• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
LIVE

Russia Ukraine War Live: રશિયાએ યુક્રેનના હથિયારોના શિપમેંટ પર મિસાઈલ દાગી

|
Google Oneindia Gujarati News

યુક્રેન પર રશિયન હુમલાનો ત્રીજો મહિનો ચાલી રહ્યો છે અને હજી પણ યુદ્ધ સમાપ્ત નથી થયું. જ્યારે 9 મેના રોજ રશિયા દ્વિતીય વિશ્વયુદ્ધમાં નાત્સી જર્મની પર મળેલી જીતના ઉપલક્ષ્યમાં વિજય દિવસ મનાવશે, જેને જોતાં આશંકા છે કે 9 મેના રોજ પ્રેસિડેન્ટ પુતિન યુદ્ધનું એલાન કરી શકે છે, જેને તેઓ અત્યાર સુધી એક સૈન્ય અભ્યાન ગણાવતા આવ્યા છે. જ્યારે યુક્રેનના પ્રેસિડેન્ટે રાજધાની કીવના લોકોને સાવધાન રહેવા માટે કહ્યું છે અને આશંકા જતાવાઈ છે કે આગલા 2થી ત્રણ દિવસ રશિયા ભીષણ હુમલો કરી શકે છે. જો કે તેમણે ઉમ્મીદ જતાવી છે કે શાંતિવાર્તાનો પુલ હજી પણ નથી તૂટ્યો. એવામાં સવાલ એજ છે કે, આખરે યુક્રેન યુદ્ધનો અંત ક્યારે થશે? પળેપળની અપડેટ મેળવવા માટે અમારી સાથે બન્યા રહો.

russia war

Newest First Oldest First
8:22 AM, 18 May
રશિયાની ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીએ દેશના નાયબ વિદેશ પ્રધાનને ટાંકીને જણાવ્યું હતું કે મોસ્કો અને કિવ યુદ્ધ "કોઈપણ સ્વરૂપમાં" સમાપ્ત કરવા માટે વાતચીત કરી રહ્યાં નથી. રશિયાએ કહ્યું છે કે યુક્રેન સાથે વાતચીત સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે.
8:21 AM, 18 May
રશિયાના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે તેના દળોએ યુક્રેનના પશ્ચિમ લ્વિવ પ્રદેશમાં કિવના પશ્ચિમી સહયોગીઓ અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા મોકલવામાં આવેલા શસ્ત્રોના મોટા શિપમેન્ટ પર મિસાઇલો છોડી દીધી છે, જેમાં તમામ શસ્ત્રોનો નાશ કરવામાં આવ્યો છે. આ દાવો લ્વિવના ગવર્નરના કહેવા બાદ આવ્યો છે કે રશિયાન સેનાએ ફરીથી આ ક્ષેત્રમાં એક પ્રમુખ સૈન્ય સુવિધા પર હુમલો કર્યો. કીવ તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી.
10:20 AM, 8 May
યુક્રેને રશિયન જહાજ ઉડાવ્યું
યુક્રેન સ્થિત ધી કીવ ઈંડિપેન્ડન્ટ રિપોર્ટ મુજબ દેશભરમાં હવાઈ હુમલાના એલર્ટ બંધ થઈ ગયા છે. જ્યારે ડોનેટ્સ્ક, ખમેલનિત્સકી, ચર્કાસી, ચેર્નિહાઈવ, કીવ, જાઈટૉમિર, ઈવાનો-ફ્રેંકિવસ્ક, કિરોવોહ્રદ, વિન્નિત્સિયા, વોલિન, ચેર્નિત્સિ, જકારપટ્ટિયા, રિવ્ને, લ્વિવ, ટર્નોપિલ અને ઓડેસા ઓબ્લાસ્ટમાં ગોળીબાર થયો. સમાચાર પત્રના રિપોર્ટ મુજબ વિદ્રોહિઓના કબ્જા વાળા લુહાન્સ્કમાં રશિયન સૈનિકોએ રાતભર ગોળીબાર કર્યો. જ્યારે યુક્રેને શનિવારે દાવો કર્યો કે તેમણે વધુ એક રશિયન જહાજને નષ્ટ કરી નાખ્યું. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, 'યુક્રેનિયન બાયરાક્ટર TB2 એ અન્ય રશિયન જહાજને નષ્ટ કર્યું છે. આ વખતે "સેર્ના" પ્રોજેક્ટનું લેન્ડિંગ ક્રાફ્ટ તોડી પાડવામાં આવ્યું છે. યુક્રેનની સેનાએ કાળા સમુદ્રમાં રશિયાના એક જહાજને તોડી પાડ્યું છે.
10:20 AM, 8 May
યુક્રેન પર પુતિનની અલગ સોચ
અમેરિકી ગુપ્તચર એજન્સીના પ્રમુખે કહ્યું કે પુતિન યુક્રેન વિશે વર્ષોથી "સ્ટૂઈંગ" કરી રહ્યા છે, જે ક્યારેક સોવિયત સંઘનો ભાગ હતો. આ મુદ્દે રશિયન નેતાની સોચને "ફરિયાદ અને મહત્વકાંક્ષા અને અસુરક્ષાને મિલાવી એક અતિ જ્વલનશીલ કૉકટેલ" કૉકટેલનું નિર્માણ કરે છે. બર્ન્સે કહ્યું, 'રશિયન નેતા યુદ્ધમાં યુક્રેનના સશસ્ત્ર બળો દ્વારા દેખાડવામાં આવેલા કડક પ્રતિરોધથી વિચલિત નથી થયા, કેમ કે તેમણે આ આક્રમણ શરૂ કરતા પહેલાં જ આ વિકલ્પોને લઈ વધુ દાવ લગાવી રાખ્યો છે.' તેમણે કહ્યું કે, "મને લાગે છે કે તેઓ હજી આશ્વસ્ત છે કે યુદ્ધની ગતિને બેગણી કરી દેવાથી તેમને યુદ્ધમાં જીત હાંસલ થઈ જશે."
9:30 AM, 2 May
મારિયુપોલ એઝોવસ્ટાલ સ્ટીલ વર્ક્સના બંકરમાંથી ડઝનેક નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા હતા, તેઓ રવિવારે ડનિટ્સ્કમાં એક અસ્થાયી આવાસ કેન્દ્ર પર પહોંચ્યા, રોઇટર્સે અહેવાલ આપ્યો છે.
9:29 AM, 2 May
યોનહાપ સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે યુક્રેનમાં દક્ષિણ કોરિયાના રાજદૂત, કિમ હ્યુંગ-ટે અને અન્ય દૂતાવાસના કર્મચારીઓ કામગીરી ફરી શરૂ કરવા માટે કિવ પરત ફર્યા છે. સિઓલના વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે.
9:29 AM, 2 May
જેલેંસ્કીએ કહ્યું કે રશિયન સેના યુક્રેનના દક્ષિણમાં નિપ્રોપેટ્રોસ ક્ષેત્રના શહેરો અને સમુદાયો પર હુમલો કરવા માટે એકઠી થઈ રહી છે.
11:39 AM, 27 Apr
યુક્રેનની સૈન્યએ કહ્યું છે કે તેના દળોએ કાળા સમુદ્રમાં સ્નેક આઇલેન્ડ પર રશિયન સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમનો નાશ કર્યો હતો, જે યુક્રેનિયનમાં લેન્ડ આઇલેન્ડ તરીકે ઓળખાય છે. યુક્રેનિયન સૈન્યએ કહ્યું કે, 'અમારા દળોએ જમીની ટાપુ પર દુશ્મનોને હરાવી દીધા છે અને સ્ટ્રેલા-10 એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ સિસ્ટમનો નાશ કર્યો છે.
11:38 AM, 27 Apr
રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે તેના દળોએ યુક્રેનના દક્ષિણમાં આવેલા સમગ્ર ખેરસન વિસ્તારને આઝાદ કરી લીધો છે. ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીએ આ જાણકારી આપી છે.
11:38 AM, 27 Apr
વિશ્વની સૌથી મોટી ડ્રોન નિર્માતા ડીજેઆઈ એ જાહેરાત કરી છે કે તે રશિયા અને યુક્રેનમાં અસ્થાયી રૂપે કામગીરી અટકાવી રહી છે, જે યુક્રેનમાં યુદ્ધના પ્રતિભાવમાં ચીની પેઢી દ્વારા વ્યવસાયને સ્થગિત કરવાનું એક દુર્લભ ઉદાહરણ છે. શેનઝેન-મુખ્યમથક કંપનીએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે"DJI વિવિધ અધિકારક્ષેત્રોમાં આંતરિક રીતે પાલન આવશ્યકતાઓનું પુનઃમૂલ્યાંકન કરી રહ્યું છે."
11:54 AM, 25 Apr
પોલ્ટાવા પ્રાદેશિક સૈન્ય વહીવટના વડા, દિમિત્રી લુનિને રવિવારે જણાવ્યું હતું કે રવિવારે સાંજે પોલ્ટાવા પ્રદેશના ક્રેમેનચુક શહેરમાં નવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓને રશિયન મિસાઇલોએ નિશાનો બનાવી હતી.
11:53 AM, 25 Apr
એક રશિયન સેનેટર કહે છે કે વર્તમાન પ્રતિબંધો મોસ્કોની અર્થવ્યવસ્થાને "વિચલિત" કરી શકશે નહીં અને ઇયુએ અશ્મિભૂત ઇંધણ વિના કામ કરવાની રશિયાની અસમર્થતાને છતી કરી છે.
11:52 AM, 25 Apr
યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિન અને સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન આજે યુક્રેન પહોંચ્યા છે, જે યુદ્ધની શરૂઆત પછી પ્રથમ વખત યુએસના ટોચના અધિકારી કિવની મુલાકાતે છે. આ દરમિયાન બંને અમેરિકી અધિકારીઓએ રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત કરી છે.
11:52 AM, 25 Apr
સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી એજન્સીએ કહ્યું છે કે બે મહિના પહેલા રશિયાના આક્રમણ બાદ દેશમાંથી ભાગી ગયેલા યુક્રેનિયનોની સંખ્યા 5.2 મિલિયનની નજીક પહોંચી ગઈ છે.
11:50 AM, 25 Apr
યુક્રેનના નાયબ વડા પ્રધાન ઇરિના વેરેશચુકે આરોપ મૂક્યો છે કે રશિયા ગોળીબાર બંધ કરી રહ્યું નથી, જેના કારણે મેરિયુપોલ તરફથી માનવતાવાદી માર્ગને બનાવી શકાયો નથી.
3:46 PM, 23 Apr
પોપાસ્નામાં રશિયન ગોળીબારમાં 2ના મોત
લુહાન્સ્કના ગવર્નર સેરહી હૈદાઈનું કહેવું છે કે, પોપાસ્ના શહેરમાં રશિયન ગોળીબારમાં બે લોકો માર્યા ગયા છે. હૈદાઈએ શનિવારના રોજ મેસેજિંગ એપ્લિકેશન ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે, આ પ્રદેશમાં રહેણાંક ઇમારતો પર અગાઉના દિવસે 12 વખત ગોળીબાર કરવામાં આવ્યો હતો. હૈદાઈએ લખ્યું હતું કે, શહેરમાં કેટલાક અઠવાડિયા સુધી સ્ટ્રીટ વોર ચાલુ રહે તે હકીકત ઉપરાંત, રશિયન સૈન્ય સતત બહુમાળી રહેણાંક ઇમારતો અને ખાનગી મકાનો પર ગોળીબાર કરે છે. ગઈકાલે જ, સ્થાનિક રહેવાસીઓએ પાંચ દુશ્મન આર્ટિલરી હુમલાઓનો સામનો કર્યો હતો. જેમાં બધા બચી શક્યા નહીં. લિસિચેન્સ્ક અને નોવોડ્રુઝેસ્કમાં પણ કેટલાક મકાનો ધરાશાયી થયા હતા.
3:38 PM, 23 Apr
પૂર્વ લુહાન્સ્કના શહેરોમાં તોપમારો વધુ તીવ્ર બની રહ્યો છે - યુક્રેન
પ્રદેશના ગવર્નર સેરહી હૈદાઈએ ટેલિવિઝન પર જણાવ્યું હતું કે, લુહાન્સ્કના પૂર્વ વિસ્તારના તમામ યુક્રેનિયન-નિયંત્રિત શહેરો પર શનિવારના રોજ રશિયન દળો દ્વારા સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો હતો અને આડશ તીવ્ર બની રહી હતી. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, યુક્રેનિયન દળો ફરીથી એકત્ર થવા માટે ત્યાં કેટલીક વસાહતો છોડી રહ્યા છે, પરંતુ આ પગલું ગંભીર ઝટકા સમાન નથી. રશિયા નાગરિક વિસ્તારોને નિશાન બનાવવાનો ઇન્કાર કરે છે.
3:34 PM, 23 Apr
મર્યુપોલ માટે નાગરિક સ્થળાંતરનો પ્રયાસ ફરીથી શરૂ થશે
દેશના અધિકારીઓએ જણાવ્યું હતું કે, યુક્રેનમાં શનિવારના રોજ નાગરિકોને સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવાના પ્રયાસો ચાલુ રહેશે. નાયબ વડાપ્રધાન ઇરીના વેરેશચુકે ટેલિગ્રામ મેસેજિંગ એપ પર જણાવ્યું હતું કે, વ્યૂહાત્મક બંદર શહેર માર્યુપોલમાંથી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને બહાર કાઢવાનો બીજો પ્રયાસ કરવામાં આવશે, જેને રશિયન દળોએ અઠવાડિયાથી ઘેરી લીધું છે અને સતત બોમ્બમારો દ્વારા થયેલા ધૂમાડામાં ઘટાડો થયો છે. વેરેશચુકેએ જણાવ્યું હતું કે, જો બધું યોજના મુજબ ચાલે છે, તો મારિયુપોલમાં શનિવારના મધ્યાહનથી સ્થળાંતર શરૂ થશે. શહેરમાંથી નાગરિકોને બહાર કાઢવાના અગાઉના ઘણા પ્રયાસો નિષ્ફળ ગયા છે.
3:31 PM, 23 Apr
યુએન એસજી ગુટેરેસ યુક્રેનમાં "યુદ્ધ રોકવા માટે" આવતા અઠવાડિયે રાષ્ટ્રપતિ પુતિન, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળશે
યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ આવતા અઠવાડિયે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકીને મળશે, કારણ કે તેઓ યુક્રેનમાં "યુદ્ધને રોકવા" માટે રાજદ્વારી પ્રયાસોને આગળ વધારશે. સેક્રેટરી-જનરલના એસોસિયેટ પ્રવક્તા એરી કાનેકોએ શુક્રવારે જણાવ્યું હતું કે, ગુટેરેસ મોસ્કોની મુલાકાત લેશે, જ્યાં 26 એપ્રીલના રોજ તેઓ વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવ સાથે કાર્યકારી બેઠક અને લંચ કરશે અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. રશિયાની મુલાકાત બાદ ગુટેરેસ આવતા અઠવાડિયે યુક્રેનનો પ્રવાસ પણ કરશે. તેઓ વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબા સાથે કાર્યકારી બેઠક કરશે અને 28 એપ્રીલના રોજ ઝેલેન્સકી દ્વારા સ્વાગત કરવામાં આવશે.
3:28 PM, 23 Apr
ખાર્કિવ ક્ષેત્રમાં યુક્રેનિયન ફાઈટર જેટને તોડી પાડ્યું હોવોનો રશિયાએ કર્યો દાવો
રશિયાના સંરક્ષણ મંત્રાલયે શનિવારના રોજ જણાવ્યું હતું કે, તેના દળોએ યુક્રેનના su 25 ફાઇટર જેટને તોડી પાડ્યું હતું અને યુક્રેનના ખાર્કિવ ક્ષેત્રમાં એરફિલ્ડ પર ત્રણ MI 8 હેલિકોપ્ટરનો નાશ કર્યો હતો. રશિયન દાવા અંગે યુક્રેન તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી.
7:32 AM, 5 Apr
હાલત ઘણી વધુ ખરાબ
રાષ્ટ્રપતિ જેલેંસ્કીના સલાહકાર અને યુક્રેનના પૂર્વ નાણામંત્રી ટાયમોફી માયલોવાનોવે કહ્યું કે, અગાઉ પણ કીવની પૂર્વમાં આવેલ બ્રોવરી ઉપનગરમાં હાલાત બહુ ખરાબ કરવામાં આવ્યા છે અને ચેર્નિહાઇવ જવાના હાઇવે કાંઠે આવતા ગામોમાં રશિયન સૈનિકોએ ભીષણ અત્યાચાર કર્યો છે. માયલોવાનોવે કહ્યું કે શરૂઆતી ચક્ષુદર્શીઓ અને શરૂઆતી જે સબૂત મળ્યા છે તેનાથી માલૂમ પડ્યું છે કે બાળકોને જીવતા સળગાવવામાં આવ્યા છે અને યુવા મહિલાઓ સાથે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો છે અને બાદમાં તેમની હત્યા કરી દેવામાં આવી છે. જ્યારે રશિયાની ઘેરાબંધીને કારણે લોકોને પોતાના પાળેલાં જાનવર મારીને ખાવા મજબૂર થવું પડ્યું છે. તેમણે કહ્યું કે, ઠેર ઠેર મૃતદેહો મળી રહ્યા ચે અને ચારો તરફ માત્ર બરબાદી જ બરબાદી છે.
7:32 AM, 5 Apr
કેટલાય યુ્ક્રેની અધિકારીઓની હત્યા
મોતિજિનના એક નિવાસીએ કહ્યું કે રશિયન સૈનિકોએ એવા કેટલાય યૂક્રેની અધિકારીઓને મારી નાખ્યા જેમણે સહયોગ કરવાનો ઈનકાર કરી દીધો હતો. મેયર અને તેમના પરિવારને અન્ય લોકોએ 23 માર્ચે રૂસીઓ દ્વારા અપહરણ અને અજ્ઞાત દિશામાં લઈ જવાની સૂચના મળી હતી. જ્યારે રાજધાની કીવના બાહરી વિસ્તારમાં આવેલ બુચા શહેરમાં જ વધુ એક કબ્ર મળી છે, અને તેને પણ ઉતાવળે બનાવવામાં આવી હતી, તેમાં 57 નાગરિકોની લાશ મળી છે. બૂચા શહેરમાં અત્યાર સુધી કેટલીય સામૂહિક કબ્ર મળી ચૂકી છે, જેમાં અત્યાર સુધીમાં 300થી વધુ મૃતદેહ મળી ચૂક્યા છે.
9:52 AM, 20 Mar
પોપ ફ્રાંસિસે શનિવારે રોમના બાલ ચિકિત્સા હોસ્પિટલમાં ઈલાજ કરાવી રહેલા યુવા યુક્રેની યુદ્ધ શરણાર્થિઓનો ઔચક પ્રવાસ કર્યો. વેટિકન દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરોમાંથી એકમાં પોપ એક ઘાયલ છોકરી સાથે વાત કરી રહ્યા છે અને તેના ગળામાં એક ટ્યૂબ બાંધેલી જોવા મળી રહી છે.
9:52 AM, 20 Mar
સમાચાર એજન્સી એપીએ જણાવ્યું કે યુક્રેનના પ્રેસિડેન્ટ વલોડિમિર જેલેંસ્કીએ કહ્યું કે મારિયુપોલની ઘેરાબંધી ઈતિહાસમાં નોંધાશે, જેને તેઓ રુસી સેના દ્વારા યુદ્ધ અપરાધ કહી રહ્યા છે. તેમણે કહ્યું કે, એક શાંતિપૂર્ણ શહેર માટે આવું કરવા માટે, કબ્જો કરનારાઓએ જે કર્યું, તે એક એવો આતંક છે જેને આગામી સદીઓ સુધી યાદ રાખવામાં આવશે.
9:52 AM, 20 Mar
રશિયા અને યુક્રેન વચ્ચે વધતી લડાઈ વચ્ચે રૂસી વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે શનિવારે કહ્યું કે પશ્ચિમી પ્રતિબંધોની સામે બેઈજિંગ સાથે મોસ્કોનો સહયોગ મજબૂત હશે.
3:10 PM, 15 Mar
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ચીનની રાજધાનીમાં નિયમિત ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે G20 ગ્રૂપ ઓફ નેશન્સ યુક્રેનના મુદ્દા પર ચર્ચા કરવા માટે યોગ્ય મંચ નથી. તમને જણાવી દઈએ કે G20 અથવા ગ્રુપ ઓફ 20માં ચીન અને યુરોપિયન યુનિયન સહિત 19 દેશોનો સમાવેશ થાય છે. તેની આગામી સમિટ ઓક્ટોબરમાં ઈન્ડોનેશિયાના બાલી ટાપુ પર યોજાવાની છે.
3:09 PM, 15 Mar
પશ્ચિમી શહેર લ્વિવના અધિકારીઓ કહે છે કે તેઓ સૌથી ખરાબ પરિસ્થિતિ માટે તૈયારી કરી રહ્યા છે. લ્વિવના ડેપ્યુટી મેયર આન્દ્રે મોસ્કાલેન્કોએ અલ જઝીરાને જણાવ્યું હતું કે, "આજે, અમારા દેશમાં અમારી પાસે કોઈ સુરક્ષિત જગ્યા કે પ્રદેશ નથી."
10:41 AM, 9 Mar
સાઉદી-યુએઈએ આપ્યો બાઈડેનને ઝટકો
ધ ગાર્ડિયન અખબારે વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલના આધારે કહ્યું છે કે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના વડાઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે ટેલિફોન પર વાત કરવાનો સમય નથી આપી રહ્યા અને તેની પાછળ આ બંને દેશોને ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો થવાનો ડર છે. યુક્રેન પરના આક્રમણ બાદ અમેરિકા અને તેના સહયોગીઓએ રશિયા સામે કડક પ્રતિબંધોની જાહેરાત કરી છે, રશિયા પાસેથી તેલ અને ગેસની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે જેના કારણે તેલની કિંમત ઐતિહાસિક સ્તરે પહોંચી શકે છે.
10:39 AM, 9 Mar
રશિયા જરુર હારશેઃ અમેરિકા
યુએસ કોંગ્રેસમાં બોલતા અમેરિકન નેતા નુલેન્ડે કહ્યું કે યુક્રેન યુદ્ધમાં રશિયાની હાર હવે નિશ્ચિત છે. વિદેશ વિભાગના સચિવે કહ્યુ કે, 'તે સ્પષ્ટ છે કે રશિયા આ સંઘર્ષમાં હારશે - ભલે તેઓ તેને ઝડપથી હારે કે તેઓ ધીમે ધીમે પરંતુ હવે તે માત્ર સમયની વાત છે.' વિદેશ વિભાગના અન્ડર-સેક્રેટરીએ કહ્યું. તેમણે કહ્યું હતું કે, 'સમસ્યા એ છે કે જો રશિયા વહેલું હારી જાય છે, તો ઘણા જીવો ગુમાવશે નહીં અને તેથી જ આપણે આર્થિક દબાણ લાગુ કરવાનું ચાલુ રાખવું પડશે, આપણે યુક્રેનના લોકોની રક્ષણાત્મક જરૂરિયાતોને સમર્થન આપવાનું ચાલુ રાખવું પડશે.'
9:46 AM, 9 Mar
અમેરિકાથી હવે ખુશ છે ઝેલેંન્સ્કી
યુક્રેનના રાષ્ટ્રપતિ અમેરિકા અને નાટો દેશો પર અત્યાર સુધી સંપૂર્ણ મદદ ન કરવાનો આરોપ લગાવતા હતા પરંતુ હવે તેઓ અમેરિકાના નવા પ્રતિબંધોથી ખુશ છે. ઝેલેન્સકીએ એક દિવસ અગાઉ પણ કહ્યું હતું કે, 'અમેરિકાએ જેટલુ કરવુ જોઈએ તેટલુ નથી કર્યુ.' પરંતુ જ્યારે અમેરિકાએ રશિયાના ઉર્જા સ્ત્રોતો પર પ્રતિબંધો લાદ્યા ત્યારે ઝેલેન્સકી ફરીથી ખુશ છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયન તેલ પર પ્રતિબંધો લાદવા બદલ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનનો આભાર માન્યો છે અને અમેરિકી નિર્ણયને 'સમગ્ર વિશ્વ માટે એક શક્તિશાળી સંકેત' ગણાવ્યો છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે, 'રશિયાને આપવામાં આવેલ દરેક પૈસો ગોળીઓમાં ફેરવાય છે અને અન્ય સાર્વભૌમ રાજ્યો માટે ખતરો બની જાય છે.' ઝેલેન્સકીએ કહ્યું હતું કે, 'કાં તો રશિયા આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન કરશે અને યુદ્ધ નહિ કરે અથવા તેની પાસે યુદ્ધ શરૂ કરવા માટે પૈસા નહિ હોય.'
READ MORE

English summary
Russia Ukraine Crisis Live: after Putin's orders, Russian forces have entered eastern Ukraine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X
Desktop Bottom Promotion