For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ukraine Russia War: યુક્રેનના ટ્રેન સ્ટેશનો પર રોકેટ હુમલામાં 4 બાળકો સહિત 39 લોકોના મોત, 100થી વધુ ઘાયલ

યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું કે પૂર્વી યુક્રેનમાં નાગરિકોને બહાર કાઢવા માટે ઉપયોગમાં લેવાઇ રહેલ રેલવે સ્ટેશન પર રશિયા દ્વારા કરાયેલ રોકેટ હુમલામાં 39 લોકો માર્યા ગયા છે અને 100 થી વધુ ઘાયલ થયા હતા. યુક્રેનની એસબીયુ સુરક્

|
Google Oneindia Gujarati News

યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું કે પૂર્વી યુક્રેનમાં નાગરિકોને બહાર કાઢવા માટે ઉપયોગમાં લેવાઇ રહેલ રેલવે સ્ટેશન પર રશિયા દ્વારા કરાયેલ રોકેટ હુમલામાં 39 લોકો માર્યા ગયા છે અને 100 થી વધુ ઘાયલ થયા હતા. યુક્રેનની એસબીયુ સુરક્ષા સેવાએ જણાવ્યું હતું કે ડોનેત્સ્ક ઓબ્લાસ્ટના ક્રમાટોર્સ્ક શહેરમાં રશિયન હુમલામાં ચાર બાળકો સહિત 39 લોકો માર્યા ગયા હતા.

Russia vS Ukrain

યુક્રેનના રેલ્વેના વડા એલેક્ઝાન્ડર કામશિને કહ્યું કે સ્ટેશન પર બે રોકેટ અથડાયા હતા. અગાઉના અહેવાલો અનુસાર ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા હતા. તેમણે વધુમાં કહ્યું કે "આ રેલ્વેના પેસેન્જર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્રેમેટોર્સ્કના રહેવાસીઓ પર ઇરાદાપૂર્વકનો હુમલો છે."

પ્રાદેશિક ગવર્નર પાવલો કિરીલેન્કોએ ઉમેર્યું હતું કે, સ્ટ્રાઇક સમયે હજારો લોકો સ્ટેશન પર હતા. તેઓ સુરક્ષિત વિસ્તારોમાં સ્થળાંતર કરવાની તૈયારી કરી રહ્યા હતા કારણ કે રશિયા તેના સૈનિકોને પૂર્વ યુક્રેન પર કેન્દ્રિત કરી રહ્યું છે.

નાગરિકો પરના તાજેતરના હુમલા પર પ્રતિક્રિયા આપતા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ રશિયાને "ઇવીલ વિથ નો લિમિટ્સ" ગણાવ્યું હતુ. ઝેલેન્સકીએ વધુમાં જણાવ્યુ હતુ કે તેઓ ઉદ્ધત રીતે નાગરિક વસ્તીનો નાશ કરી રહ્યા છે. આ એક દુષ્ટતા છે જેની કોઈ સીમા નથી અને જો તેને સજા નહી કરવામાં આવે તો તે ક્યારેય અટકશે નહીં

ઘટનાસ્થળ પર એએફપીના પત્રકારોએ ઓછામાં ઓછા 20 લોકોના મૃતદેહો જોયા હતા અને સ્ટેશનની બાજુમાં પ્લાસ્ટિકની ચાદર નીચે પડેલા હતા. જમીન પર લોહી એકઠું થઈ રહ્યું હતું અને હુમલાના બાદ ઈમારતની બહાર ભરેલી બેગ વિખરાયેલી પડી હતી.

English summary
Rocket attack on train stations in Ukraine kills 39 people, including 4 children
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X