For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશિયાએ આપી ખુલ્લી ધમકી, જો યુક્રેન NATOમાં શામેલ થયુ તો થશે ત્રીજુ વિશ્વયુદ્ધ

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 9 મહિનાથી યુદ્ધ ચાલુ છે. રશિયાની સેના યુક્રેનમાં યુદ્ધ લડી રહી છે. થોડા સમયથી ઠંડા પડેલા યુદ્ધે ફરી ઘમાસાણ થવાનુ ચાલુ કર્યું છે. હવે રશિયાના રોષથી બચવા યુક્રેન નાટોમાં સામેલ થઈને પાઠ ભણાવવા

|
Google Oneindia Gujarati News

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 9 મહિનાથી યુદ્ધ ચાલુ છે. રશિયાની સેના યુક્રેનમાં યુદ્ધ લડી રહી છે. થોડા સમયથી ઠંડા પડેલા યુદ્ધે ફરી ઘમાસાણ થવાનુ ચાલુ કર્યું છે. હવે રશિયાના રોષથી બચવા યુક્રેન નાટોમાં સામેલ થઈને પાઠ ભણાવવા માંગે છે. રશિયાનુ કહેવુ છેકે જો યુક્રેન નાટોમાં જોડાય છે, તો તે ત્રીજા વિશ્વ યુદ્ધને ભડકાવી શકે છે. રશિયન અધિકારીઓના આ તાજેતરના નિવેદનથી લોકો ફરી ચિંતિત છે. રશિયાએ યુક્રેનના શહેરોને કાટમાળમાં ફેરવી દીધા છે. થોડા દિવસો પહેલા તેણે 75થી વધુ મિસાઈલ હુમલા કરીને કિવ સહિત અનેક શહેરોને તબાહ કરી દીધા હતા.

રશિયા યુક્રેન યુદ્ધ

રશિયા યુક્રેન યુદ્ધ

હવે પશ્ચિમી દેશો પહેલેથી જ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પરમાણુ હુમલાની ધમકીથી ડરી ગયા છે. રશિયા જાણે છે કે જો યુક્રેનને નાટોનું સભ્યપદ મળે તો તે ઘણી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. બીજી તરફ યુક્રેનનું માનવું છે કે જો યુક્રેન નાટોના સભ્ય દેશોમાં જોડાય છે તો તે ખુલ્લેઆમ રશિયાનો મુકાબલો કરી શકે છે. તેનાથી તેની સામે રશિયાની સ્થિતિ ઘણી નબળી પડી જશે.

યુક્રેને નાટોના સભ્ય પદ માટે લગાવી ગુહાર

યુક્રેને નાટોના સભ્ય પદ માટે લગાવી ગુહાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને 30 સપ્ટેમ્બરના રોજ યુક્રેનના ચાર પ્રદેશોના જોડાણની જાહેરાત કર્યા પછી ઝેલેન્સકીએ નાટોના ફાસ્ટ-ટ્રેક સભ્યપદ માટે હાકલ કરી હતી. યુક્રેનને સંપૂર્ણ નાટો સભ્યપદ પ્રાપ્ત કરવામાં લાંબો સમય લાગી શકે છે. તે એટલા માટે કારણ કે તેને 30 નાટો સભ્ય દેશોની સંમતિની જરૂર છે.

રશિયાના આ પગલાને પશ્ચિમિ દેશોએ નકાર્યુ

રશિયાના આ પગલાને પશ્ચિમિ દેશોએ નકાર્યુ

સુરક્ષા પરિષદના રશિયાના ડેપ્યુટી સેક્રેટરી એલેક્ઝાન્ડર વેનેડિક્ટોવ કહે છે કે યુક્રેન સંપૂર્ણ રીતે વાકેફ છે કે આવા પગલાથી ત્રીજું યુદ્ધ થઈ શકે છે. રશિયા માને છે કે યુક્રેનને મદદ કરવી એ દર્શાવે છે કે પશ્ચિમી દેશો આ સંઘર્ષમાં સીધા સહભાગી છે. અગાઉ, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં રશિયન લોકમતને અમાન્ય જાહેર કરવામાં આવ્યો હતો.

NATOના સભ્ય પદને લઇ તણાવ

NATOના સભ્ય પદને લઇ તણાવ

હવે નાટો સભ્યપદને લઈને રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ નોંધપાત્ર રીતે વધી ગયો છે. રશિયાએ થોડા દિવસો પહેલા યુક્રેન પર ક્રૂર હુમલો કર્યો હતો. ક્રિમિયાના કેર્ચ બ્રિજ પર થયેલા બ્લાસ્ટ બાદ આ હુમલો કરવામાં આવ્યો હતો. રશિયન હુમલામાં 14 થી વધુ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. કિવ સહિત ઘણા શહેરો બરબાદ થઈ ગયા હતા. આવી સ્થિતિમાં યુક્રેન શક્ય તેટલી વહેલી તકે નાટોનું સભ્યપદ સ્વીકારવા માટે ઉત્સુક છે. આ સાથે જ રશિયાએ એવી પણ ધમકી આપી છે કે જો આમ થશે તો ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતા વધુ પ્રબળ બની જશે.

પુતિને પરમાણુ હુમલાની આપી ધમકી

પુતિને પરમાણુ હુમલાની આપી ધમકી

પુતિને 21 સપ્ટેમ્બરના રોજ પશ્ચિમને ચેતવણી આપી હતી કે તેઓ મજાક નથી કરી રહ્યા. રશિયા પોતાનો બચાવ કરવા માટે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાથી પાછળ નહીં હટે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પરમાણુ હુમલાની ધમકીથી અમેરિકા સહિત પશ્ચિમી દેશો ચિંતિત છે. હવે યુક્રેનના નાટોના સભ્યપદ પછી શું થશે તે અંગે પણ ચિંતાની નવી રેખાઓ દોરવામાં આવી છે. હવે જો ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો રશિયા પરમાણુ હુમલો કરવામાં પાછળ નહીં હટે. પછી વિશ્વની સ્થિતિ અચાનક બદલાઈ શકે છે. વિશ્વ પહેલેથી જ ગંભીર ઉર્જા અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. યુક્રેન યુદ્ધને કારણે વિશ્વના ઘણા દેશો ભૂખમરા અને વિનાશની આરે પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં જો આપણે રશિયાની નવી ચેતવણીને ધ્યાનથી સમજીએ તો આવનારું સંકટ વિશ્વ માટે ખૂબ જ ખતરનાક સાબિત થવાનું છે.

English summary
Russia has given an open threat, if Ukraine joins NATO, there will be a third world war
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X