For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામા હુમલાને પગલે સાઉદી ક્રાઉન પ્રિન્સે પાકિસ્તાનનો પ્રવાસ ટાળ્યો

પુલવામા હુમલાને પગલે સાઉદી પ્રિન્સે પાક.નો પ્રવાસ ટાળ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની પાકિસ્તાન યાત્રા એક દિવસ માટે ટાળી દેવામાં આવી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે સાઉદી ક્રાઉન પ્રિન્સ 17 ફેબ્રુઆરીએ ઈસ્લામાદ પહોંચશે, જેમની બે દિવસીય યાત્રા થશે. સાઉદી ક્રાઉન પ્રિન્સ શનિવારે એટલે કે આજે પાકિસ્તાનના પ્રવાસે જનાર હતા, પરંતુ તેમણે પોતાનો પ્રવાસ એક દિવસ માટે રદ કરી દીધો છે. એવું માનવામાં આવી હ્યું છે કે પુલવામા હુમલાને જોતા મોહમ્મદ બિન સલમાને એક દિવસ માટે પાકિસ્તાનનો પ્રવાસ ટાળી દીધો છે.

પ્રિન્સે પાક.નો પ્રવાસ ટાળ્યો

પ્રિન્સે પાક.નો પ્રવાસ ટાળ્યો

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સાઉદી ક્રાઉન પ્રિન્સના પ્વાસમાં થયેલ બદલાવ પાછળ કોઈ કારણ જણાવ્યું નથી. પાકિસ્તાન મીડિયા ધી ડૉને કહ્યું કે આનાથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ બદલાવ નહિ થાય.

પાકિસ્તાનની મુલાકાતે આવવાના હતા

પાકિસ્તાનની મુલાકાતે આવવાના હતા

પાકિસ્તાનમાં પોતાના બે દિવસીય પ્રવાસ માટે સાઉદી ક્રાઉન પ્રિંસ એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે હશે, જેમાં શાહી પરિવાના સભ્યો, મંત્રી અને વ્યાપારી સામેલ છે. 2017માં કિંગડમના ઉત્તરાધિકારી બન્યા બાદથી સાઉદી ક્રાઉન પ્રિન્સની પાકિસ્તાનની આ પહેલી યાત્રા હશે. જ્યારે ઈમરાન ખાનના પીએમ બન્યા બાદ પહેલીવાર મોહમ્મદ બિન સલમાનના આગમનની તૈયારીમાં ઈસ્લામાબાદમાં સુરક્ષાના આકરા ઈંતેજામ કરવામાં આવ્યા છે.

જૈશ એ મોહમ્મદે લીધી જવાબદારી

જૈશ એ મોહમ્મદે લીધી જવાબદારી

જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકી હુમલાની આકરી નિંદા કર્યા બાદ સાઉદી અરબે અચાનક પોતાના ક્રાઉન પ્રિન્સનો પ્રવાસ એક દિવસ માટે ટાળી દીધો. પુલવામામાં ગુરુવારે થયેલ ઘાતક હુમલાની નિંદા કરતા સાઉદી અરબે શુક્રવારે આતંકવાદ અને ઉગ્રવાદ વિુદ્ધ ભારતની સાથે પોતાના સમર્થકને મજબૂત કરવાની વાત કહી હતી. આ હુમલામાં સીઆરપીએફના 40થી વધુ જવાનો મૃત્યુ પામ્યા હતા. પાકિસ્તાન સમર્થિત જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી છે.

કુંભ સંતોનો ગુસ્સોઃ આતંકી મસૂદ અઝહરનું માથું કાપી લાવનારને 5 કરોડ આપવાનું એલાન કુંભ સંતોનો ગુસ્સોઃ આતંકી મસૂદ અઝહરનું માથું કાપી લાવનારને 5 કરોડ આપવાનું એલાન

English summary
Saudi Crown Prince's Pakistan visit delayed in wake of Pulwama attack
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X