For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓબામા પર કરેલી ટિપ્પણી માટે રોમનીના પુત્રએ માંગી માફી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

tagg-romney
વોશિંગ્ટન, 24 ઑક્ટોબર: અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર મીટ રોમનીના મોટા પુત્ર ટેગ રોમનીએ ન્યૂયોર્કમાં થયેલી બીજી પ્રેસિડેન્શલ ડિબેટ બાદ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીઓ માટે તેમની માફી માંગી હતી.

એબીસી ન્યૂઝના જણાવ્યા અનુસાર સોમવાર રાત્રે ફ્લોરિડામાં યોજાયેલી ફ્લોરિડામાં યોજાયેલી ત્રીજી અને અંતિમ ડિબેટ બાદ ટેગે મંચ પરથી માફી માગી હતી. ટેગે ઓબામાને કહ્યું હતું કે તે પોતાના પિતા (રોમની)ને ગુસ્સામાં લલકારનાર અમેરિકન રાષ્ટ્રપતિ ઓબામાને સબક સિખવાડવા માંગે છે.

એબીસી ન્યૂઝના જણાવ્યા અનુસાર ઓબામાએ ટેગની માફીને તાત્કાલીક સ્વિકાર કરી લીધી છે. વોશિંગ્ટન પોસ્ટમાં કહેવામાં આવ્યું છે' અભિયાનના અધિકારીએ કહ્યું છે કે ટેગ રોમનીએ રાષ્ટ્રપતિ ઓબામાને જણાવ્યું હતું કે તે ફક્ત એક મજાક હતી. ઓબામાએ ટેગની માફીને સ્વિકારી લીધી છે.

ગત 16 ઑક્ટોબરના રોજ યોજાયેલી બીજી પ્રેસિડેન્શલ ડિબેટમાં ઓબામા રોમની વિરૂદ્ધ ગુસ્સમાં જોવા મળ્યા હતા, આ ડિબેટ બાદ ટેગે એક રેડિયોને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે પોતાની જગ્યાએથી ઉભા થઇને મંચ પર જઇને તેમને સબક સિખવાડવા માંગતા હતા.

English summary
Tagg Romney, eldest son of Mitt Romney, has apologised to Obama for passing objectionable remarks against the President after the second presidential debate in New York.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X