For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાર્ક સાથે સ્વિમઃ 'જલપરી'એ બનાવડાવી 10 હજાર યુરોની પૂંછ

|
Google Oneindia Gujarati News

merimaid
કેલિફોર્નિયા, 2 એપ્રિલઃ આપણે જલપરીઓ અંગેની સ્ટોરી ક્યાંક વાર્તાઓમાં સાંભળી હશે અથવા તો હોલીવૂડ અને બોલિવૂડની ફિલ્મોમાં આપણને ક્યારેક ક્યારેક આવી જલપરીઓ જોવા મળી જાય છે. પરંતુ એહી એક એવી યુવતીની વાત કરવામાં આવી છે કે જેણે પોતાની જિંદગીને એક જલપરી તરીકે જ વિતાવવાનું નક્કી કરી લીધું છે અને એ માટે તેણે એક ખાસ પ્રકારની પૂંછ પણ તૈયાર કરાવી છે. આ માટે તેણે 10 હજાર યુરો જેટલી મોટી રકમનો ખર્ચ કર્યો છે. આ પૂંછની મદદથી તે દરિયામાં રહેતા જળચર પ્રાણીઓ સાથે સહેલાયથી અને કોઇપણ પ્રકારના ભય વગર વિહરી રહી છે.

રીયલ લાઇફ મર્મેડ એટલે કે મત્સ્યકન્યા અથવા તો જલપરી તરીકે વિશ્વભરમાં જાણીતી બનેલી લોસ એન્જલિસની લિનડેન વોર્બલેટ 32 વર્ષીય છે. તેણે પોતાની અંદર રહેલા તરવાના શોખને જ કાયમી વ્યવસાય બનાવી નાંખ્યો છે અને તેના માટે વિશ્વના તમામ ખૂણે જાય છે. તે પોતાના આ શોખ થકી દરિયાના સરંક્ષણ અને જાગૃતિ લાવવાનું કામ કરી રહી છે. તેણે સાત મહિનાની મહેનત અને 10 હજાર યુરોના ખર્ચે એક હાઇડ્રો ડાયનેમિક પૂંછ તૈયાર કરાવી છે. જેનો ઉપયોગ તે દરિયામાં રહેતી ખતરનાક માછલી શાર્ક અને જેલીફીશ સાથે તરવા માટે કરે છે. એટલું જ નહીં પોતાના આ શોખ પુરો કરવા માટે તે દરિયામાં 115 ફૂટ નીચે જાય છે અને એ માટે તે પાંચ મીનીટ સુધી પોતાનો શ્વાસ થંભાવી દેવાની કુશળતા પણ તેણે કેળવી છે.

મોડલ અને ફ્રિડાઇવર લિનડેને કહ્યું કે, હું એક વોટર બેબી તરીકે મોટી થઇ છું. મારા માતા-પિતા એક સ્પર્ધક સ્વિમર્સ છે. હું હંમેશા ઉનાળું વેકેશનમાં દરિયા કાંઠે જતી હતી અને દરિયમાં ડુબકીઓ લગાવતી હતી. દરિયા પ્રત્યે મને ખાસ આકર્ષણ છે અને તે મને એક ચુંબકિય પદાર્થની માફક પોતાની તરફ આકર્ષે છે.

<center><iframe width="600" height="338" src="http://www.youtube.com/embed/QqHXou92XtQ" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
The real life mermaid who uses her £10,000 tail to swim with sharks and jellyfish and can hold her breath for FIVE minutes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X