For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રમઝાનમાં મક્કા-મદીનાની મસ્જિદોમાં નહિ થાય નમાઝ, પ્રશાસને લગાવી રોક

આ વખતે સઉદી અરબના મક્કા અને મદીના સ્થિત બે મોટી મસ્જિદોમાં રમઝાન મહિના દરમિયાન નમાઝ પઢવામાં નહિ આવે.

|
Google Oneindia Gujarati News

આ વખતે સઉદી અરબના મક્કા અને મદીના સ્થિત બે મોટી મસ્જિદોમાં રમઝાન મહિના દરમિયાન નમાઝ પઢવામાં નહિ આવે. સઉદી પ્રશાસને રમઝાનનો મહિનો શરૂ થતા પહેલા જ તેના પર રોક લગાવી દીધી છે. અરબ ન્યૂઝના જણાવ્યા અનુસાર આ નિર્ણય કોરોના વાયરસ(કોવિડ-19)ના સંક્રમણને ફ્લાતો રોકવા માટે લેવામાં આવ્યો છે. આ મહામારીથી બચાવ માટે મક્કા સ્થિત ગ્રાંડ મસ્જિદ અને મદીના સ્થિત પ્રોફેટ મસ્જિદમા રમઝાન દરમિયાન નમાઝ પઢવા પર રોક લગાવવામાં આવી છે.

mecca mosque

આ બંને મસ્જિદોના અધ્યક્ષ જનરલ શેખ ડૉ. અબ્દુલ રહેમાન બિન અબ્દુલ અઝીઝ અલ સુદેસે ટ્વિટ કરીને જણાવ્યુ કે મક્કાની મસ્જિદ અલ-હરામ અને અલ મસ્જિદ અલ-નબાબીમાં રમઝાન દરમિયાન લાઉડ સ્પીકર પર અજાન કરવામાં આવશે પરંતુ આ મસ્જિદોમાં પ્રવેશની અનુમતિ નહિ હોય. માહિતી માટે તમને જણાવી દઈએ કે સઉદી અરબના ગ્રાંડ મુફ્તી શેખ અબ્દુલ અઝીઝ બિન અબ્દુલ્લા અલ શેખે લોકોને અપીલ કરી છે કે આ મહામારીના કારણે આગલા સપ્તાહથી શરૂ થનારા રમઝાનના મહિનામાં તરાવીહની નમાઝ સાથે જ ઈદની નમાઝ પણ ઘરે જ પઢો. જેથી સઉદીમાં વાયરસનુ સંક્રમણ ફેલાતુ રોકી શકાય.

સઉદી સરકારના જણાવ્યા અનુસાર દેશમાં કોરોના વાયરસ સંક્રમણના 10,484 કેસ સામે આવી ચૂક્યા છે અને 103 લોકોના મોત થયા છે. આ ઉપરાંત 1490 એવા લોકો પણ છે જે રિકવર થઈ ચૂક્યા છે. વળી, અહીં પહેલા જ આંતરરાષ્ટ્રીય ઉડાનોને રોકી દેવામાં આવી છે. આ ઉપરાંત વર્ષભર ચાલતા ઉમરા અને હજને પણ અટકાવી દેવામાં આવ્યુ છે. અહીં વાયરસના બચાવ માટે મોટાભાગના સાર્વજનિક સ્થળોને બંધ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ બદલાઈ રહ્યા છે કોરોનાના લક્ષણો, આના ક્યારેય નજરઅંદાજ ન કરતાઆ પણ વાંચોઃ બદલાઈ રહ્યા છે કોરોનાના લક્ષણો, આના ક્યારેય નજરઅંદાજ ન કરતા

English summary
saudi arabia extends suspension of prayers in mosques mecca madina during ramadan due to coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X