ડૉનેસ્ક અને લુહાંસને રશિયાએ આપી માન્યતા, પૂર્વ યુક્રેનમાં મોકલી સેના
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ડૉનેસ્ક અને લુહાંસને સ્વતંત્ર ક્ષેત્ર તરીકે માન્યતા આપી દીધી છે.
મૉસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ડૉનેસ્ક અને લુહાંસને સ્વતંત્ર ક્ષેત્ર તરીકે માન્યતા આપી દીધી છે. સાથે જ પૂર્વ યુક્રેનના આ હિસ્સામાં પોતાની સેનાને પણ મોકલી દીધી છે. અહીં રશિયા દ્વારા સમર્થક વિદ્રોહી 2014થી યુક્રેનની સેના સાથે લડી રહ્યા છે. પરંતુ જે રીતે રશિયાના રાષ્ટ્રપતિએ તેમને માન્યતા આપી દીધી છે તેનાથી યુક્રેન સાથે શાંતિ વાર્તાને એક રીતે ખતમ માનવામાં આવી રહી છે. એટલુ જ નહિ રશિયાની સેનાને આ બંને ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. રશિયાના આ નિર્ણયથી પશ્ચિમી દેશોને એ વાતનો ડર છે કે હવે રશિયા આ ક્ષેત્રોમાંથી યુક્રેનમાં પ્રવેશ કરવાની કોશિશ કરશે.

રશિયાના આ નિર્ણય બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમર જેલેંસ્કીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે રશિયા દ્વારા ઉઠાવવામાં આવેલુ આ પગલું યુક્રેનની સંપ્રભુતાનુ ઉલ્લંઘન છ. રશિયાના આ નિર્ણયથી યુક્રેનની સીમા પર કોઈ અસર નહિ પડે અને આંતરરાષ્ટ્રીય સીમા પહેલાની જેમ જ રહેશે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે રશિયાની સેના કઈ રીતે અહીં વિદ્રોહી જૂથોનુ સમર્થન કરશે પરંતુ જો રશિયાની સેના બૉર્ડર પાર કરશે તો એ પહેલી વાર હશે જ્યારે રશિયાની સેનાએ અધિકૃતરીતે આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હશે. રશિયાની સંસદ પણ વિદ્રોહી સંગઠનો સાથે થયેલ સમજૂતીનુ સમર્થન કરી શકે છે જેનાથી મૉસ્કોને ડૉનેસ્કઅને લુહાંસમાં સૈન્ય બેઝ સ્થાપિત કરવાનો અધિકાર મળી જશે.
હાલમાં વર્ષોની વાત કરીએ તો આ બંને ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં લોકોને રશિયાનો પાસપોર્ટ આપવામાં આવ્યો છે. એવામાં પશ્ચિમી દેશોને એ વાતનો પણ ડર છે કે રશિયા પોતાના નાગરકોની રક્ષાના નામે આ ક્ષેત્રમાં પ્રવેશ કરશે. બંને ક્ષેત્રોની સ્વતંત્રતાને માન્યતા આપ્યાબાદ રાષ્ટ્રપતિ પુતિને પોતાના સંબોધનમાં કહ્યુ કે આધુનિક યુક્રેનને સોવિયેત રશિયાએ બનાવ્યુ હતુ. પુતિને આ ક્ષેત્રને પ્રાચીન રશિયન જમીન ગણાવી દીધી. પુતિને કહ્યુ કે સોવિયેત યુનિયન જ્યારે 1991માં તૂટ્યુ ત્યારે રશિયા સાથે લૂટફાટ કરવામાં આવી. તેમણે યુક્રેનને અમેરિકાની કોલોની સુધી કહી, જ્યાં અમેરિકા કઠપૂતળીની સરકાર ચલાવી રહી છે. લોકો વર્તમાન નેતૃત્વમાં ઘણો સંઘર્ષ કરી રહ્યા છે.
રશિયન રાષ્ટ્રપતિએ કહ્યુ કે યુક્રેન સ્થિરતા પ્રાપ્ત કરવા માટે સક્ષમ નથી. એટલે જ તેને અમેરિકા જેવી વિદેશી તાકાત પર નિર્ભર રહેવુ પડ્યુ છે. યુક્રેનના અધિકારી રાષ્ટ્રવાદ અને ભ્રષ્ટાચારના વાયરસનો ચેપ લાગ્યો છે. વિદેશ તાકાત દરેક સ્તરના અધિકારીને પ્રભાવિત કરી રહી છે. યુક્રેનમાં અમેરિકા દૂતાવાસ એંટી કરપ્શન વાહનોનો કંટ્રોલ કરે છે. ત્યાં પણ રશિયન ભાષાને હાંસિયામાં ધકેલી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
