સર્જીકલ સ્ટ્રાઇક પર ભારતને મળ્યો રશિયાનો સાથ

Posted By:
Subscribe to Oneindia News

રશિયાએ ભારત તરફથી પાક અધિક્રુત કાશ્મીરમાં કરાયેલ સર્જીકલ સ્ટ્રાઇકનું સમર્થન કર્યુ છે. ભારતમાં રશિયાના ઉચ્ચાયુક્ત એલેક્ઝાંડર કદાદિને જણાવ્યું કે રશિયા જ એક એવો દેશ છે જેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઉરી હુમલામાં આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હતા. એક ટીવી ચેનલને આપેલા ઇંટરવ્યૂમાં રાજદૂત કદાદિને જણાવ્યું કે પાક સીમા પારનો આતંકવાદ રોકે. સીમા પારથી ફેલાવાઇ રહેલા આતંકવાદ સામે ભારતની લડાઇમાં રશિયાએ હંમેશા સાથ આપ્યો છે.

ભારતીય સેનાના 10 સૌથી શક્તિશાળી હથિયાર, જે છે સેનાની ઢાલ

Russian ambassador india alexander kadakin welcomed indian strike in pok

કદાદિએ જણાવ્યું કે રશિયા ભારતના સર્જીકલ સ્ટ્રાઇકનું સ્વાગત કરે છે. દરેક દેશને પોતાની રક્ષા કરવાનો અધિકાર છે. જ્યારે આતંકવાદીઓ સૈન્ય છાવણીઓ અને નાગરિકો પર હુમલો કરે છે ત્યારે એ માનવાધિકારોનું સૌથી મોટું હનન છે. હાલમાં જ પાક અને રશિયાના સંયુક્ત સૈન્ય અભ્યાસ પર કદાદિને કહ્યું કે તેનાથી ચિંતિત થવાની જરૂર નથી. ઇંટરવ્યૂમાં કદાદિને કહ્યું કે પાક સાથે કરાયેલ અભ્યાસની થીમ આતંકવાદ વિરુદ્ધની લડાઇ હતી.

તેમણે જણાવ્યું કે અમે ભારતના પક્ષમાં છીએ કે આપણે પાકને એ શીખવાડીએ કે તે ભારત વિરુદ્ધ થઇ રહેલા આતંકવાદી હુમલા દરમિયાન પોતાનો ઉપયોગ થતો રોકે. પાક અધિક્રુત ભારતીય રાજ્ય જમ્મૂ-કાશ્મીરમાં નથી થયો અભ્યાસ તેમણે જણાવ્યું કે પાક સાથે રશિયાની સેનાનો સંયુક્ત અભ્યાસ ગિલગિટ-બાલ્ટિસ્તાન અથવા તો " પાક અધિક્રુત ભારતીય રાજ્ય જમ્મૂ કાશ્મીર" જેવા કોઇ સંવેદનશીલ કે તણાવગ્રસ્ત સ્થળ પર થયો નથી.

ઇંટરવ્યૂ દરમિયાન જાન્યુઆરીમાં થયેલા પંજાબ સ્થિત પઠાણકોટમાં વાયુસેનાના બેઝ કેમ્પ પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતા કદાદિને જણાવ્યું કે " પઠાણકોટ હુમલા દરમિયાન અમે લાઇન ઑફ કંટ્રોલ પાસે આતંકવાદી હુમલાઓ અંગે ચિંતિત હતા. અમે ભારતના એ તથ્યને લઇને પણ ચિંતિત છીએ કે ઉરીમાં આતંકવાદી હુમલો પાકિસ્તાની વિસ્તારમાંથી થયો છે."

English summary
Russian ambassador india alexander kadakin welcomed indian strike in pok.
Please Wait while comments are loading...