For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાબાને ક્લીન ચિટ, રામદેવે કહ્યું 'પૂછપરછ પાછળ કોંગ્રેસનો હાથ'

|
Google Oneindia Gujarati News

લંડન, 22 સપ્ટેમ્બર : બાબા રામદેવને ક્લીન ચિટ મળી ગઇ છે. બ્રિટેનના હીથ્રો હવાઇ મથક પર તેમની ફરીથી પૂછપરછ કરવામાં આવી. એરપોર્ટ પર કસ્ટમ ડિપાર્ટમેન્ટે લગભગ 6 કલાક સુધી તેમની પૂછપરછ કરી. એરપોર્ટ ઓથોરિટીએ બાબા રામદેવને રોકીને બીજા દિવસે ફરીથી પૂછપરછ કરવામાં આવી. ફરીથી પૂછપરછ બાદ જ તેમને ત્યાંથી જવાની અનુમતિ આપવામાં આવી. એરપોર્ટ પર રોક્યા બાદ બાબા રામદેવે જણાવ્યું કે તેમને ગઇકાલે રોકવાનું કોઇ કારણ આપવામાં આવ્યું નહીં.

જોકે લંડન હવાઇ મથકના અધિકારીઓની બીજા દિવસની પૂછપરછ તેમના વ્યાવસાયિક વિઝાને બદલે યાત્રી વિઝા પર મુસાફરી કરવાના સંબંધમાં કરવામાં આવી હતી. જ્યારે બીજી વખત પૂછપરછ કરતા રામદેવ ભારત સરકારથી નારાજ થઇ ગયા. રામદેવે જણાવ્યું કે ભારત સરકારે આ મામલામાં ખલનાયકની ભૂમિકા નિભાવી છે.

baba ramdev
લંડન એરપોર્ટ પર પૂછપરછ કર્યા બાદ ભારતમાં રામદેવના સમર્થકોએ આમા કોંગ્રેસ સરકારનો હાથ હોવાની વાત કહી. રામદેવે પોતે સોનિયા ગાંધી પર આનો આરોપ લગાવ્યો હતો. બાબા રામદેવે જણાવ્યું કે તેમની સાથે થયેલી અભ્રદતા પાછળ ભારત સરકારે વિલેનની ભૂમિકા નિભાવી છે.

રામદેવે જણાવ્યું કે મને દુ:ખ છે કે મને મારી સરકાર તરફથી કોઇ સહકાર ના મળ્યો. મને કહેવામાં આવ્યું છે કે મારા નામ પર રેડ એલર્ટ છે, જે માત્ર ક્રિમિનલ અને આતંકવાદીઓ પર લગાવવામાં આવે છે. આ જે કઇ પણ બન્યું છે તેમાં ભારત સરકાર દ્વારા બ્રિટિશ અધિકારીઓની કાનભંભેણી કરવાનું પરિણામ છે.

English summary
Yoga guru Baba Ramdev was given clean chit by the immigration officer after two days of questioning at London's Heathrow airport.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X