રૂપર્ટ મર્ડોક છૂટાછેડા લેશે!

wendy-deng-rupert-murdoch
ન્યૂ યોર્ક, 14 જૂન : વિશ્વની અગ્રણી મીડિયા કંપની ન્યુઝ કોર્પોરેશનના માલિક રૂપર્ટ મર્ડોકે પોતાની પત્ની વેન્ડી ડેંગથી છૂટાછેડા લેવા માટે અરજી દાખલ કરી છે. આ સમાચારને કંપનીએ સમર્થન આપ્યું છે. મર્ડૉક અને વેન્ડીના લગ્ન 1999માં થયા હતા. તેમના બે બાળકો છે. હોલીવુડના સમાચારો સાથે સંકળાયેલી એક વેબસાઇટના અહેવાલ અનુસાર મર્ડૉક દંપત્તિએ ન્યૂ યોર્કની સુપ્રીમ કોર્ટમાં છૂટાછેડા માટેની અરજી દાખલ કરી છે.

મર્ડોકની પત્ની વેન્ડી વર્ષ 2011માં એ સમયે ઘણી ચર્ચામાં રહી હતી, જ્યારે ફોન હેકિંગના કેસ દરમિયાન એક વ્યક્તિએ મર્ડૉક પર હુમલાનો પ્રયત્ન કર્યો હતો અને વેન્ડીએ આગળ વધીને તેને રોક્યો હતો. 82 વર્ષના રૂપર્ટ મર્ડોક અને વેન્ડીની મુલાકાત વર્ષ 1997માં થઇ હતી. તેના બે વર્ષ બાદ બંનેએ લગ્ન કર્યાં. મૂળ ચીની એવી વેન્ડી મર્ડોકની ત્રીજી પત્ની છે.

ન્યૂ યોર્ક ટાઇમ્સની મીડિયા રિપોર્ટર એમી ચોજિકે ટ્વિટ કરીને જણાવ્યું છે કે છૂટાછેડા માટે કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેમના લગ્નસંબંધમાં એવી તિરાડ પડી છે કે તેને સાંઘી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે પોતાના છેલ્લા છૂટાછેડા સમયે મર્ડોકે 1.7 બિલિયન ડૉલરની ભારે રકમ ચૂકવવી પડી હતી. જો કે વેન્ડી અને રૂપર્ટના વિવાહ પહેલા સમજુતિ કરવામાં આવી હતી જે મુજબ બંને બાળકોના નામે શેર મૂકવામાં આવ્યા છે.

44 વર્ષીય ડેંગ ઉંમરમાં મર્ડોકથી 38 વર્ષ નાની છે. તેણે યેલ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. ત્યાર બાદ રૂપર્ટની કંપની સ્ટાર ટીવીમાં હોંગ કોંગ ખાતે તેને નોકરી મળી હતી. આ નોકરી દરમિયાન તેમની મુલાકાત મીડિયા મુગલ મર્ડોક સાથે થઇ હતી. વેન્ડી ડેંગ મર્ડોકના મીડિયા બિઝનેસમાં મહત્વની ભૂમિકા ભજવતા આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X