યુક્રેનમાં રશિયાનો સૌથી મોટો હવાઈ હુમલો, 158 જગ્યાઓએ ડ્રોન-મિસાઈલથી હુમલા

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધમાં લાખો લોકો હિંસાનો ભોગ બન્યા છે ત્યારે હવે રશિયાએ અત્યારસુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં મોટી સંખ્યામાં લોકોના મોત અને ઈજા થઈ છે.

રશિયાએ યુક્રેન પર તેના આક્રમણ પછી સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. દેશભરમાં એકસાથે આટલા મિસાઈલ અને ડ્રોન હુમલા આ પહેલા ક્યારેય જોવા મળ્યા નથી.

Russias largest airstrike in Ukraine

આ હુમલાને કારણે ઓ12 લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. રશિયન મિસાઇલો રહેણાંક મકાનો પર પડવાને કારણે મોટી જાનહાનિ થઈ છે. યુક્રેન સૈન્ય અનુસાર, રશિયાએ કુલ 158 ડ્રોન અને મિસાઈલો લોન્ચ કર્યા છે.

આ હુમલાની શરૂઆત ગુરુવાર-શુક્રવારની રાત્રે શરૂ થઈ અને પુરા દેશમાં જોવા મળી. રાજધાની કિવ તેમજ મધ્યના શહેર ડિનિપ્રો, પૂર્વીય શહેર ખાર્કીવ, ઓડેસાના દક્ષિણપૂર્વીય બંદર અને પશ્ચિમી શહેર લવીવની એક હોસ્પિટલમાં પણ હુમલા કરાયા છે.

યુક્રેનિયન વાયુસેનાના પ્રવક્તા યુરી ઈહનત અનુસાર, ઘણો સમય બાદ અમે અમારા મોનિટર પર તમામ વિસ્તારોમાં અને તમામ દિશામાં દુશ્મનોના આટલા મોટા હુમલા જોયા છે. દરેક વસ્તુને ખતમ કરવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે, રશિયાએ 158 ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો છે. કિવ પર હાયપરસોનિક કિંજલ મિસાઈલ અને ક્રુઝ મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો.

રશિયાએ કિવમાં એક મેટ્રો સ્ટેશન અને રહેણાંક ઇમારતોને નિશાન બનાવી છે. તેના કારણે ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું છે અને 21 લોકો ઘાયલ થયા છે. યુક્રેનના વડા પ્રધાન ડેનિસ શ્મિહલે કહ્યું કે, ખાર્કિવ પર મોટા પાયે હુમલો થયો છે. અહીં 20 થી વધુ હુમલાઓ નોંધાયા છે. હોસ્પિટલમાં પણ હુમલો કરવામાં આવ્યો છે. જેના કારણે 35 વર્ષના એક વ્યક્તિનું મોત થયું છે અને 11 લોકો ઘાયલ થયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X