'આમારી માતૃભૂમિને બચાવી લો', શ્રીલંકાના વિપક્ષી નેતાએ વડાપ્રધાન મોદીને કરી અપીલ
આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલું શ્રીલંકા મદદ માટે ભારત તરફ આશાથી જોઈ રહ્યું છે. શ્રીલંકામાં વિપક્ષના નેતા સાજીથ પ્રેમદાસાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મદદની અપીલ કરી છે.
કોલંબો : આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલું શ્રીલંકા મદદ માટે ભારત તરફ આશાથી જોઈ રહ્યું છે. શ્રીલંકામાં વિપક્ષના નેતા સાજીથ પ્રેમદાસાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મદદની અપીલ કરી છે. તેમણે વડાપ્રધાન મોદીને આ સંકટના સમયમાં શ્રીલંકાને સમર્થન આપવા વિનંતી કરી છે.

'મહેરબાની કરી ને શક્ય તમામ પ્રયત્ન કરો...'
અમારી સંલગ્ન વેબસાઇટ WION માં પ્રકાશિત સમાચાર અનુસાર, વિપક્ષી નેતા સાજીથ પ્રેમદાસાએ વડાપ્રધાન મોદીને વિનંતી કરતા જણાવ્યું હતું કે, કૃપા કરીનેશ્રીલંકાને શક્ય તેટલી મદદ કરવાનો પ્રયાસ કરો. આ આપણી માતૃભૂમિ છે, આપણે આપણી માતૃભૂમિને બચાવવાની જરૂર છે. પ્રેમદાસાએ સમાચાર એજન્સી ANIનેટાંકીને વડાપ્રધાન મોદીને આ સંદેશ આપ્યો છે.
|
મંત્રીઓના રાજીનામાને ગણાવ્યું નાટક
જ્યારે પ્રેમદાસાને પૂછવામાં આવ્યું કે, શું દેશ ચૂંટણી માટે તૈયાર છે? તેમણે કહ્યું, 'હું તમને કહી શકું છું કે, હું અને અમે બધા તૈયાર છીએ ત્યારથી અમે સમાજ સેવા અનેરાજકીય સેવામાં પ્રવેશ કર્યો છે. અમે કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર છીએ. ANI સાથેની વાતચીતમાં તેમણે કેબિનેટ મંત્રીઓના રાજીનામાને એક ડ્રામા ગણાવ્યો હતો.
પ્રેમદાસાએ જણાવ્યું હતું કે, જનતાને મૂર્ખ બનાવવા માટે આ નાટક કરવામાં આવી રહ્યું છે. લોકોને રાહત આપવાની દિશામાં આ વાસ્તવિક પ્રયાસ નથી. આ માત્રતેમને મૂર્ખ બનાવવાનો પ્રયાસ છે.

લોકો માટે પેટ ભરવું પણ મુશ્કેલ
શ્રીલંકા હાલમાં સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. તેની પાસે સ્ટ્રીટ લાઇટ નાખવા માટે પૈસા બચ્યા નથી. દેશમાં મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે.
આવી સ્થિતિમાં લોકો માટે પેટ ભરવું મુશ્કેલ બન્યું છે. લોકો સરકારથી નારાજ છે. તેને ધ્યાનમાં રાખીને રવિવારના રોજ કેબિનેટના 26 સભ્યોએ રાજીનામું આપી દીધુંહતું.
ઉલ્લેખનીય છે કે, ભારત હંમેશા શ્રીલંકાની મદદ કરતું આવ્યું છે અને આ સંકટ સમયે પણ તેની મદદ કરી રહ્યું છે.












Click it and Unblock the Notifications
