For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાઉદી અરબે નવા ભારતીય પાસપોર્ટનો અસ્વીકાર કર્યો

|
Google Oneindia Gujarati News

indian-passport
દુબઇ, 22 મે : રોજગારીના મુદ્દા બાદ સાઉદી અરબમાં વસતાં ભારતીયો માટે વધુ એક નવી મુશ્કેલી આવીને ઊભી રહી ગઈ છે. ભારત દ્વારા રાજનૈતિક હેતુને ધ્યાનમાં રાખી નવો પાસપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ આ પાસપોર્ટ સ્વીકાર કરવા સાઉદી સત્તાધિકારીઓનો ઈનકાર કરી દીધો છે.

સોમવારે સાઉદી સત્તાધિકારીઓએ કહ્યું કે, આ ફેરફાર અંગે તેમને કોઈપણ જાતની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી જેથી જૂના પાસપોર્ટની માહિતી નવા પાસપોર્ટમાં તબદીલ કરવામાં નહિ આવે. જૂના પાસપોર્ટમાં પાસપોર્ટ ધારકનો ફોટો બીજા પેજ પર હતો જ્યારે નવા પાસપોર્ટમાં ફોટો ત્રીજા પેજ પર રાખવામાં આવ્યો છે. અરબ અખબારના અહેવાલ મુજબ મુશ્કેલીમાં મૂકાયેલા ભારતીયોને ભારતીય કોન્સ્યૂલટ દ્વારા નવા પાસપોર્ટની માન્યતા અર્થે એક પત્ર આપવામાં આવ્યો છે, જેથી સાઉદી સત્તાવાળાઓએ વિદેશી બાબતોના સાઉદી મંત્રાલયને આ પત્ર સ્વીકારવા આગ્રહ કર્યો હતો.

જે પાસપોર્ટ ધારકો પાસે માન્ય રેસિડેન્સીની પરવાનગી છે અને જે લોકો સ્થાયી છે તેઓ જૂના પાસપોર્ટ નવી માહિતી નવા પાસપોર્ટમાં સામેલ કરવાની અરજી સાઉદી પાસપોર્ટ ખાતાને આપી શકે છે. જો કે રવિવારે સાઉદી પાસપોર્ટ ખાતા જેદા્હે લગભગ 200 ભારતીય પાસપોર્ટની માહિતી બદલવાની ના પાડી દીધી હતી ત્યારબાદ ભારતીયોએ ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી.

English summary
Saudi authorities refused to accept new Indian passport.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X