Tsunami: રશિયામાં 8.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી, હેલ્પલાઈન નંબર જાહેર, ખતરામાં Japan
Tsunami Alert: બુધવારે સવારે રશિયાના કામચટકા દ્વીપકલ્પમાં 8.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે જાપાન, અમેરિકા અને રશિયા માટે સુનામીની ચેતવણી આપવામાં આવી. જાપાનની હવામાન એજન્સીએ અગાઉની ચેતવણીને સુનામી ચેતવણીમાં અપગ્રેડ કરી, જાપાનના પેસિફિક કિનારા પર 3 મીટર ઊંચા મોજા ઉછળવાની ચેતવણી આપી.

દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. પ્રાદેશિક કટોકટીની સ્થિતિ મંત્રી સેર્ગેઈ લેબેદેવના જણાવ્યા અનુસાર, કામચટકાના લોકોને 'દ્વીપકલ્પના કિનારાથી દૂર જવા' વિનંતી કરવામાં આવી હતી. હવાઈ માટે પણ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે અને તે પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
કેલિફોર્નિયા, અમેરિકાના અન્ય પશ્ચિમી દરિયાકાંઠાના રાજ્યો અને હવાઈમાં રહેતા ભારતીય નાગરિકોને નીચેની માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
સ્થાનિક ચેતવણીઓનું પાલન કરો.
સ્થાનિક કટોકટી વ્યવસ્થાપન અને યુએસ સુનામી ચેતવણી કેન્દ્રો સહિત યુએસ સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલ ચેતવણીઓનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરો.
જો સુનામી ચેતવણી જારી કરવામાં આવે તો ઊંચા સ્થાને જાઓ.
દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર રહો.
કટોકટી માટે તૈયાર રહો અને તમારા ઉપકરણો ચાર્જ રાખો.
સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે એક હેલ્પલાઈન નંબર પણ જારી કર્યો છે - +1-415-483-6629
કામચટકામાં એક કિન્ડરગાર્ટનને નુકસાન થયું (Tsunami)
યુએસ નેશનલ વેધર સર્વિસના પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રે જણાવ્યું હતું કે સુનામી સર્જાઈ છે જે હવાઇયન ટાપુઓના તમામ દરિયાકાંઠે નુકસાન પહોંચાડી શકે છે, ભૂકંપથી કામચટકામાં એક કિન્ડરગાર્ટનને નુકસાન થયું હતું. કામચટકાના ગવર્નર વ્લાદિમીર સોલોડોવે ટેલિગ્રામ મેસેજિંગ એપ પર શેર કરેલા એક વીડિયોમાં કહ્યું હતું કે, "આજનો ભૂકંપ ભયંકર અને દાયકાઓમાં સૌથી મજબૂત હતો."
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે Tsunami અંગે કર્યું Tweet
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે Tweet કર્યું કે 'રશિયામાં 8.7ની તીવ્રતાનો ભૂકંપ, હવાઈમાં રહેતા લોકો માટે સુનામી ચેતવણી જારી કરવામાં આવી છે. અલાસ્કા અને યુનાઇટેડ સ્ટેટ્સના પેસિફિક કિનારા માટે સુનામી ચેતવણી અમલમાં છે. જાપાન પણ જોખમમાં છે.'
Russia 8.7 m earthquake | A Tsunami Warning is in effect for those living in Hawaii. A Tsunami Watch is in effect for Alaska and the Pacific Coast of the United States. Japan is also in the way: US President Donald Trump pic.twitter.com/fondVxuQ9C
— ANI (@ANI) July 30, 2025
આ જગ્યાઓ પર છે Tsunamiનો સૌથી વધુ ખતરો
એક્વાડોર
રશિયા
ઉત્તરપશ્ચિમ હવાઇયન ટાપુઓ
ચિલી
કોસ્ટા રિકા
ફ્રેન્ચ પોલિનેશિયા
ગુઆમ
હવાઈ
જાપાન
જાર્વિસ ટાપુ
જોહન્સ્ટન એટોલ
કિરિબાતી
મિડવે ટાપુ
પાલમીરા ટાપુ
પેરુ
સમોઆ
સોલોમન ટાપુઓ
એન્ટાર્કટિકા
ઓસ્ટ્રેલિયા
ચુક
કોલંબિયા
કૂક આઇલેન્ડ્સ
અલ સાલ્વાડોર
ફીજી
ગ્વાટેમાલા
હાઉલેન્ડ અને બેકર આઇલેન્ડ્સ
ઇન્ડોનેશિયા
કર્માદેક આઇલેન્ડ્સ
કોસરા
માર્શલ આઇલેન્ડ્સ
મેક્સિકો
નૌરુ
ન્યૂ કેલેડોનિયા
ન્યૂઝીલેન્ડ
નિકારાગુઆ
ન્યૂ
ઉત્તરી મારિયાના આઇલેન્ડ્સ
પલાઉ
પનામા
પાપુઆ ન્યુ ગિની
ફિલિપાઇન્સ
પિટકેર્ન આઇલેન્ડ
પોહ્નપેઇ
તાઇવાન
ટોકેલાઉ
ટોંગા
તુવાલુ
વાનુઆતુ
વેક આઇલેન્ડ
વોલિસ અને ફ્યુટુના
અમેરિકન સમોઆ
યાપ
The Consulate General of India in San Francisco is monitoring the potential tsunami threat following the recent 8.7 magnitude earthquake off Russia's Kamchatka Peninsula.
— ANI (@ANI) July 30, 2025
Indian nationals in California, other US West Coast states, and Hawaii are advised to take the following… pic.twitter.com/TcwP0tNU0L
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
