• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રિસર્ચમાં ખુલાસોઃ સૂર્યની ચમક 5 ગણી ઘટી, પૃથ્વી પર અસરને લઈ વૈજ્ઞાનિકોનું અલર્ટ

|

નવી દિલ્હીઃ કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે દુનિયાના કેટલાય દેશોમાં લૉકડાઉન ચાલુ હોવાના પગલે પર્યાવરણમાં અલગ અલગ પ્રકારના બદલાવ જોવા મળી રહ્યા છે. હાલમાં જ એક રિપોર્ટ સામે આવ્યો, જેમાં જણાવવામાં આવ્યું કે લૉકડાઉનને કારણે વાયુમંડળ અને નદીઓના જળની ગુણવત્તા ઘણી હદ સુધી સુધરી છે. જો કે વિશેષજ્ઞોનું મંતવ્ય તેનાથી બિલકુલ અલગ છે અને તેમનું કહેવું છે કે લૉકડાઉનથી પર્યાવરણમાં સુધારો નથી થયો, બલકે આ બહુ અસ્થાઈ છે. પર્યાવરણમાં બદલાવના આ અંદાજાઓ વચ્ચે સૂર્યની ચમકને લઈ વૈજ્ઞાનિકોનું ચોંકાવનારું રિસર્ચ સામે આવ્યું છે.

અન્ય સ્ટાર્સની સરખામણીએ ચમક પરિવર્તનશીલતા 5 ગણી ઘટી

અન્ય સ્ટાર્સની સરખામણીએ ચમક પરિવર્તનશીલતા 5 ગણી ઘટી

સાયન્સ મેગેઝીનમાં પ્રકાશિત વૈજ્ઞાનિકોના આ રિસર્ચમાં જણાવવામાં આવ્યું કે અંતરિક્ષમાં હાજર અન્ય સ્ટાર્સની સરખામણીએ સૂર્યની ચમક અને તેની તીવ્રતામાં બહુ ઓછું પરિવર્તન જોવા મળી રહ્યું છે. જણાવી દઈએ કે વૈજ્ઞાનિકોએ પાછલા અઠવાડિયે 369 સ્ટાર્સ પર એક રિસર્ચ કર્યું હતું. પોતાના રિસર્ચમાં આ વૈજ્ઞાનિકોએ સપાટીના તાપમાન, આકાર અને રોટેશનના આધારે સૂર્યની સાથે હરેક તારાની સરખામણી કરી. આ રિસર્ચમાં વૈજ્ઞાનિકો સામે જે નિષ્કર્ષ નીકળીને આવ્યું તે બહુ ચોંકાવનારું હતું. જે મુજબ અન્ય સ્ટાર્સની સરખામણીએ આપણા સૂર્યની ચમક પરિવર્તનશીલતા એવરેજ પાંચ ગણી ઓછી આવી.

ચમકમાં કેવી રીતે બદલાવ થાય

ચમકમાં કેવી રીતે બદલાવ થાય

સાયન્સ મેગેઝીનમાં આ રિપોર્ટને લખનાર મુખ્ય લેખક ટિમો રેનહોલ્ડ છે, જે જર્મનીના મેક્સ પ્લેંક ઈન્સ્ટીટ્યૂટ ઑફ સોલર સિસ્ટમ રિસર્ચના એક મોટા ખગોળશાસ્ત્રી છે. ટિમો રેનહોલ્ડે જણાવ્યું કે કોઈ તારાની ચમકમાં આ બદલાવ તેની સપાટી પર રહેલા કાળા ધબ્બાના કારણે હોય છે, જે તેના ફરવાના કારણે બને છે. સપાટી પર રહેલા આ સ્પૉટ્સની સંખ્યાથી જ તમામ ગતિવિધિનો પતો લાગે છે. આપણા સૂર્યના સમાન પેરામીટર વાળા આ સ્ટાર્સની ચમક 5 ગણા વધુ પરિવર્તનશીલ થવું ઘણું આશ્ચર્યજનક છે.

રિસર્ચમાં 400 વર્ષનો ડેટા સામેલ હતો

રિસર્ચમાં 400 વર્ષનો ડેટા સામેલ હતો

જણાવી દઈએ કે સૂર્ય, જે મુખ્ય રૂપે હાઈડ્રોઝન અને હીલિયમથી બને છે, એક એવરેજ આકારનો તારો છે અને તેનો જન્મ 4.5 અબજ વર્ષ પહેલાનો છે. આપણો સૂર્ય લગભગ 1.4 મિલિયન કિમીના વિસ્તારમાં ફેલાયેલો છે અને તેની સપાટીનું તાપમાન 5500 ડિગ્રી સેલ્સિયસ છે. પોતાના રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ સૂર્યની ગતિવિધિને જૂના રેકોર્ડની સરખામણીએ સમાન પેરામીટર વાળા તારાના સાઈન્ટિફિક ડેટા સાથે કરી. સૂર્યની ગતિવિધિના આ રેકોર્ડમાં સનસ્પૉટનો 400 વર્ષનો ડેટા સામેલ હતો. આ રેકોર્ડ્સથી વૈજ્ઞાનિકોને પતો લાગ્યો કે સૂર્ય હવે તુલનાત્મક રૂપે વધુ સક્રિય નથી રહ્યો.

પૃથ્વી પર શું અસર પડશે

પૃથ્વી પર શું અસર પડશે

પોતાના રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે સનસ્પૉટના કારણે આનાથી સંબંધિત ચુંબકીય ગતિવિધિઓ વધી છે, જે પૃથ્વીને પ્રભાવિત કરતી વિદ્યુત ચુંબકીય ઘટનાઓને જન્મ આપી શકે છે. ઉદાહરણ તરીકે સૂર્યના વાયુમંડળના બાહરી ક્ષેત્રથી પ્લાઝ્માની મોટી રિલીઝ, જે આવેશિત કણોનો એક સંગ્રહ છે, ઉપગ્રહો અને સંચારના બીજા ઉપકરણો માટે સમસ્યા પેદા કરે છે. આ ઉપરાંત બીજા વિદ્યુત ચુંબકીય ગતિવિધિઓ પણ કેટલીય સમસ્યાઓને કારણે બની શકે છે. જો કે અન્ય તારાની સરખામણીએ સૂર્યમાં બદલાવ નના થવો પૃથ્વી પર જીવન માટે એક સારા સમાચાર હોય શકે છે.

એક બોરિંગ તારા સાથે રહેવું ખરાબ વિકલ્પ નથી

એક બોરિંગ તારા સાથે રહેવું ખરાબ વિકલ્પ નથી

આ વિશે વધુ જાણકારી આપતા ટિમો રેનહોલ્ડે જણાવ્યું, સૂર્યનું વધુ પડતું સક્રિય થવું પૃથ્વીના ભૂવિજ્ઞાન અને તેના પુરાતન જળવાયુ પર વધુ અસર નાખે છે. બહુ વધુ સક્રિય તારો નિશ્ચિત રૂપે ગ્રહ પર જીવન માટે પરિસ્થિતિઓને બદલી દેશે, માટે કોઈ વધુ બોરિંગ તારા સાથે રહેવું ખરાબ વિકલ્પ નથી. સૂર્ય એક શાંત અવધીમાં હોય અને ભવિષ્યમાં તેમાં વધુ પરિવર્તનશીલતા જોવા મળે તેવી સંભાવનાઓને પણ નકારી ના શકાય. જો કે શોધકર્તાઓનું કહેવું છે કે આ વાતના કોઈ સંકેત મળ્યા નથી અને બધી જ ગતિવિધિઓ કોઈપણ સમયે એકદમ વધી જશે.

અમદાવાદમાં 15 મેં સુધી રહેશે સંપુર્ણ લોકડાઉન, આ બે સેવાને પરવાનગીઅમદાવાદમાં 15 મેં સુધી રહેશે સંપુર્ણ લોકડાઉન, આ બે સેવાને પરવાનગી

English summary
Research Reveals, Sun Activity Decreased By 5 Times Compared To Other Stars.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X