast : A bomb exploded in Pakistan's Quetta, many people were injured
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X