ભારતને 'આંતકી રાષ્ટ્ર' જાહેર કરોઃ હાફિઝ સઇદ

શિંદે દ્વારા ભાજપ અને આરએસએસ પર આતંકવાદી શિબિર ચલાવવા અને હિન્દુ આતંકવાદ ફેલાવવાના આરોપ લગાવવામાં આવ્યા બાદ સઇદે ત્યાં સુધી આરોપ લગાવ્યા કે પાકિસ્તાનમાં તમામ પ્રકારના આતંકવાદમાં ભારતીય સંગઠન સામેલ છે. ભારતીય હંમેશા પાકિસ્તાની સંગઠનો વિરદ્ધ દુષ્પ્રચાર કરતા રહે છે પરંતુ હવે તેના પરથી પડદો ઉઠી ગયો છે.
તેમણે વધુમાં કહ્યું, ભારતે અમને મુંબઇ હુમલામાં ફંસાવવાના પ્રયત્નો કર્યા પરંતુ પાંચ વર્ષ વીતી ગયા પછી પણ અદાલતોમાં અમારી વિરુદ્ધ કંઇ સાબિત થઇ શક્યું નથી. જમાત ઉદ દાવાનું નેતૃત્વ કરી રહેલા સઇદે એવી માંગ પણ કરી નાંખી કે પાકિસ્તાન સરકારે એ બાબતે પ્રયત્ન કરવો જોઇએ કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ભારતને આતંકવાદી રાજ્ય જાહેર કરે.












Click it and Unblock the Notifications
