ભારતમાં ધાર્મિક ભેદભાવ જોઇને દુ:ખી થતા મહાત્મા ગાંધી: ઓબામા

વોશિંગ્ટન, 6 ફેબ્રુઆરી: ખુરશીની પાછળ ભાગી રહેલા ભારતના તમામ નેતા-મંત્રી જ્યા ધર્મ અને વોટના નામ દેશને વહેંચવાની ફિરાકમાં રહે છે, ત્યાં માત્ર ત્રણ દિવસની યાત્રા પર આવેલા અમેરિકના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આ ભારતને ઊંડાણથી ઓળખી લીધું છે અને જણાવ્યું છે કે આજે જો મહાત્મા ગાંધી હોત તો વર્તમાન ભારત જોઇને તેમને આંચકો લાગતો. અત્રે ધાર્મિક ભેદભાવને જોઇને તેઓ દુ:ખી થતા.

ઓબામાએ જણાવ્યું કે તેમને ભારતમાં એ જોઇને ખૂબ જ સારુ લાગ્યુ કે ભારતમાં દરેક લોકોને પોતાની રીતે જીવવાનો અધિકાર છે. તમામ ધર્મોના લોકોનું સન્માન કરવામાં આવે છે, પરંતુ અફસોસની વાત એ છે કે અત્રે કેટલાંક લોકો જે આ વસ્તુનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે.

અમેરિકામાં નેશનલ પ્રેયર બ્રેકફાસ્ટ દરમિયાન ઓબામાએ જણાવ્યું કે 'મિશેલ અને હું ભારતથી પરત ફર્યા છીએ. ભારત એક અતુલનીય, ખૂબ જ સુંદર દેશ છે, તે વિવિધતાથી ભરેલો છે, અત્રે દરેક ધર્મનું સન્માન થાય છે, પરંતુ થોડા ઘણા વર્ષોમાં વિભિન્ન ધર્મોના લોકો દ્વારા એક બીજા પર કરવામાં આવતા પ્રહારો ખૂબજ દુ:ખ આપનાર છે.'

obama
ઓબામાએ આગળ જણાવ્યું કે અહિંસા અને તમામ ધર્મોને સાથે લઇને ચાલવાની વાત કરનારા મહાત્મા ગાંધી જો હાલમાં ઉપસ્થિત હોત તો તેમને આ જોઇને જરા પણ સારુ ના લાગતું.

આતંકવાદ પર શું બોલ્યા ઓબામા
ઓબામાએ જણાવ્યું કે આજે દુનિયાભરમાં લોકો એકબીજાની મદદ માટે ઊભા છે, કોઇ ભૂખ્યાનું પેટ ભરવા માટે તત્પર છે, પરંતુ ધર્મની આડમાં હથિયારનો પ્રયોગ કરવો ખોટો છે. પાકિસ્તાનની શાળાથી લઇને પેરિસના માર્ગો પર જે બન્યુ તે આખા વિશ્વએ જોયું. આ તમામ ધર્મની આડમાં થઇ રહ્યું છે. કોઇપણ ધર્મ આતંકવાદને પ્રોત્સાહન આપવાની પરવાનગી નથી આપતો. આપણે તેની વિરુદ્ધ અવાજ ઉઠાવવો પડશે, જેમણે પોતાના નામનો ખોટો પ્રયોગ કર્યો છે.

ઓબામાએ આગળ જણાવ્યું કે માનવતા હંમેશા આ સવાલોથી જઝૂમતી રહે છે. અને આપણે તેમને પોતાનાથી અલગ કરીને વિચારીએ છીએ. આપણે વિચારીએ છીએ કે આ તો માત્ર થોડી જગ્યાઓની જ વાત છે, તેનાથી તેમને શું? પરંતુ યાદ કરો ધર્મયુદ્ધ(ક્રૂસેડ) અને ધાર્મિક ન્યાય દરમિયાન લોકોએ ઇશુ મસીહના નામે કેટલા વિભત્સ કર્મો કર્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X